Titans jewellery segment revenue rose 9 per cent in the prior quarter
ફોટો : રૂટેડ કલેક્શનમાંથી રોયલ ફ્લાયકેચર (સૌજન્ય : ઝોયા)
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ટાઈટન કંપની લિમિટેડે તેના જ્વેલરી ડિવિઝનમાં પ્રશંસનીય કામગીરી કરી છે. કંપનીએ 30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા FY25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 9%ના વાર્ષિક દરે વૃદ્ધિ નોંધાવી હતી. જોકે, કંપનીએ સોનાના ઊંચા ભાવો અને ઉપભોક્તા સેન્ટિમેન્ટને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

જ્વેલરી સેગમેન્ટમાં કંપનીના તનિષ્ક, મિયા અને ઝોયા જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આ તમામ બ્રાન્ડસે સ્થાનિક બજારમાં વાર્ષિક ધોરણે આશરે 8% વૃદ્ધિ નોંધાવી છે. આ વૃદ્ધિ મુખ્યત્વે સરેરાશ વેચાણ કિંમતોમાં વધારાને કારણે થઈ હતી.

જોકે ખરીદદારોની સંખ્યામાં માત્ર નીચા સિંગલ-ડિજિટનો વધારો જોવા મળ્યો હતો. અક્ષય તૃતીયાના શુભ સપ્તાહે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં તનિષ્કના સેકન્ડરી વેચાણમાં બે આંકડાની વૃદ્ધિ જોવા મળી હતી.

જોકે, સોનાના ઊંચા ભાવ જેમાં વાર્ષિક ધોરણે આશરે 20% નો વધારો જોવા મળ્યો હતો, તેણે ગ્રાહક માંગને અસર કરી હતી. વધુમાં ક્વાર્ટર દરમિયાન લગ્નના ઓછા દિવસોએ FY24ના Q1 ની તુલનામાં પ્રમાણમાં એકંદરે મ્યૂટ સેન્ટિમેન્ટ્સ તરફ દોરી ગઈ હતી.

આ પડકારો હોવા છતાં ડિવિઝન તેના 699 કુલ સ્ટોર્સ સુધી વિસ્તરણ કરવામાં સફળ રહ્યું હતું જેમાં ભારતમાં 11 તનિષ્ક સ્ટોર્સ, 19 મિયા સ્ટોર્સ અને 3 ઝોયા સ્ટોર્સ સહિત 33 નવા સ્ટોર્સ ઉમેરાયા. તનિષ્કે મસ્કત, ઓમાનમાં એક નવો સ્ટોર ખોલીને તેની આંતરરાષ્ટ્રીય હાજરી પણ દર્શાવી છે.

કેરેટલેનનો બિઝનેસ વાર્ષિક ધોરણે લગભગ 18% વધ્યો છે. બિઝનેસે ક્વાર્ટરમાં ત્રણ નવા સ્થાનિક સ્ટોર્સ ઉમેર્યા અને સમગ્ર ભારતમાં તેની નેટવર્ક હાજરી 275 સ્ટોર્સ સુધી વિસ્તરી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant