અમેરિકામાં બારમાં બે ઝવેરી બાખડ્યા, એકનું મોત થયું

બંને જણા બારમાં દારૂ પી રહ્યાં હતાં ત્યારે ન્યુયોર્કના ઝવેરી 41 વર્ષીય વોલ્ટને વેસ્ટ વર્જિનિયાના જ્વેલર એન્ટિગરને ધક્કો માર્યો હતો.

Two jewellers clashed in a bar in America, one died
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના 69 વર્ષીય ઝવેરી ડેવિડ એન્ટિગરના મૃત્યુના કેસમાં અન્ય એક ઝવેરીને આવતા મહિને અમેરિકાની કોર્ટમાં હાજર થવાના આદેશ થયા છે. 41 વર્ષીય ઝવેરી ડેવિડ વોલ્ટને આવતા મહિને 9 મેના રોજ ડલાસ ટેક્સાસમાં ગ્રેન્ડ જ્યુરી સામે હાજર થવું પડશે. ડેવિડ વોલ્ટન પર ગંભીર હુમલો કરી ઝવેરી ડેવિડ એન્ટિગરની હત્યા કરવાના આરોપ છે.

કેસની વિગત એવી છે કે બંને ઝવેરીઓ માર્ચ મહિનામાં હિલ્ટન એનાટોલ હોટેલ ખાતે ઇન્ડિપેન્ડન્ટ જ્વેલર્સ ઓર્ગેનાઇઝેશન (IJO) શોમાં હાજરી આપવા ગયા હતા. અહીં બંને જણા બારમાં દારૂ પી રહ્યાં હતાં ત્યારે ન્યુયોર્કના ઝવેરી 41 વર્ષીય વોલ્ટને વેસ્ટ વર્જિનિયાના જ્વેલર એન્ટિગરને ધક્કો માર્યો હતો. પોલીસે ધ ડલ્લાસ મોર્નિંગ ન્યૂઝ દ્વારા જોવામાં આવેલી ધરપકડ-વોરંટ એફિડેવિટમાં લખ્યું હતું.

એટિંગર જે થોડા સમય પહેલાં જ નિવૃત્ત થયો હતો અને જે તેની પત્ની સાથે શોમાં ભાગ લઈ રહ્યો હતો. તે વોલ્ટનના ધક્કાના લીધે ફ્લોર પર પડ્યો હતો અને તેના માથા પર ગંભીર ઈજા થઈ હતી. આ ઇજાઓને કારણે બાદમાં તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ આવે તે પહેલા જ ઘટના સ્થળેથી વોલ્ટન ભાગી ગયો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS