સોશિયલ મીડિયા મારફતે સંબંધ કેળવી મહિધરપુરાના હીરાના વેપારીને ઠગે ફસાવ્યો

વેપારી સાથે દલાલનો સંપર્ક સોશિયલ મિડીયામાં થયો, ઠગ દલાલ વેપારીને પોતાના ખર્ચે દિલ્લી લઈ ગયો, ત્યાં વેપારીઓ સાથે ઓળખાણ કરાવી વિશ્વાસ કેળવ્યો

Thug trapped diamond merchant of Mahidharpura by developing relationship through social media
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સિંગણપોર ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર કરતા વેપારીને સોશિયલ મીડિયા ઉપર સંપર્કમાં આવેલા દલાલ ઉપર વિશ્વાસ કરવાનું ભારે પડી ગયું છે. તે વેપારી પાસેથી રૂપિયા 1.04 કરોડના હીરા લઈ નાસી ગયો હતો. આ અંગે ઓક્ટોબર 2023માં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે ગઈ કાલે ઠગ દલાલની ધરપકડ કરી છે.

સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર સ્થિત પુષ્પવાટિકા સોસાયટીમાં રહેતા અને મહિધરપુરા હીરાબજારમાં ક્રિષ્ના જ્વેલના નામથી હીરાની લે વેચનું કામ કરતા 46 વર્ષીય સંજયભાઈ નાગજીભાઈ નાવડિયાએ ગયા ઓક્ટોબર મહિનામાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં જેનીશ પ્રકાશભાઈ ડાહ્યાની (જોલી રેસિડેન્સી, વિજય લક્ષ્મી હોલની પાસે, વેસુ)ની સામે ફરિયાદ નોંધાવી હતી.

તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, તેઓ સુરતથી તૈયાર હીરાની ખરીદી કરીને દિલ્હી અને કોલકત્તાના બજારમાં વેચે છે. દરમિયાન તેમનો સંપર્ક સોશિયલ મીડિયા મારફત જેનીસ નામના યુવાન સાથે થયો હતો.

જેનીશે દિલ્લીમાં તેના ઘણા વેપારીઓ સાથે તેનો પરિચય હોવાનું કહીને તેમને તેના ખર્ચે દિલ્લી લઈ ગયો હતો. તેઓ ત્યાં 10 દિવસ રોકાયા હતાં. ત્યાં તેણે જુદા જુદા વેપારીઓ સાથે તેમની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ તેમને જેનીશ ઉપર વિશ્વાસ બેસી જતાં 30 એપ્રિલે ચાર અલગ અલગ હીરાના પેકેટ આપ્યા હતા.

ત્યાર પછી 7 જુલાઈ સુધીમાં 86.42 લાખના લેબગ્રોન પોલીશ્ડ હીરા આંગડિયા મારફતે જેનીશને સુરત થી મુંબઈ અને દિલ્લી મોકલાવ્યા હતા. જેમાંથી જેનીશે 1.41 લાખનું પેમેન્ટ કરી 42.23 લાખનો અને 42.71 લાખના બે ચેક આપ્યા હતા. અને આયોજનપૂર્વક આ ચેક સ્ટોપ પેમેન્ટ કરાવ્યા હતા. આ સિવાયના પાર્ટી પાસે પેમેન્ટ લઇ કુલ 1.04 કરોડનું પેમેન્ટ તેમને નહીં આપી છેતરપિંડી કરી હતી.

દિલ્લી તથા કલકત્તાની પાર્ટીનું પેમેન્ટ જેનીશે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધું હતું. આ અંગે ગુનો નોંધાયા બાદ ગઈકાલે પોલીસે આરોપી જેનીશ પ્રકાશભાઇ ડાહ્યાણી (ઉ.વ. ૪૦, રહે. ઘર નં. એલ/૧૦૩, જોલી રેસિડેન્સી, વિજય લક્ષ્મી હોલની પાસે, વેસુ તથા મૂળ ડીસા, બનાસકાંઠા)ની ધરપકડ કરી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS