UGC – લોકો દ્વારા, બ્રાન્ડ માટે…

UGC વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે, જેમ કે સોશિયલ મીડિયા અપડેટ્સ, સમીક્ષાઓ, બ્લોગ પોસ્ટ્સ, વિડિયોઝ અને પોડકાસ્ટ સહિત ઘણા સ્વરૂપોમાં આવે છે.

User Generated Content By People For Brands sameer joshi Diamond City 410
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ગયા અઠવાડિયે મારા દીકરાએ નામી બ્રાન્ડના ૪-૫ જોડી શૂઝ ખરીદ્યા. ઘરે આવી બધાને લાઈનમાં ગોઠવી ફોટો લીધો અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો અને લખ્યું; બેબીસ હેવ અરાઈવ્ડ. મેં કહ્યું કેમ બેબીસ તો કહે તે એક સ્લેન્ગ અર્થાત્ શબ્દ છે આવા પ્રોડક્ટને બતાવવા માટે.

બીજો કિસ્સો બન્યો મારા એક ક્લાઈન્ટ સાથે જેઓની બેબી મસાજ ઓઇલ અને ટીનેજ બાથ ક્લીન્ઝરની બ્રાન્ડ્સ છે. તેઓનું ઇન્સ્ટા પેજ ફોલો કરતી જે હાલમાં માતા બની છે તેણે રીક્વેસ્ટ મોકલી કે હું તમારી બેબી મસાજ ઓઈલની બ્રાન્ડ ખરીદી તેનો વિડિઓ મારા બાળક સાથે બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ જો તમને મંજૂર હોય તો. ક્લાઈન્ટ આવી રિક્વેસ્ટને કઇ રીતે ના પાડી શકે. તે વ્યક્તિએ સરસ મજાનો વિડિઓ બનાવી પોસ્ટ કર્યો.

ઘણીવાર આપણે આપણા પરિવારમાં કે પાડોશમાં જોતા હશું કે કોઈ નવું પ્રોડક્ટ ખરીદે તો તેનું અનબોક્સિંગ અર્થાત્ બોક્સમાંથી પ્રોડક્ટ જાણે કાંદાના પડ ખોલતા હોઇએ તેમ ખોલી સાથે તેની કૉમેન્ટ્રી આપી વિડિઓ શૂટ કરતા હોય છે. આ વિડિઓ ત્યારબાદ પોતાના સોશ્યિલ મીડિયા પર અપલોડ કરી લોકોને આની જાણ કરે છે.

આ બે વાતો કરવાનું કારણ તે આપણો આજનો વિષય છે. UGC (યુઝર જનરેટેડ કન્ટેન્ટ) અર્થાત્ તે લોકો જે તમારા ગ્રાહકો છે અથવા તમારી બ્રાન્ડને ચાહવા વાળો વર્ગ છે તેમના દ્વારા તમારા બ્રાન્ડ માટે બનતી કન્ટેન્ટ. UGC એ વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવે છે અને નહિ કે બ્રાન્ડ દ્વારા. UGC સોશિયલ મીડિયા અપડેટ્સ, સમીક્ષાઓ, બ્લોગ પોસ્ટ્સ, વિડિયોઝ અને પોડકાસ્ટ સહિત ઘણા સ્વરૂપોમાં આવે છે. તે ગ્રાહકો દ્વારા અનબોક્સિંગ વિડીયો, પ્રશ્ન અને જવાબ ફોરમ અથવા ફોટાઓ દ્વારા પણ શેર કરી શકાય છે જે તેમની ખરીદીઓ દર્શાવે છે.

હવે પ્રશ્ન થશે કે; આજના સમયમાં UGC ની આવશ્યકતા અને મહત્વ શું છે. સૌથી મોટી વાત તે છે કે આ કન્ટેન્ટ ઉપભોક્તા દ્વારા બનાવવામાં આવે છે અર્થાત્ તે ત્રીજી વ્યક્તિ કે પક્ષ તરફથી આવે છે. UGCનું કન્ટેન્ટ બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવતી એડ કે કન્ટેન્ટ કરતાં અધિકૃત અને વધુ અનુભવ આધારિત છે કારણ કે તેમાં કોઈ ફેબ્રિકેશન, ન જોઈતો શણગાર અથવા ફોટોશોપ સામેલ નથી.

તેના બદલે, તે વર્ડ-ઓફ-માઉથ જાહેરાતના આધુનિક સ્વરૂપ તરીકે કાર્ય કરે છે, જેણે હંમેશા ગ્રાહક ખરીદીના નિર્ણયોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ગ્રાહકની ખરીદી મુસાફરીના તમામ તબક્કામાં UGC નિર્ણાયક ભૂમિકા ભજવે છે, કારણ કે તે કસ્ટમર એંગેજમેન્ટ અને વેચાણને વધારવામાં મદદ કરે છે, પછી ભલે તે પેઇડ અથવા ઓર્ગેનિક પ્રયત્નો દ્વારા હોય.

સૌથી મોટો ફાયદો એટલે તમને આના દ્વારા ઑથેન્ટિસિટી મળે છે. આજકાલ, બ્રાન્ડ્સ માટે સ્પર્ધા ઘણી છે, ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા હંમેશા નવા આઈડિયા સાથે તૈયાર રહેવું પડે છે. જો તમે સતત ઓનલાઈન નથી દેખાતા તો લોકો તમને અવગણવાનું શરુ કરશે.

આવા સમયે ત્રીજી વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું કન્ટેન્ટ વધુ ઑથેન્ટિક ગણાશે, તમારા ગ્રાહકો તરફથી UGC કરતાં અન્ય કોઈ કન્ટેન્ટ વધુ અધિકૃત નથી. લોકો એવી બ્રાન્ડ પર વધુ વિશ્વાસ કરે છે કે જેનું કન્ટેન્ટ સામાન્ય ગ્રાહકો દ્વારા બનાવેલ હોય અને આ બ્રાન્ડને અર્થાત્ UGCને શેર કરશે અને નહિ કે કોઈપણ બીજા ઈનફ્લુએન્સર દ્વારા પ્રમોટ કરાયેલ ઉત્પાદન પર ઉપરાંત આના કારણે ખરીદવાની સંભાવના પણ વધે છે.

બીજો ફાયદો બ્રાન્ડ લોયલટી અર્થાત્ બ્રાન્ડ પર વફાદારી વધે છે. લોકોને પોતે બ્રાન્ડનો હિસ્સો છે તેમ લાગે છે કારણ તેમને બનાવેલું કન્ટેન્ટ બ્રાન્ડ ઉપયોગમાં લે છે. આનાથી બ્રાન્ડ તરફ વફાદારી અને આકર્ષણ સહજતાથી વધે છે. બ્રાન્ડ લોકો સાથે ઈન્ટરેક્શન કરે છે અને તેઓની સાથે થતી વાતચીતને પ્રતિસાદ સાંપડતા ગ્રાહક પોતાને તે સમુદાયનો ગણી તે સમુદાયના નિર્માણ અને વિકાસમાં મદદ કરે છે.

બીજા ફાયદાઓનો વિચાર કરીએ તો તે એક પ્રકારનો સામાજિક પુરાવો છે જે લોકો દ્વારા કહેવામાં આવે છે અને નહિ કે બ્રાન્ડ દ્વારા. આજે જ્યારે ગ્રાહકો ઓનલાઇન ખરીદીના અંતિમ તબક્કામાં હોય છે જ્યાં તમે તમારા પ્રેક્ષકોને કન્વર્ટ કરવા અને ખરીદી કરવા માટે પ્રભાવિત કરવા માગો છો; આવા સમયે UGC અધિકૃત સામાજિક પુરાવા તરીકે કાર્ય કરે છે કે તમારું ઉત્પાદન ખરીદવા લાયક છે. ઉદાહરણ તરીકે, તમારા પ્રેક્ષકો તમારી પ્રોડક્ટ પહેરે છે અથવા તેનો ઉપયોગ કરે છે તેવા જ લોકોને જુએ છે, જે તેમને ખરીદવાનું નક્કી કરવા માટે પ્રભાવિત કરે છે.

UGC એ તમારી કન્ટેન્ટમાં વૈવિધ્ય લાવવાની એક કોસ્ટ ઇફેક્ટીવ ઓછા ખર્ચાળ વાળી રીત છે. તમે જ્યારે એડ બનાવો છો, ઇન્ફ્લ્યુન્સરને રોકો છો ત્યારે તેનો ખર્ચ થાય છે પણ અહીં તમને લગભગ મફતમાં કન્ટેન્ટ મળી જાય છે. UGC તમને તમારા વ્યવસાયમાં સૌથી મહત્વપૂર્ણ લોકો સાથે જોડાવા માટે પરવાનગી આપે છે; તમારા પ્રેક્ષકો. મોટાભાગના લોકો તમારી ચેનલ પર પોતાને જોવા માટે ઉત્સાહિત થશે. નાની બ્રાન્ડ્સ માટે અથવા માત્ર શરૂઆત કરનાર માટે, UGC ઘણી વખત સસ્તી અને મેનેજ કરવા માટે સરળ હોય છે.

ઘણીવાર લોકો કન્ટેન્ટ બનાવી અપલોડ કરી નાખે છે અને મુશ્કેલીમાં મુકાય છે. આવા સમયે બ્રાન્ડ અને કન્ટેન્ટ બનાવવાવાળા બંને માટે ધ્યાન રાખવા જેવી વાતો: સૌપ્રથમ કન્ટેન્ટ બની ગયા બાદ લાગતાવળગતા લોકોની પરવાનગી લો જેથી તમારું કન્ટેન્ટ ઓફિશ્યિલ બને. જો તમે કોઈ મ્યુઝિક કે બીજી કોઈ સ્ટોક ઇમેજ, વિડીયો વાપર્યા હોય તો તેમને ક્રેડિટ આપો.

બ્રાન્ડે તેમને ક્યા પ્રકારનું કન્ટેન્ટ જોઈએ છે તેની માહિતી પહેલથી આપવી જોઈએ જેથી બ્રાન્ડની ગરિમા જળવાઈ રહે. આમ, UGCને એક સમજદારી ભરેલી વ્યૂહરચના સમજી અમલમાં મુકવામાં આવે તો બ્રાન્ડ્સ માટે તે એક વરદાન સાબિત થઇ શકે છે; જેના દ્વારા તે ફક્ત ગ્રાહકની પસંદીદી બ્રાન્ડ નથી બનતી પણ વેચાણના હિસ્સા સાથે માર્કેટ શેર પણ વધારે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS