Tiffany & Co.નેટ-શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય પર Science Based Targets initiative (SBTi) તરફથી મંજૂરી મેળવનાર પ્રથમ લક્ઝરી જ્વેલર બની

Tiffany & Co. દ્વારા 2040 સુધીમાં ચોખ્ખા-શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવા માટેના લક્ષ્યાંકો સાથે ક્લાયમેટ સાયન્સ પર આધારિત છે.

Tiffany and Co becomes first luxury jeweller to receive approval from Science Based Targets initiative-SBTi on net-zero emissions target
Tiffany & Co. Schlumberger® Bird on a Rock clip. © Tiffany & Co.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

Tiffany & Co.એ જણાવ્યું હતું કે, તે તેના નેટ-શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય પર Science Based Targets initiative (SBTi) તરફથી મંજૂરી મેળવનાર પ્રથમ લક્ઝરી જ્વેલર બની છે.

આ માન્યતા પુષ્ટિ કરે છે કે Tiffany & Co. દ્વારા 2040 સુધીમાં ચોખ્ખા-શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવા માટેના લક્ષ્યાંકો સાથે ક્લાયમેટ સાયન્સ પર આધારિત છે અને પેરિસ કરારને અનુરૂપ તાપમાનને 1.5°C સુધી રાખવાની તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરે છે.

SBTi એ નોન-પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન છે જે વિજ્ઞાન આધારિત ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો નક્કી કરવા કંપનીઓ સાથે કામ કરે છે. SBTi તરફથી મંજૂરી મેળવવા માટે, કંપનીઓએ ફરજિયાત દર્શાવવું પડે છે કે જોઈએ કે તેમના લક્ષ્યો લેટેસ્ટ ક્લાયમેટ સાથે સુસંગત છે અને ગ્લોબલ વોર્મિંગને 1.5 °C સુધી મર્યાદિત કરવામાં મદદ કરવા માટે પૂરતા મહત્વાકાંક્ષી છે.

Tiffany & Co.ના નેટ-શૂન્ય ધ્યેયમાં તેની પોતાની કામગીરી (સ્કોપ 1 અને 2) અને તેની સપ્લાય ચેઇન (સ્કોપ 3)માંથી ઉત્સર્જનનો સમાવેશ થાય છે. 2040 સુધીમાં, કંપની તેની સમગ્ર વેલ્યૂ ચેઇનમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને 90 ટકા ઘટાડવાની યોજના ધરાવે છે. બાકીના 10 ટકા ઉત્સર્જન ઉચ્ચ ગુણવત્તાવાળા કાર્બન દૂર કરીને સરભર કરવામાં આવશે.

Tiffany & Co. તેના ચોખ્ખા-શૂન્ય લક્ષ્ય તરફ પહેલાથી જ નોંધપાત્ર પ્રગતિ કરી ચૂકી છે. 2022માં, કંપનીએ તેની સમગ્ર વૅલ્યુ ચેઇનમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 33 ટકા ઘટાડો હાંસલ કર્યો.

Tiffany & Co. રિન્યુએબલ એનર્જિ સ્ત્રોતોમાં રોકાણ સહિત વિવિધ પગલાં દ્વારા તેના ઉત્સર્જનમાં ઘટાડો કરવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે, તેની સુવિધાઓમાં ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો; કચરો ઘટાડવા; વધુ સસ્ટેનેબલ સામગ્રી તરફ સ્થળાંતર અને તેમના ઉત્સર્જન ઘટાડવા માટે સપ્લાયરો સાથે કામ કરે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS