એક રિટેલ જ્વેલરે અનોખી ઓફર લૉન્ચ કરી છે. નેચરલ ડાયમંડ ખરીદનારાઓને આ જ્વેલર ફ્રીમાં 1 કેરેટ લેબગ્રોન ડાયમંડ આપવાનો દાવો કરી રહ્યો છે. આ સાથે જ જ્વેલરી રિટેલર એવું કહી રહ્યો છે કે તે ક્યારેય લેબગ્રોન ડાયમંડ વેચશે નહીં. કારણ કે લેબગ્રોન ડાયમંડ એક દિવસ નકામા થઈ જશે.
યુએસના ફિલાડેલ્ફિયા ખાતેની સ્ટીવન સિંગર જ્વેલર્સ કંપની દ્વારા આ ઓફર લૉન્ચ કરાઈ છે. આ જ્વેલર ખાણમાંથી શોધી કાઢવામાં આવેલા નેચરલ ડાયમંડમાંથી બનેલી એન્ગેજમેન્ટ રિંગની ખરીદી કરનારને એક કેરેટના લેબગ્રોન ડાયમંડ આપી રહી છે. આવા 600 લેબગ્રોન ડાયમંડ જ્વેલર આપશે. નેચરલ ડાયમંડ એન્ગેજમેન્ટ રિંગની પ્રારંભિક કિંમત 548 ડોલર છે.
રિટેલ જ્વેલરે 12મી ઓગસ્ટે આ ઓફર લૉન્ચ કરવા સાથે 100 અડધા કેરેટના રફ હીરા આપ્યા હતા.
આઈ હેટ સ્ટીવન સિંગરના સ્લોગન સાથે માર્કેટિંગ ઝૂંબેશ શરૂ કરનાર પીઆર સેવી સિંગરે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે પરંતુ હું જાણતો હતો કે જે કંઈપણ મોટા પાયે ઉત્પાદ કરી શકાય તે વસ્તુ ઝડપથી પોતાનું મૂલ્ય ગુમાવે છે. જે બરાબર થયું છે.
લેબગ્રોન ડાયમંડની કિંમત સતત ઘટી રહી છે તે સૌ કોઈ જોઈ રહ્યાં છે. મને તો લેબગ્રોન ડાયમંડ વેચવાનું યોગ્ય લાગતું નથી. કારણ કે તેઓ એક દિવસ નકામા થઈ જશે.
કંપની દાવો કરે છે કે તેઓ જે 600 લેબગ્રોન ડાયમંડ આપી રહ્યાં છે તે પાંચ વર્ષ પહેલાં માત્ર 3 મિલિયન ડોલરના હતા અને ત્યારથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. જોકે હવે કોઈ કહેતું નથી કે તેની કિંમત કેટલી છે. કંપનીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે હું તમને નકલી હીરાથી ઓછો પ્રેમ કરું છું એવું કોઈ કહેતું નથી.
સ્ટીવન ફક્ત નેચરલ અર્થ બોર્ન ડાયમંડ્સ વેચે છે. સ્ટીવને ક્યારેય લેબગ્રોન ડાયમંડ વેચ્યા નથી અને ક્યારેય વેચશે નહીં પરંતુ તે તેમને મફતમાં આપશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM