Tiffany opened virtual store for Chinese customers
ફોટો સૌજન્ય : અલીબાબા ગ્રુપ ટિફની એન્ડ કંપનીના Tmall લક્ઝરી પેવેલિયન ફ્લેગશિપ સ્ટોરની બહાર બતાવે છે.
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી જ્વેલરી કંપની ટિફની એન્ડ કંપનીએ પેરિસમાં તેના ફ્લેગશિપ સ્ટોરના ડિજીટલ એન્ટરટેઈનમેન્ટ વર્ચ્યુલ સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોર વધુ ખર્ચ કરતા ચાઈનીઝ ગ્રાહકોને ટાર્ગેટ કરે છે.

લક્ઝરી ઈ કોમર્સ પ્લેટફોર્મ ટીમોલ લક્ઝરી પેવેલિયનના મુલાકાતીઓ વર્ચ્યુઅલ લા પ્લેસ વેન્ડોમ આઉટલેટ બ્રાઉઝ અને ખરીદી કરી શકશે. ટમોલ એ બીટુકોનલાઈન રિટેલ માટે ચાઈનીઝ ભાષાની વેબસાઈટ છે, જે 2008માં અલીબાબા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

ગયા વર્ષે 126 બિલિયન ડોલરની આવક આ વેબસાઈટે કરી હતી. તેનું લક્ઝરી પેવેલિયન હાઈ એન્ડ બ્રાન્ડ્સને સમર્પિત છે. જે ગ્રાહકોને ઈમર્સિવ અનુભવ આપે છે.

ટીમોલ લક્ઝરી પેવેલિયનના પ્રમુખ જેનેટ વાંગે કહ્યું કે, ટીમોલ લક્ઝરી પેવેલિયનની અગ્રણી ઓપરેશનલ ક્ષમતાઓ ટિફનીને ટાર્ગેટેડ ગ્રાહકો સાથે તેના જોડાણે વધુ મજબૂત બનાવવામાં અને લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ કરવામાં મદદ કરશે.

ટિફની પાસે શાંઘાઈમાં 7 સહિત ચીનમાં કુલ 41 ઈંટ અને મોર્ટાર સ્ટોર્સ છે. ટીફનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ એન્થોની લેડુએ કહ્યું કે, આ સ્ટ્રેટજીકલ એક્સપાન્શન ચીનમાં અમારા કસ્ટમર પ્રત્યેની અમારી લાંબા સમયના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

હાઉસના પ્રતિષ્ઠિત કલેક્શનને વધુ વ્યાપક ગ્રાહકો સુધી લઈ જાય છે. તેમને ટિફની કંપનીની અસાધારણ કલાત્મકતા અને વારસાનો અનુભવ કરવા આમંત્રણ આપે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH