2015માં બનેલું વિશ્વનું સૌથી મોંઘું ગિટાર ફરી એકવાર ચર્ચામાં છે. Guinness World Recordsએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ગિટારનો ફોટો શેર કર્યો છે. ગિનિસ બુકે પણ આ ગિટારને લગતી ઘણી માહિતી શેર કરી છે. તસવીરોમાં આ ગિટાર ખૂબ જ સુંદર લાગે છે. વિશ્વના સૌથી મોંઘા ગિટારનું નામ ‘ઈડન ઓફ કોરોનેટ’ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, વિશ્વના સૌથી મોંઘા ગિટારની કિંમત 2 મિલિયન ડોલર એટલે કે 16 કરોડ રૂપિયા છે. આ ગિટારમાં 11,441 હીરા છે. આમાં 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હા, તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ ગિટાર એ માત્ર શો પીસ નથી, પરંતુ તેમાંથી સંગીતની સુરાવલી પણ વહી શકે છે. મતલબ કે તમે ગિટાર વગાડી પણ શકો છો.
દુનિયાના ખૂબસૂરત સંગીત વાદ્ય ડાયમંડ જડિત આ ગિટારને Eden of Coronet કહેવામાં આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ગિટારને તૈયાર કરવામાં 700 દિવસ એટલે કે 2 વર્ષથી વધારેનો સમય લાગ્યો હતો અને 68 કારીગરો લાગ્યા હતા ત્યારે આ વૈભવી ગિટાર તૈયાર થયું હતું. હવે તમને એ જાણવામાં રસ હશે કે આ બનાવ્યું છે કોણે? ડાયમંડ જડિત આ ગિટારને હોંગકોંગની આરોન શુમ કંપની (Aaron Shum) એ બનાવ્યું છે.
ગિબ્સને આ ગિટાર બનાવવા માટે જ્વેલરી ડિઝાઈનર એરોન શમ અને સંગીતકાર માર્ક લુઈસ સાથે સહયોગ કર્યો હતો. આ કસ્ટમાઇઝ્ડ ગિબ્સન એસજી ગિટાર છે. ગિબ્સને 1961માં ગિટારનું ઇલેક્ટ્રિક મોડેલ, લેસ પોલ એસજી રજૂ કર્યું. આને ગિબ્સન એસજી કહેવામાં આવે છે. ઈડન ઓફ કોરોનેટ માટેના હીરા હોંગકોંગની કંપની ચાઉ તાઈ ફુક દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. હોંગકોંગની અરોમ શુમ જ્વેલરીએ તેમની બ્રાન્ડ કોરોનેટ માટે ડાયમંડ જડિત ગિટાર બનાવવાનું બીડું ઝડપ્યું હતું.
આ અમૂલ્ય ગિટાર સૌપ્રથમ અબુ ધાબીના મરિના મોલમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે વર્ષ હતું 2015. ત્યારબાદ બેઝલવર્લ્ડ વોચ એન્ડ જ્વેલરી શો થયો હતો. બાદમાં તેને ચીનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તે ઓક્ટોબર 2019માં અબુ ધાબીમાં પાછું લાવવામાં આવ્યું હતું અને બેઝલવર્લ્ડ ખાતે ફરીથી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
ગિટારની બોડી વ્હાઇટ ગોલ્ડથી કવર કરવામાં આવેલી છે. તે ફૂલના આકારમાં હીરાથી જડેલું છે. આ હીરાની સંખ્યા 11,441 છે. આ તમામ 401.15 કેરેટના છે. તેને બનાવવા માટે 1.6 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગિટાર બનાવવામાં 700 દિવસનો સમય લાગ્યો હતો. જેમાં 68 કારીગરો રોકાયેલા હતા. ગિટારના જે તાર હોય છે જેમાંથી સુમધુર સંગીત નિકળે છે તે તાર હીરાની બોર્ડર નીચે છુપાયેલા છે.
નેચરલ ડાયમંડ કટિંગ એન્ડ પોલિશીંગમાં સુરત દુનિયામાં નંબર વન છે અને હવે તો લેબગ્રોન ડાયમંડ પણ સુરત છલાંગ મારી રહ્યું છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડનો ઉપયોગ કરીને વેલ્યૂએડિશન પણ કરવામાં આવે છે, જેમ કે વોચ, નેકલેસ, પેન વગેરે. સુરતના ડાયમંડ ઉદ્યોગકારો પણ આવા ગિટાર કે અન્ય વસ્તુઓ બનાવી શકે અને ધૂમ કમાણી કરી શકે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM