ફેબ્રુઆરી મહિનામાં યુએસના માર્કેટમાં જ્વેલરીનું વેચાણ વધ્યું હતું. કારણ કે આ મહિનામાં વેલેન્ટાઈ ડે હતો. વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ માટેની જ્વેલરીની ડિમાન્ડ વધવાના લીધે વેચાણમાં ઉછાળો આવ્યો હતો.
માસ્ટરકાર્ડ સ્પેન્ડિંગ પલ્સના રિપોર્ટમાં એવી વિગતો ટાંકવામાં આવી હતી કે વેલેન્ટાઈનની રજાઓમાં તેઓના જ્વેલરી કલેક્શનના વેચાણમાં વધારો થયો હતો. કંપનીએ જ્વેલરીના વેચાણનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી પરંતુ તેઓના વેચાણમાં 3.9 ટકાનો વધારો થયો હોવાનું નોંધ્યું હતું.
ખાસ કરીને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની આવકમાં 6 ટકાનો વધારો થયો હતો. જે વેલેન્ટાઈનની શોપિંગને આભારી હતો. જાન્યુઆરની સરખામણીએ ફેબ્રુઆરીમાં વેચાણ વધ્યું હતું. વેલેન્ટાઈનના સેલિબ્રેશનમાં પ્રેમીઓએ ઘરેણાંની ખરીદી પાછળ ધૂમ રૂપિયા ખર્ચ્યા હતા.
વાર્ષિક સરેરાશ કાઢવામાં આવે તો 6.5 ટકાનું વેચાણ વધ્યું હતું. રિટેલમાં આ સરેરાશ 7 ટકાની નોંધાઈ હતી. યુએસના ઘણા ભાગોમાં ભારે શિયાળાના ઠંડા વાતાવરણ વચ્ચે ઈ કોમર્સનું સેલિંગ પણ 13 ટકા વધ્યું હતું. સ્ટોર્સમાં વેચાણ 5.5 ટકા વધ્યું હતું.
માસ્ટરકાર્ડના સિનિયર કન્સલ્ટન્ટ સ્ટીવ સડોવે જણાવ્યું હતું કે, “તહેવારોની સિઝનના લીધે ફેબ્રુઆરીમાં ગ્રાહકોએ વધુ ખર્ચ કર્યો હતો. જેના લીધે માર્કેટ મજબૂત બન્યું હતું. જે વિસ્તારોમાં ફુગાવાની અસર દેખાઈ હતી ત્યાં કંપનીએ આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કર્યા હતા, તેનો પણ લાભ જોવા મળ્યો હતો. કંપનીએ ગ્રાહકોની ખર્ચની પેટર્નમાં આવેલા ફેરફારને પણ નોંધ્યા હતા. ગ્રાહકોએ ફેબ્રુઆરી મહિનામાં રેસ્ટોરન્ટ પાછળ 14 ટકા વધુ જ્યારે એરલાઈન્સની ટિકિટ માટે 16 ટકા વધારે ખર્ચ કર્યો હતો. તે ઉપરાંત રહેવા માટેનો ખર્ચ 43 ટકા વધ્યો હતો. વર્ષ 2022માં ઘટેલા ગ્રોથ બાદ આ વેચાણ વૃદ્ધિએ કંપનીને ફાયદો કરાવ્યો હતો. સ્પ્રિંગ સિઝનના બ્રેક બાદ ટ્રાવેલિંગની ડિમાન્ડમાં વધારાનો પણ ફાયદો થયો હતો.”
માસ્ટરકાર્ડ ઈકોનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના ઉત્તર અમેરિકાના મુખ્ય અર્થશાસ્ત્રી મિશેલ મેયરે જણાવ્યું હતું કે વર્ષ 2022ની સરખામણીમાં રિટેલ ખર્ચ સ્થિર દરે ધીમે ધીમે વધી રહ્યો છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM