ટાઇટન કંપનીએ નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 20%નો વધારો નોંધાવ્યો હતો. જેમાં કંપનીની જ્વેલરી ડિવીઝનનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. પહેલાં ક્વાર્ટર દરમિયાન ટાઇટને કુલ 18 સ્ટોર્સ ઉમેરીને તેની જ્વેલરી રિટેલ સેક્ટરનો વિસ્તાર કર્યો છે. કેરેટલેનના 233 સ્ટોર્સ સહિત કંપનીની જ્વેલરી રિટેલ ફૂટપ્રિન્ટને 792 સ્ટોર્સ સુધી પહોંચાડી હતી.
ટાઇટને જણાવ્યું હતું કે, જ્વેલરી ડિવિઝને નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં 21% વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન બાયર્સની સંખ્યામાં વૃદ્ધિ સરેરાશ ટિકિટ સાઈઝમાં વૃદ્ધિને વટાવી ગઈ છે. સમગ્ર ક્વાર્ટર દરમિયાન સોનાના ભાવમાં નોંધપાત્ર અસ્થિરતા હોવા છતાં એપ્રિલમાં અક્ષય તૃતીયાના શુભ અવસર દરમિયાન વેચાણ અને જૂનમાં લગ્ન-સંબંધિત ખરીદીઓ મજબૂત રહી હતી. ગોલ્ડ અને સ્ટડેડ બંને કેટેગરીઓએ એકંદર ઉત્પાદન મિશ્રણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યા વિના સારું પ્રદર્શન કર્યું હતું.
ટાઇટને જણાવ્યું હતું કે, નવા સ્ટોર એડિશન્સ, ગોલ્ડન હાર્વેસ્ટ સ્કીમ્સ અને એક્સચેન્જ પ્રોગ્રામ્સે ડિવિઝનની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે.
નોંધનીય છે કે, ટાઇટનના રૂફ હેઠળની લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ તનિષ્કનો શારજાહમાં એક નવો સ્ટોર ઉમેરાયો છે, જેના લીધે કંપનીની આંતરરાષ્ટ્રીય પોઝિશનનો વિસ્તાર થયો છે. તેના લીધે GCC પ્રદેશમાં કંપનીના કુલ સ્ટોરની સંખ્યા 7 થઈ ગઈ છે. તે પૈકી યુએસએમાં 1 સ્ટોર છે. સ્થાનિક સ્તરે તનિષ્કે 9 નવા સ્ટોર ઉમેર્યા, જ્યારે તનિષ્કના મિયાએ ક્વાર્ટર દરમિયાન 8 સ્ટોર ખોલવામાં આવ્યા છે.
2022-23ના વાર્ષિક અહેવાલમાં કંપનીએ જણાવ્યું હતું કે, તે નાણાકીય વર્ષ 2023-24ના અંત સુધીમાં 25 આંતરરાષ્ટ્રીય સ્ટોર્સમાં તેની આંતરરાષ્ટ્રીય હાજરીને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા ધરાવે છે, જેમાં મુખ્યત્વે GCC પ્રદેશમાં વધારાને કારણે વૃદ્ધિ થઈ રહી છે.
કેરેટલેન, ટાઇટનની ઓનલાઈન જ્વેલરી બ્રાન્ડ અક્ષય તૃતીયા દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીએ ‘અદા’ ડાયમંડ કલેક્શન લૉન્ચ કર્યું છે. બાળકો માટે ‘મિનિઅન X’ લૉન્ચ કર્યું છે. આ ઉપરાંત નવા માઇક્રો-ક્રિએશન દ્વારા 32% ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. જ્વેલરી ગિફ્ટિંગ માટેના પ્રસંગો જેમ કે ‘ફર્સ્ટ સેલરી ગિફ્ટિંગમાં કંપનીએ સ્થાનિક સ્તરે 11 નવા સ્ટોર ઉમેર્યા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM