ટિફનીનીને કોલંબિયાની મુઝો ખાણમાંથી 10 કેરેટનો દુર્લભ એમરલ્ડ મળ્યો

10 કેરેટથી વધુ વજન ધરાવતા આ લંબચોરસ કટનો એમરલ્ડ ડિસેમ્બર 2019માં ઐતિહાસિક પ્યુર્ટો આર્ટુરો શાફ્ટમાંથી કાઢવામાં આવ્યો હતો.

Tiffany found a rare 10-carat emerald from the Muzo mine in Colombia-1
ટિફની મુઝો એમેરાલ્ડની તપાસ કરતા રત્નશાસ્ત્રી. ફોટો ક્રેડિટ: Tiffany & Co.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી કંપની ટિફની એન્ડ કંપનીને તાજેતરમાં કોલંબિયાની મુજો એમરલ્ડમાંથી 10 કેરેટનો દુર્લભ એમરલ્ડ મળી આવ્યો છે. આ એમરલ્ડનું નામ તે જ્યાંથી મળ્યો છે તે મુઝો ખાણના નામ પર ટિફની મુજો એમરલ્ડ રાખવામાં આવ્યું છે. આ ખાણ બોગોટાથી 60 માઈલ દૂર ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે.

ટિફની એન્ડ કંપનીના ચીફ જેમમોલોજિસ્ટ વિક્ટોરિયા વિર્થરેનોલ્ડ્સે જણાવ્યું કે, ખૂબ જ આકર્ષક અને વિશ્વ પર સત્તા સમાન દુર્લભ એમરલ્ડ સ્ટોન મેળવવા અમે ખૂબ આનંદિત છીએ. ટિફ્ની મુઝો એમરલ્ડની શોધની જાહેરાત કરતા અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ અદ્દભૂત આકર્ષક સ્ટોન 10 કેરેટથી વધુ વજન ધરાવે છે. કુદરત તરફથી ઉપલબ્ધ કરાવેલા સૌથી પ્રખ્યાત સ્ટોનમાંનો આ એક છે. તે ટિફ્નીના લાંબા સમયથી ચાલતા આવતા વારસાને સાતત્ય પુરું પાડે છે.

10 કેરેટથી વધુ વજન ધરાવતા આ લંબચોરસ કટનો એમરલ્ડ ડિસેમ્બર 2019માં ઐતિહાસિક પ્યુર્ટો આર્ટુરો શાફ્ટમાંથી કાઢવામાં આવ્યો હતો. આ એમરલ્ડ તેના અપવાદરૂપ ઉચ્ચ ક્લેરિટીને કારણે દુર્લભ છે. જે એમરલ્ડને ખૂબ ઊંચા સ્તરની ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા પ્રદાન કરે છે. જે તેના અસાધારણ રંગને વધુ પ્રકાશિત કરે છે એમ ટિફની તરફથી જાહેર કરાયું છે.

આ એમરલ્ડમાં કોઈ ક્રેક એટલે કે તિરાડ નથી. તે વર્ચ્યુઅલ રીતે ઈન્ક્લુઝન ફ્રી છે. માઈક્રોસ્ક્રોપથી જોતા તેમાં ખૂબ ઓછી માત્રમાં ઈન્ક્લુઝન જોવા મળે છે. જે મુઝો ખાણમાંથી મળતા એમરલ્ડની ઓળખ છે.

આ એમરલ્ડ સંપૂર્ણ રીતે ગાઢા લીલા રંગનો છે. જેના માટે મુઝો એમરલ્ડ પ્રખ્યાત છે. મોટું કદ, રંગ અને અપવાદરૂપ ક્રિસ્ટલ ક્લીયર ગુણવત્તાનું અનોખું સંયોજન આ એમરલ્ડને પ્રકૃતિના ચમત્કાર સમાન બનાવે છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS