Valentines Gift Survey conducted by Gemfields
ફોટો : ફેબર્જ X જેમફિલ્ડ્સ ટ્રિલેજ બ્રશ્ડ રૂબી હાર્ટ સરપ્રાઈઝ લોકેટ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

વેલેન્ટાઈન્સ ડે પર ગિફ્ટ તરીકે કલર્ડ જેમસ્ટોન પ્રત્યે લોકો કેવી લાગણી ધરાવે છે તે જાણવા માટે જેમફિલ્ડ્સ દ્વારા એક પબ્લિક સરવે હાથ ધરવામાં આવ્યો હતો.

ફાઈન્ડ આઉટ નાઉ મથાળા હેઠળ હાથ ધરાયેલા આ સરવેમાં તા. 8 થી 10 ફેબ્રુઆરી 2024 દરમિયાન 56,644 લોકોને આવરી લેવાયા હતા. તે તમામને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જવાબ આપનારાઓ માટે 524 વેલેન્ટાઈન્સ ડે માટે જેમ જ્વેલરીના સંભવિત બાયર્સ તરીકે ઉભરીને બહાર આવ્યા હતા.

રત્ન સાથે દાગીના ખરીદવાનું વિચારતાં લોકોમાં લગભગ અડધા (524માંથી 255, 48.6 ટકા જેટલા) બિગ થ્રીમાંથી એક એમરલ્ડ, રૂબી અથવા સેફાયર ખરીદવાનું વિચારી રહ્યાં હતાં. બાકીના 51.4 ટકા ડાયમંડ, એમિથિસ્ટ, મોતી અથવા અન્ય રત્ન જેવા વિકલ્પો પર નજર રાખી રહ્યાં હતાં.

કયું રત્ન ખરીદવું તે અંગેનો નિર્ણય મુખ્યત્વે તે ખરીદનાર અથવા તેમના જીવનસાથીની પસંદનો હતો. કેમ કે તેના દ્વારા તે પ્રભાવિત થતા હતા. ત્યાર બાદ તે તેમના અથવા તેમના જીવનસાથીનો જન્મ પત્થર અથવા તેમના વર્ષગાંઠના વર્ષનું પ્રતિનિધિત્વ કરે તે સંબંધિત હતો.

આ ડેટા 2024માં ભેગો કરાયો હતો. જેમફિલ્ડ્સ માટેના પ્રારંભિક તારણોને ચિહ્નિત કરે છે, જેઓ ભવિષ્યમાં કલર રત્નો પ્રત્યે ગ્રાહકોના વલણ પર દેખરેખ રાખવાનો ઈરાદો ધરાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant