અબજોપતિ ખાણિયા ડેન ગર્ટલર પરના પ્રતિબંધો યુએસ દૂર કરી શકે છે

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કોબાલ્ટ અને કોપરની ક્લીન એનર્જી મેળવવા માટે યુએસ ડેન ગર્ટલર પરના પ્રતિબંધો હટાવી શકે છે.

US may lift sanctions on billionaire miner Dan Gertler
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

રફ ડાયમંડના ખાણકામ ક્ષેત્રે મોટું નામ ધરાવતા અબજોપતિ બિઝનેસમેન ડેન ગર્ટલર પરના પ્રતિબંધોને યુએસ ગર્વમેન્ટ દૂર કરે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. વર્ષ 2017માં ગર્ટલર પર યુએસ દ્વારા પ્રતિબંધો લાદી તેમના એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કોબાલ્ટના અને કોપરની ક્લીન એનર્જી મેળવવા માટે યુએસ ડેન ગર્ટલર પરના પ્રતિબંધો હટાવી શકે છે. ગર્ટલર એક ઈઝરાયલી નાગરિક છે. ગર્ટલર એ વ્યક્તિ છે જેણે સૌથી પહેલાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં ડાયમંડ ક્ષેત્રે પોતાનું નસીબ ચમકાવ્યું હતું.

ડીઆરસીમાં તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓ અંગેના કેટલાંક આરોપોને લીધે વર્ષ 2017માં યુએસ ગર્વનમેન્ટે તેની પર પ્રતિબંધ મુકી તેના એકાઉન્ટ્સ તથા સંપત્તિ કબજે લીધી હતી.

યુએસના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તેના પર તત્કાલિન પ્રમુખ જોસેફ કાબિલા સાથેના સ્ટ્રાઈક સોદાનો આરોપ મુક્યો હતો, જેણે સ્ટેટને કરની આવકમાં 1.4 બિલિયન ડોલરનું નુકસાન કર્યું હતું.

મોસાદ ઈન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર યોસી કોહેન અને યુએસમાં ઈઝરાયલના એમ્બેસેડર રોન ડર્મન બંનેએ અગાઉથી ગર્ટલરના કેસની દલીલ કરી હતી. ગર્ટલરના પરોપકારી સ્વભાવ અને ઈઝરાયલના હિત માટેના મહત્ત્વપૂર્ણ સંબંધોને ટાંકીને તેની તરફેણ કરી હતી.

એવું કહેવાય છે કે અમેરિકા પ્રતિબંધોને હટાવવા અંગે વિચાર કરી રહ્યું છે. જેથી ગર્ટલરને તાજેતરમાં ડીઆરસીમાં કોબાલ્ટ અને કોપરની રોયલ્ટી મળી શકે છે. સાઉદી અરબને ખાણોમાં ભાગીદારી વેચવા અને અમેરિકામાં કેટલાંક ઉત્પાદનના અધિકાર આપવાની મંજૂરી મળી ગઈ છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલાં ગર્ટલર પર પ્રતિબંધ લાગુ કર્યા હતા. પોતાના રાષ્ટ્રપતિ પદના છેલ્લા દિવસોમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ એવો નિર્ણય છે જેને તેના ઉત્તરાધિકારી જો બિડેને થોડા જ અઠવાડિયામાં પલટી નાંખ્યો છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS