Two diamond brokers of mini bazaar arrested for forcing diamond dealer to commit suicide
- Advertisement -MASSIVE TECH LAB

DIAMOND CITY NEWS, SURAT

વરાછા મીનીબજારમાં ઓફિસ ધરાવતા હીરા વેપારીના આપઘાતના બનાવમાં બે હીરાદલાલ આગોતરા જામીન સાથે હાજર થયા હતા. સરથાણા પોલીસે બંનેની ધરપકડ કરી જામીન મુક્ત કર્યા હતા.

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લસકાણા એન્જલ પેલેસમાં રહેતા તેમજ વરાછા મીનીબજાર ક્રિસ્ટલ ચેમ્બર્સમાં અયાન ઇમ્પેક્સના નામે રોહિત આકોલિયા અને અન્યો સાથે ભાગીદારીમાં દક્ષિણ આફ્રિકાથી હીરા લાવી તેને પોલીશ્ડ કરી મુંબઈમાં વેચતા 45 વર્ષીય અશ્વિનભાઈ રણછોડભાઈ વેકરિયાએ સવા મહિના અગાઉ સરથાણા યોગીચોક ખોડલ રેસ્ટોરન્ટની બાજુમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. તેમના ભાગીદારે દક્ષિણ આફ્રિકાથી હીરા મંગાવી બારોબાર વેંચી દીધા હતા અને ભાગીદાર તથા રોકાણકારોને નફો આપ્યો નહોતો.

રોકાણકારો વેપારી પાસે ઉઘરાણી કરતા હતા. જેથી કંટાળી તેમને આ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી હતી અને તેમાં બે હીરા દલાલ વિજયભાઈ વશરામભાઈ ધામેલીયા (ઉ.વ. 34, રહે. કાવેરી હેબીટેટ, વિટીનગર રોડ, સરથાણા તથા મૂળ ભાવનગર) અને અલ્પેશભાઈ બાલુભાઈ સિરોયા (ઉ.વ. 42, રહે. અશ્વિન-3 સોસાયટી, ખોડિયારનગર, વરાછા તથા મૂળ વિસાવદર, જી. જૂનાગઢ) ગઈકાલે આગોતરા જામીન સાથે હાજર થતા તેમની ધરપકડ કરી જામીન મુક્ત કરાયા હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS