Tiffany and Co unveils high jewellery campaign with Anya Taylor-Joy-1
Tiffany and coએ હાઉસ એમ્બેસેડર Anya Taylor-Joy ટેલર દ્વારા હાઈ જ્વેલરી કેમ્પેઇનનું અનાવરણ કર્યું. Anyaએ Tiffany and co.ના Schlumbergerનો ફુલો અને પાંદડાનો નેકલેસ પહેર્યો છે.
- Advertisement -SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

બ્રિટશ-અમેરિકન અભિનેત્રી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિનર Anya Taylor-Joy એ Tiffany & Co.ની ‘Blue Book 2023 : આઉટ ઓફ ધ બ્લુ હાઈ જ્વેલરી કલેક્શન’નો નવીનતમ ચહેરો છે. ટેલર-જોયે કલેક્શન વિશે જણાવ્યું હતું કે, દરેક પીસમાં એક અદભૂત સ્ટોરી છે જે ટિફનીના વારસાને જોડે છે, જે બ્રાન્ડના જેમ્સ સ્ટોન અને ઇનોવેશની અંતિમ અભિવ્યક્તિ છે.

Tiffany & Co. એ તેની તાજેતરની હાઈ જ્વેલરી કેમ્પેઇની જાહેરાત કરી, જેમાં અભિનેત્રી અને હાઉસ એમ્બેસેડર Anya Taylor-Joy છે, જેણે Tiffany & Co દ્વારા તૈયાર કરાયેલા પ્રતિષ્ઠિત આર્ટિસ્ટ Schlumbergerની જ્વેલરી પહેરીને બધાને સ્તબ્ધ કરી દીધા હતા. ક્લાસિક હોલિવુડ ગ્લેમર પર આધુનિક રૂપ, લેટેસ્ટ કેમ્પેઇનમાં Anya Taylor-Joy દ્વારા પહેરવામાં આવેલા અસાધારણ હીરા અને દુર્લભ જેમસ્ટોન હાઇ જ્વેલરી ડિઝાઇન દ્વારા વારસો અને આધુનિકતા વચ્ચેનો સંવાદ બતાવે છે.

Anya Taylor-Joy એ કહ્યું કે, Tiffany & Co.ના હાઈ જ્વેલરી કેમ્પેઇનનો ચહેરો બનવું એ મારા માટે સન્માનની વાત છે. આ હાઉસની ડિઝાઈન અને કારીગરીનો આટલો લાંબો ઇતિહાસ છે, અને હું તેમના અસાધારણ વારસાનો એક ભાગ બનવા માટે ઉત્સાહિત છું.

Tiffany and Co unveils high jewellery campaign with Anya Taylor-Joy-3

Anyaએ પહેરલો બર્ડ ઓન રોક નેક્લેસ

નવું કેમ્પેઇનએ બેમિસાલ કલાત્મકતાનો આદર્શ નમૂનો છે. અજોડ શૈલી અને કારીગરી કે જેણે ટિફની એન્ડ કંપનીને 186 વર્ષોથી વ્યાખ્યાયિત કરી છે, જે ટિફની એન્ડ કંપની દ્વારા Schlumberger માટે નવા યુગનો સંકેત આપે છે. બર્ડ ઓન અ રોક જેવા પ્રતીકો. જીન Schlumberger ની મહાન સર્જનાત્મકતાથી પ્રેરિત અને ટિફની જ્વેલરી અને હાઈ જ્વેલરીના ચીફ આર્ટિસ્ટિક ઓફિસર નેથાલી વર્ડિલેના વિઝનથી પ્રજ્વલિત, 160 વર્ષથી વધુ સમયથી ટિફની કારીગરોને પ્રેરિત કરતા જીવંત આકારો અને મોટિફ્સને Anya Taylor-Joy જીવંત બનાવે છે.

Tiffany and Co unveils high jewellery campaign with Anya Taylor-Joy-2

ટિફની એન્ડ કો દ્વારા બર્ડ ઓન અ રોક સ્ક્લમ્બરગર પેન્ડન્ટ. ફોટો ક્રેડિટ : Tiffany & Co

આ ઝુંબેશ ઓક્ટોબર 2ના રોજ Tiffany.com અને @tiffanyandco સોશ્યિલ ચેનલો પર તેમજ વૈશ્વિક સ્તરે પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં શરૂ થઈ હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC