દક્ષિણ આફ્રિકામાં 100 જેટલા ગેરકાયદેસર ખાણ કામદારોના મોત, ૫૦૦થી વધુ હજુ પણ ફસાયેલા

સોનું ખોદવા ખાણમાં ઉતરેલા ૬૦૦ જેટલા ખાણીયાઓ પૈકી ૧૦૦ જેટલા ભૂખ-તરસથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Up to 100 illegal miners dead in South Africa more than 500 still trapped-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

દક્ષિણ આફ્રિકાની બંધ થઈ ગયેલી ગોલ્ડ માઈનમાંથી બાકી રહેલું જે કઈ અને જેટલું સોનું મળી આવે, તે ખોદવા ખાણમાં ઉતરેલા ૬૦૦ જેટલા ખાણીયાઓ પૈકી ૧૦૦ તો ભૂખ-તરસથી મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં હજી પણ બીજા ૫૦૦ ખાણીયાઓ ફસાયેલા રહ્યા છે.

આ પૈકી બચી ગયેલા કેટલાક ખાણીયાઓએ બહાર આવી તેઓના મોબાઇલ-ફોન ઉપર આ માહિતી આપી હતી. જેનાં ભૂગર્ભમાં મૃત્યુ પામેલ ખાણીયાઓના મૃતદેહો, પ્લાસ્ટીકમાં વીંટાળાયેલા જોવા મળતા હતા. તેમ માઈનિંગ એફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન ગ્રુપ (MACUA) દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.

MACUA અનુસાર, પોલીસે તેમને શરણે થવાનો આદેશ આપતા કહ્યું હતું કે, જો શરણે થશો તો તમને બચાવી લેશું પરંતુ કામદારોએ ના પાડ્યા પછી, પોલીસે ખાણમાં પ્રવેશવા અને બહાર નીકળવાં માટે ઉપયોગમાં લેવાતા દોરડા અને પુલીને હટાવી દીધા. આ પછી કામદારો ખાણમાં ફસાયા હતા.

તે ગ્રુપના નેતા સાબેલો મંગુનીએ વધુમાં જણાવ્યું હતું કે, હજી સુધીમાં ૧૮ શબ બહાર કાઢી શકાયા છે. તે પૈકી ૯ તો તે સમાજે જ બહાર કાઢ્યા છે. બાકીના સરકારી કર્મચારીઓએ બહાર કાઢ્યા છે. જ્યારે બચી ગયેલા ૨૬ને સોમવારે બહાર કાઢવામાં આવ્યા હતા.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના જણાવ્યા અનુસાર, અમુક જગ્યાએ સોનાના ભંડાર મળ્યા પછી પણ તેના ખાણકામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે સમય, નાણાકીય સંસાધનો અને ઘણા નિષ્ણાતોની જરૂર છે. સોનાના ભંડારના પ્રારંભિક પુરાવા મળ્યા પછી વધુ ખાણકામની સંભાવના 1% કરતા ઓછી છે. આ જ કારણ છે કે વિશ્વની માત્ર 10% સોનાની ખાણોમાં ખાણકામ માટે પૂરતું સોનું છે.

Up to 100 illegal miners dead in South Africa more than 500 still trapped-2

પોલીસ પ્રવક્તા બ્રિગેડીઅર સેબાના મોકગ્વાબોનેએ પત્રકારોને જણાવ્યું હતું કે આટલા શબને બહાર કઢાયા છે, આટલાને બચાવી લેવાયા છે, સાથે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ”વાસ્તવમાં સત્તાવાર ગોલ્ડ-માઈન કંપનીઝ દ્વારા કાયદેસર સોનું ખોદવામાં આવે પરંતુ વેઈન્સમાં સોનું લગભગ ખતમ થઈ ગયું હોવાથી તેઓ ખાણ બંધ કરી દે છે. તેની આડા પથ્થર મુકી દે છે. તે પછી આ ગેરકાયદેસર ખાણીયાઓ મોટા પથ્થરો ખસેડી દોરડા બાંધી ખાણમાં ઉતરે છે અને જનરેટર્સ પણ સાથે લઈ જાય છે. પરંતુ ઘણીવાર બહાર નીકળી શકતા નથી. ખાધાખોરાકી પાણી ખૂટી પડતા ભૂખ તરસથી મૃત્યુ પામે છે. આ કરૂણ બાબત છે.”

”પોલીસ અનેકવાર ચેતવે છે. છતાં સમજતા નથી. પોલીસ ઉપર આવવાના તેમના દોરડા કાપી બહાર નીકળવાનો માર્ગ બંધ કરી શરણે થવાનો આદેશ આપતા કહે છે, જો શરણે થશો તો તમને બચાવી લેશું પરંતુ તેઓ સાથ આપવાને બદલે વધુ દૂર ચાલ્યા જાય છે. છેવટે મૃત્યુ પામે છે. આ ઘણી દુઃખદ બાબત છે. તેઓ પાણી, ખોરાક વગેરે તો લઈ જાય જ છે. પરંતુ તે ખૂટે તો મોબાઇલ દ્વારા બહાર રહેલા તેમના સહાયકોનો સંપર્ક સાધીને પ્રાપ્ત કરે છે.”

દુર્ભાગ્યે બન્યું એવું કે પોલીસને દૂરથી આવતા જોઈને સહાયકો નાસી ગયા. પોલીસને કશી શંકા પહેલાં તો ગઈ નહીં. દરમિયાન પાણી વિના ત્રણેક દિવસમાં કેટલાય મૃત્યુ પામ્યા હશે. તેમાં પોલીસનું માનવું છે કે સાથે કેટલાકને ડી-હાઈડ્રેશન પણ થયું હશે. ટૂંકમાં આવું ઘણીવાર ઘણા સ્થળોએ થાય છે જે ઘણું દુઃખદ છે. તેમ પણ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS