ભારત – યુએઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ – કોમ્પ્રિહેન્શિ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (CEPA) હેઠળ હીરા, ઝવેરાત ઉદ્યોગ માટે દુબઈથી ઇમ્પોર્ટ થતાં સોનાનાં કન્સાઈન્મેન્ટ કસ્ટમે અટકવતાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની ચિંતા વધી છે. મોટા ભાગના કન્સાઈન્મેન્ટ મુંબઈ, સુરત, જયપુર, દિલ્હીના ઉદ્યોગકારોનાં અટકાવવામાં આવ્યા છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)નાં ગુજરાત રીજ્યનનાં પ્રેસિડેન્ટ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, CBIC નોટિફિકેશન 31/2024 જારી કરવા છતાં, કસ્ટમ UAE CEPA કરાર હેઠળ સોનાની આયાતને ક્લિયર કરી રહ્યું નથી. શા માટે આજે કસ્ટમ દ્વારા UAE-CEPA કરાર હેઠળ લાવવામાં આવેલા તમામ સોનાની આયાતની કસ્ટમ ક્લિયરન્સ હોલ્ડ પર રાખવામાં આવી છે? એ અંગે સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે.
કેન્દ્રીય બજેટમાં હીરા, ઝવેરાત ઉદ્યોગ માટે નાણાં મંત્રીએ રાહતો જાહેર કરી એ પહેલા ઇન્ડિયા – UAE CEPA હેઠળ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને સોનાની આયાત પર ડ્યુટીમાં એક ટકાની રાહત આપવામાં આવતી હતી. ત્યારે સોના પર 12.5 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને સેસ મળી 15 ટકા ડ્યુટી થતી હતી.
પણ કેન્દ્રીય બજેટ 2024 સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 6% અને પ્લૅટિનમ પર 6.4% સુધીનો ઘટાડો કરી ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. ત્યારે આયાતી સોનું સસ્તું થયું હોવાથી સરકાર ઇન્ડિયા – UAE CEPA હેઠળ એક ટકાની ડ્યુટી રાહત ચાલુ રાખવાના મૂડમાં જણાતી નથી.
કસ્ટમ વિભાગ કહે છે કે, બજેટ પછી આયાતી ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટીમાં રાહત મામલે સ્પષ્ટતા ન હોવાથી અગાઉના ડિસ્કાઉન્ટ દરે સોનાની ડિલિવરી અટકાવી છે. એક બે દિવસમાં મામલો ક્લિયર થઈ જશે. ગ્લોબલ રિફાઇનર્સ વૅલ્યુ એડિશન માટે ગોલ્ડ 1% સસ્તું અને FTA હેઠળ 3% ઓછા દરે આપતા હતા.
જ્યારે ભારતમાં કસ્ટમ ડ્યુટી સોના પર 12.5 ટકા હતી. ભારત 1% ટૅરિફ કન્સેશન સાથે યુએઈમાંથી વાર્ષિક 200 મેટ્રિક ટન સોનું આયાત કરવા સંમત થયું છે અને તેના કારણે સોનાની આયાત FY23માં $3 બિલિયનથી વધીને FY24માં $7.6 બિલિયન થઈ છે, જેના કારણે ભારતને FY24માં આવકમાં 635 કરોડ નુકસાન થયું હતું.
યુએઈમાંથી 2023-24માં સોના, ચાંદીની આયાતમાં 210%નો વધારો થયા પછી ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટીવ (GTRI) દ્વારા ભારત – યુએઈ FTA માં ડ્યુટી રિવિઝન કરવાની ભલામણ ભારત સરકારને કરવામાં આવી હતી. કારણ કે, યુએઈનાં દુબઈ, શારજાહ અને અબુધાબી જેવા શહેરોમાંથી એર માર્ગે સોનાની દાણચોરી ખૂબ વધી ગઈ હતી.
UAEથી ભારતમાં સોના અને ચાંદીની નિકાસ 210% થી વધીને $3.5 બિલિયન થી $10.7 બિલિયન થઈ હતી, જ્યારે UAEમાંથી ભારતની કુલ આયાત FY23ના $53.2 બિલિયનથી FY24માં $48 બિલિયન પર 9.8% ઘટી હતી. ભારતમાં સોના, ચાંદી અને જ્વેલરી પર 15%ની ઊંચી આયાત ડ્યુટી દાણચોરીની સમસ્યાના મૂળમાં હતી જે ભારત સરકારે તોડી પાડી છે.
UAEમાંથી ચાંદીની આયાત 2023-24માં 1.74 બિલિયન ડોલર જેટલી વધીને 2022-23માં 29.2 મિલિયન ડોલરની નજીવી થઈ હતી, કારણ કે ભારતે અન્ય દેશોમાંથી CEPA હેઠળ 8% ડ્યુટી વસૂલ કરી હતી. મોટા 7% ટૅરિફ આર્બિટ્રેજને પરિણામે FY24માં ભારતને 1,010 કરોડની આવક ગુમાવવી પડી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube