DIAMOND CITY NEWS, SURAT
છેલ્લાં કેટલાંય સમયથી રશિયન ડાયમંડ પર પ્રતિબંધ અંગે જી7 દેશોના સંગઠન અને યુરોપિયન દેશોમાં મડાગાંઠ ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એક કામચલાઉ આદેશ પર સિગ્નેચર કર્યા છે. આ આદેશ અંતર્ગત રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભલે દુનિયાના અન્ય કોઈ પણ દેશમાં તેનું ઉત્પાદન એટલે કે કટ એન્ડ પોલિશ્ડ થયા હોય પરંતુ જો તે રશિયન મૂળના ડાયમંડ છે તો તેની પર પ્રતિબંધ લાગુ થશે એવો આ કામચલાઉ આદેશમાં ઉલ્લેખ કરાયો છે.
માર્ચ 2022ના કાર્યકારી આદેશમાં સંશોધન કરી કેટલાક નિયમો ઉમેરી નવો કાર્યકારી આદેશ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં જાહેર કરાયો છે. તેની પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સિગ્નેચર કરતા તેનું મહત્ત્વ વધી જાય છે.
આ આદેશ સાથે જ અમેરિકામાં બિન ઔદ્યોગિક ડાયમંડની આયાત પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. જે સ્પષ્ટપણે પર્યાપ્ત પરિવર્તનની ખામીઓને દૂર કરે છે. આ અગાઉ ભારત અથવા અન્ય કટિંગ સેન્ટરોમાં પોલિશ થયેલા ડાયમંડને કાયદાકીય રીતે અમેરિકામાં પ્રવેશ મળતો હતો, પરંતુ જૂના અધ્યાદેશની ખામીઓને દૂર કરી હવે નવો અધ્યાદેશ જાહેર કરાયો છે.
જેમાં હીરાના ઉત્પાદન સેન્ટરોને યાદીમાં સામેલ કરાયા છે, જેની પર પ્રતિબંધ લાગુ કરાયો છે. ભલે તે ઉત્પાદકોને રશિયન સંઘની બહાર ઉત્પાદકોમાં સામેલ કર્યા હોય પરંતુ તે ઘણા ખરા અંશે પરિવર્તિત કરવામાં આવ્યો છે.
આ પરિવર્તન 6 ડિસેમ્બરે ગ્રુપ ઓફ સેવન (જી7)ના નેતાઓના નિવેદનને અનુરૂપ છે. જેમાં સભ્યોએ રશિયન ડાયમંડની આયાત પર પ્રતિબંધની અપીલ કરી હતી. તેમાં ત્રીજા દેશમાં રશિયન ડાયમંડની કટિંગ થઈ હોય તેનો પણ સમાવેશ કરવા અપીલ કરાઈ હતી.
જોકે, અમેરિકાએ પ્રતિબંધ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. તે ઉપરાંત પાછલા જાહેરનામાંમાં અમેરિકાએ રશિયન ડાયમંડની આયાત પર પ્રતિબંધ લાગુ કર્યો હતો જે હવે આયાત અને પ્રવેશ સુધી વિસ્તારવામાં આવ્યો છે. તેથી કોઈ પણ માર્ગે રશિયન ડાયમંડને અમેરિકામાં પ્રવેશ મળશે નહીં.
આ આદેશ ટેરિફ કોડ 7102.10 (વર્ગીકૃત ન કરાયા હોય તેવા ડાયમંડ), 7102.31 (રફ ડાયમંડ) અને 7102.39 (પોલિશ્ડ ડાયમંડ)ના ઉત્પાદન પર લાગુ પડે છે.
ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદથી અમેરિકામાં રશિયન ડાયમંડ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો હતો. પ્રતિબંધના આદેશમાં ખામીઓ છતાં કેટલાંક અમેરિકી રિટેલર્સ અને કન્ઝ્યુમર્સ સ્વૈચ્છિક રીતે રશિયન ડાયમંડનો બહિષ્કાર કર્યો હતો. ભલે તે ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડ કોઈ પણ દેશમાં થયા હોય.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે, પોતાના સહયોગી અને ભાગીદારો સાથે મળી રશિયન ડાયમંડ પર પ્રતિબંધ માટે વધુ મોટા કદમ ઉઠાવવામાં આવ્યા છે. રશિયાએ બળપૂર્વક યુદ્ધ છેડીને પડોશી યુક્રેન પર કબ્જો જમાવ્યો છે, જે ખોટું છે, તેથી તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી આવશ્યક છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM