હેરીટેજ ખાતે from Van Cleefના નેકલેસને અગાઉના અંદાજ કરતા બમણી રકમ મળી

વેચાણમાંથી મળેલી આવક, જેમાં 100 ટકા સેલ થ્રુ રેટ જોવા મળ્યો હતો. જેનો ફાયદો સુસાન મોરો લેજસી ફાઉન્ડેશનને થશે

Van Cleef necklace at Heritage fetched double the previous estimate
ફોટો : વેન ક્લીફ અને આર્પેલ્સ ઝિપ કલેક્શનમાંથી ગળાનો હાર. (હેરીટેજ ઓક્શન)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરના હેરીટેજ ઓક્શન જ્વેલરી સેલમાં વેન ક્લીફ એન્ડ આર્પેલ્સના ઝિપ કલેક્શનમાંથી એક નેકલેસને તેના અગાઉના ઉચ્ચ અંદાજ કરતા બમણી રકમ મળી છે. આ ઝીપ નેકલેસને 5,07,000 મિલિયન ડોલરની રકમ મળી છે.

આશરે 13 કેરેટના ગોળાકાર, ચોરસ અને એમરલ્ડ કટ સેફાયર તેમજ 6.10 કેરેટ હીરા ધરાવતો આ પીસ, Philanthropist સુસાન મોરોની માલિકીના દાગીના, હેન્ડબેગ્સ અને અન્ય કીમતી ચીજોને 2,00,000 ડોલરથી વધારેની રકમ મળી હતી.

હેરિટેજ ઓક્શને તાજેતરમાં જણાવ્યું હતું કે, વેચાણમાંથી મળેલી આવક, જેમાં 100 ટકા સેલ થ્રુ રેટ જોવા મળ્યો હતો. જેનો ફાયદો સુસાન મોરો લેજસી ફાઉન્ડેશનને થશે જે અંડાશયના કેન્સર સંશોધન માટે કામ કરે છે. કુલ મળીને, હરાજીમાં 1.7 મિલિયન ડોલરની કિંમત મળી હતી.

હરાજીમાં સારું પરફોર્મન્સ કરનાર અન્ય વસ્તુઓમાં કુલ 16.93 કેરેટના 488 હીરા સાથે વેન ક્લીફ અને આર્પેલ્સ મેજિક Alhambra નેકલેસનો સમાવેશ થાય છે.

આ પીસે 125,000 ડોલર મેળવ્યા હતા તેના જેનો અંદાજ 60,000 ડોલર રાખવામાં આવ્યો હતો. મતલબ કે અંદાજ કરતા બમણી રકમ મણિ છે. નીલમણિ-કટ, 6.25-કેરેટ, જી-કલર, VS2-ક્લૅરિટી ડાયમંડ ધરાવતી ગ્રાફ રિંગ 115,625 ડોલરમાં વેચાઈ હતી, જ્યારે બીજી રિંગ જેમાં રેડિયન્ટ-કટ, 6.11-કેરેટ, ફૅન્સી ઇન્ટેન્સ યલો, SI1 કલેરીટી જે વ્હાઇટ ડાયમંડથી ઘેરાયેલો હતો તેની કિંમત 81,250 ડોલર મળી હતી.

વેચાણમાં વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ, બલ્ગારી, ડેવિડ વેબ અને ગ્રાફની અન્ય ઘણી જ્વેલરી વસ્તુઓ તેમજ કાર્ટિયર, રોલેક્સ અને પિગેટની ઘડિયાળોનો પણ સમાવેશ થાય છે. જુડિથ લીબર હેન્ડબેગ સંગ્રહમાં રેકોર્ડ-સેટિંગ પરિણામ જોવા મળ્યું.

એક જ માલિકની લકઝરી એસેસસરીઝમાં હરાજીમાં મળેલી કુલ રકમ એ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે એમ હેરીટેજ ઓકશન હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS