આ ભૂતિયા ટાઉન એક સમયે વાર્ષિક 10 લાખ કેરેટ હીરાનું ઉત્પાદન કરતું હતું

એક વખત સેંકડો જર્મન ખાણિયો એવી આશાએ કિંમતી સ્ટોનની શોધમાં આ શહેરમાં આવ્યા હતા કે આ કિંમતી સ્ટોન તેમને માલામાલ કરી દેશે.

This ghost town once produced over one million carats of diamonds annually-1
કોલમન્સકોપ, નામીબિયા. સૌજન્ય: X/@tschukutschuku
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાનું એક નાનકડું ટાઉન એવું હતું જ્યાં એક સમયે લાખો કેરેટનું ઉત્પાદન થતું હતું, પરંતુ કાળક્રમે એ જાહોજલાલી ખતમ થઇ ગઇ અને આજે આ ટાઉન ભૂતિયા ટાઉન બની ગયું છે.

કોલમન્સકોપ નામીબિયાના રણની મધ્યમાં આવેલું કોલમન્સકોપ એક ભૂતિયા ટાઉન છે. આ નગર એક સમયે હીરાથી ભરેલું હતું, પરંતુ હવે રેતીમાં ઘૂંટણ સુધી દટાયેલા જર્જરિત મકાનોથી ભરેલું છે. એક વખત સેંકડો જર્મન ખાણિયો એવી આશાએ કિંમતી સ્ટોનની શોધમાં આ શહેરમાં આવ્યા હતા કે આ કિંમતી સ્ટોન તેમને માલામાલ કરી દેશે. તે સમયે આ ગામ દર વર્ષે 10 લાખ કેરેટ હીરાનું ઉત્પાદન કરતું હતું, જે વિશ્વના કુલ હીરાના ઉત્પાદનના 11.7 ટકા હતું.

એક અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 1956માં કોલમન્સકોપમાં હીરા ખતમ થઈ ગયા તો ગામ સાવ નિર્જન થઈ ગયું. એ પછીના વર્ષોમાં રણની રેતીએ ઘૂંટણ સુધી ઘરો ભરી દીધા. કોલમન્સકોપની સ્થાપના 1900ના દાયકાની શરૂઆતમાં કરવામાં આવી હતી, જ્યારે રેતી પર હીરાની શોધ કરવામાં આવી હતી. પાછળથી, આ સ્થળ વિશ્વના સૌથી મોટા હીરા ખાણના સ્થળોમાંના એક તરીકેની ઓળખ મળી હતી.

કોલમન્સકોપ, નામીબિયા. સૌજન્ય: X/@tschukutschuku

1908માં, રેલ્વે કર્મચારી ઝાકરિયાસ લેવાલાને પાટા પરથી રેતી હટાવતી વખતે એક ચમકતો સ્ટોન મળ્યો હતો જે તેણે તેના જર્મન બોસ ઓગસ્ટ સ્ટાચને બતાવ્યો હતો. તપાસ દરમિયાન, સ્ટોન ડાયમંડ હોવાની પુષ્ટિ થઈ હતી. આ સમાચારને કારણે નામીબિયામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. થોડા વર્ષોમાં સેંકડો જર્મન લોકો અહીં આવીને સ્થાયી થયા. તેઓએ અહીં તેમના ઘરો બનાવ્યા.

કોલમન્સકોપ, ટૂંક સમયમાં રણમાં ફસાયેલા જર્મન શહેર જેવું દેખાવા લાગ્યું. બળબળતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે એક આઇસ ફેકટરી,એક હોસ્પિટલ, બૉલરૂમ, પાવર સ્ટેશન, શાળા, થિયેટર બધું જ બનાવવામાં આવ્યું હતું. આ નગરને દક્ષિણ ગોળાર્ધમાં પ્રથમ એક્સ-રે સ્ટેશન અને આફ્રિકામાં પ્રથમ ટ્રામ મળી. 1920 સુધીમાં, 300 જર્મન લોકો, 40 બાળકો અને 800 ઓવામ્બો કામદારો કોલમન્સકોપમાં રહેતા હતા.

કોલમન્સકોપ પ્રોસ્પેક્ટર્સ રેતીમાંથી હીરા શોધીને રાતોરાત સમૃદ્ધ બની રહ્યા હતા, પરંતુ જર્મન અધિકારીઓ અકલ્પનીય સંપત્તિ પર વધુ નિયંત્રણ ઇચ્છતા હતા. તેમણે નામીબિયાના વિશાળ વિસ્તારને સ્પર્જબીટ અથવા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો, જેમાં સામાન્ય લોકોના પ્રવેશને બાકાત રાખ્યો અને બર્લિન સ્થિત કંપની માટે સંભવિત અધિકારો અનામત રાખ્યા

વિસ્તારના બાંધકામને કારણે તેમની જમીનોમાંથી વિસ્થાપિત થયેલા આદિવાસી લોકો ઘણીવાર હીરાની ખાણોમાં મજૂરો તરીકે કામ કરતા હતા, અને તેઓને કેટલાક મહિનાઓ સુધી તંગીવાળા, બેરેક જેવા કમ્પાઉન્ડમાં રહેવાની ફરજ પડી હતી.

સઘન ખાણકામને કારણે 1930ના દાયકા સુધીમાં વિસ્તાર ખાલી થઈ ગયો અને 1928માં જ્યારે દક્ષિણમાં બીચ ટેરેસ પર અત્યાર સુધીના સૌથી ધનાઢ્ય હીરાના ખેતરો જોવા મળ્યા ત્યારે શહેરનું ભાવિ સીલ થઈ ગયું. નગરજનોએ મોટી સંખ્યામાં તેમના ઘર અને મિલકત છોડી દીધી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે હીરાની કિંમતમાં ઘટાડો થયો ત્યારે લોકો પોતાના ઘર છોડવા લાગ્યા. આ રીતે આ નગર માત્ર 40 વર્ષની અંદર બાંધવામાં આવ્યું અને ત્યજી દેવામાં આવ્યું. આ પછી દાયકાઓ સુધી અહીં કોઈ રહેવા આવ્યું નથી. ત્યારથી આ આખું શહેર નિર્જન પડેલું છે.

2000ની ફિલ્મ ‘ધ કિંગ ઈઝ અલાઈવ’ સહિત દક્ષિણ આફ્રિકાની ઘણી ટીવી શ્રેણી અને ફિલ્મોમાં આ ભૂતિયા ટાઉનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘોસ્ટ ટાઉન ટુર્સ નામની ટૂર કંપનીએ આ ઐતિહાસિક સ્થળનું સંચાલન કરવાનું શરૂ કર્યું અને તેને 2002માં પ્રવાસીઓ માટે ખોલ્યું. દર વર્ષે લગભગ 35 હજાર પ્રવાસીઓ આ ભયાનક સ્થળનું બચ્યું છે તે જોવા માટે આવે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS