ગયા મહિને લુઇસવિલે, કેન્ટુકીમાં યુએસ કસ્ટમ અધિકારીઓ દ્વારા $27.5 મિલિયનના “જો અસલી” મૂલ્યના નકલી ડિઝાઈનર ઝવેરાત અને ઘડિયાળો જપ્ત કરવામાં આવી હતી.
કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP)એ જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં તેનો “ખૂબ જ વ્યસ્ત મહિનો” રહ્યો હતો અને તેમણે 28 શિપમેન્ટ અટકાવ્યા હતા, જેમાંથી મોટાભાગની ચીન અને હોંગકોંગથી આવી હતી.
શિપમેન્ટમાં નકલી ડિઝાઈનર ઘડિયાળો, બંગડીઓ, વીંટીઓ, ગળાનો હાર અને કાનના બુટ્ટીઓ હતા. CBPએ વધુ વિગતો આપી નથી.
CBPએ જણાવ્યું હતું કે, જ્વેલરી અને ઘડિયાળો અત્યાર સુધી જપ્ત કરાયેલી સૌથી કિંમતી નકલી વસ્તુઓ છે, અને લગભગ 90 ટકા નકલી વસ્તુઓ ચીન અને હોંગકોંગમાંથી જપ્ત કરવામાં આવે છે.
CBPના લાફોન્ડા ડી. સટન-બર્કે જણાવ્યું હતું કે, “નકલી વસ્તુઓ નબળી ગુણવત્તાવાળી પ્રોડક્ટ છે જે યુએસ વ્યવસાયોને દર વર્ષે અબજો ડોલરનું નુકસાન પહોંચાડે છે જ્યારે આપણા દેશની નોકરીઓ અને કર આવક લૂંટે છે”.
તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, “મારી ફિલ્ડ ઓફિસમાં CBP અધિકારીઓ નકલી દાણચોરી રોકવા, સંગઠિત ગુનાઓમાંથી નફો મેળવવા અને સંભવિત જોખમી નકલોથી આપણા સમુદાયોને બચાવવા માટે પ્રતિબદ્ધ છે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube