રશિયન માઇનર્સ અને પ્રતિબંધિત સંસ્થાઓ સાથેના સંબંધોની શંકાને કારણે ભારતીય હીરાઉદ્યોગકારોનું 215 કરોડ રૂપિયાનું ફંડ અમેરિકાએ રોકી દીધું

રશિયા પર અમેરિકાનો પ્રતિબંધ હોવા છતા ઉદ્યોગકારોએ રશિયાથી રફ ડાયમંડ આયાત કર્યા, પરિણામે, રફ હીરાના વિક્રેતાઓને અપેક્ષિત ચુકવણી કરવામાં આવી નથી

US freezes Rs 215 crore fund of Indian diamond industry over suspected links with Russian miners and banned organizations
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

The Office of Foreign Assets Control (OFAC) એ ભારતીય જ્વેલર્સની માલિકીની કેટલીક ઓફશોર કંપનીઓ સામે પગલાં લીધાં છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, OFAC દ્વારા આશરે 26 મિલિયનડોલર (અંદાજે215 કરોડ)ના ફંડ ટ્રાન્સફરને સ્થગિત કરી દેવામાં આવ્યું છે આ ફંડને અટકાવી દેવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે રશિયા પર અમેરિકાનો પ્રતિબંધ હોવા છતા ઉદ્યોગકારોએ રશિયાથી રફ ડાયમંડ આયાત કર્યા હતા. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં આ વાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પગલાથી યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં ભારતીય ડાયમંડ હાઉસની પેટાકંપનીઓને ફટકો પડ્યો છે, જેમની ડોલરની ચુકવણી રશિયન માઇનર્સ અને પ્રતિબંધિત સંસ્થાઓ સાથેના સંબંધોની શંકાને કારણે રોકી દેવામાં આવી છે.

પરિણામે, રફ હીરાના વિક્રેતાઓને અપેક્ષિત ચુકવણી કરવામાં આવી નથી, જેમ કે US સત્તાવાળાઓ દ્વારા સપ્લાયર્સના નોસ્ટ્રો એકાઉન્ટ્સનું સંચાલન કરતી બેંકોને સૂચના આપવામાં આવી હતી એવી ડાયમંડ ઉદ્યોગમાં ચર્ચા છે.

ડાયમંડ ટ્રેડ કોમ્યુનિટી, તેમના ક્લોઝ-નિટ નેટવર્ક માટે જાણીતા છે, હવે પરિસ્થિતિને ખાળવા અને ભંડોળના આ સ્થિરતાને કારણે થતા નુકસાનને ઘટાડવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરી રહ્યા છે. ક્લોઝ-નિટ ગ્રૂપ એ નેટવર્ક છે જેમાં પાવરનું વ્યાપકપણે વિતરણ થાય છે અને અનૌપચારિક નિયંત્રણને લગતી માહિતી નેટવર્ક સભ્યો વચ્ચે સરળતાથી ફરે છે. સામાન્ય રીતે, ક્લોઝ-નિટ જૂથો પુનરાવર્તિત ખેલાડીઓથી બનેલા હોય છે જેઓ એકબીજાને ઓળખે છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચૅરમૅન વિપુલભાઈ શાહે આ મામલો વાણિજ્ય મંત્રાલય અને UAEમાં ભારતીય દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે.

ઇકોનોમિક ટાઇમ્સમાં GJEPCના ચૅરમૅન વિપુલભાઇ શાહને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, એક ઇન્ડસ્ટ્રી બોડી તરીકે અમે, વાણિજ્ય મંત્રાલય અને UAEમાં ભારતીય દૂતાવાસ સાથે આ મામલો ઉઠાવ્યો છે કારણ કે આયાત માટે ચૂકવણી ભારતીય હીરા કંપનીઓની UAEની પેટાકંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. લગભગ 26 મિલિયન ડોલર જેમાં લગભગ એક ડઝન પેમેન્ટનો સમાવેશ થાય છે જેની ચુકવણીઓ અટકી ગઈ છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકન સરકારના એક વિભાગ, OFAC દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી, G7 નેતાઓ દ્વારા 24 ફેબ્રુઆરીએ તેમના નિવેદનમાં વ્યક્ત કરવામાં આવેલા વલણ સાથે જોડાયેલ હોઈ શકે છે, જેમાં હીરાની નિકાસમાંથી રશિયાની નોંધપાત્ર આવકને સંબોધવામાં આવી હતી.

સ્મિતાલ જેમ્સના સ્થાપક અને GJEPCના વાઇસ-ચેરમેન કિરીટ ભણશાલીએ ખુલાસો કર્યો હતો કે G7 દેશો સાથે આગામી ચર્ચાઓ થશે. ભારત સરકાર US સરકારના હિતોનો આદર કરતી વખતે રફ હીરાના સતત પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે સામાન્ય ગ્રાઉન્ડ શોધવાનું લક્ષ્ય રાખે છે.

ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ક્વોટમાં ભણશાલીએ કહ્યું છે કે,અમારા કેટલાક દુબઈ સ્થિત આયાતકારો કે જેમણે ત્યાંની બેંકો દ્વારા રેમિટન્સ કર્યું છે તેમને લગભગ છ મહિનાથી ચૂકવણી મળી નથી. UAE સરકાર અને દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરે આ મામલો OFAC સાથે ઉઠાવ્યો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS