આ માણસ સામે લોકો હસતા કે આ જિંદગીમાં કાંઇ નો કરી શકે, આજે કેશુભાઇ ગોટી 200 કરોડથી વધારે ટર્નઓવર કરે છે અને સેવાની ધૂણી ધખાવે છે…

સુરતમાં જયારે પગ મુકયો અને હીરાનું કામ શીખવાનું શરૂ કર્યું ત્યારે વર્ષે દિવસે માત્ર 350 રૂપિયા પગાર મળતો હતો. એ પછી 1978માં હીરાની 2 ઘંટી શરૂ કરી પછી ભગવાનની મહેરબાનીથી પાછા વળીને જોયું નથી.

Vyakti-Vishesh-Keshubahi-Goti-368-Rajesh-Shah
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

કેશુભાઇ ગોટીએ હીરાઉદ્યોગામં તો કાઠું કાઢ્યું જ, પરંતુ સાથે સાથે સામાજિક સેવા ક્ષેત્રે તેમણે કરેલું કામ સરાહનીય અને અમૂલ્ય છે. સાવ સરળ સ્વભાવના, માત્ર 3 ચોપડી જ ભણેલાં છતાં વાંચનના શોખીન અને પરફેક્ટ કામ કરવાનો આગ્રહ રાખનારા કેશુભાઇની જિંદગી અનેક લોકો માટે પ્રેરણા બની શકે છે.

મુળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના વતની અને હાલમાં વેડરોડ પર નારાયણમુની નગરમાં રહેતા કેશવભાઇ (કેશુભાઇ) હરીભાઇ ગોટીનો જન્મ 1958માં થયો હતો. ઘરની સ્થિતી નાજૂક એટલે અભ્યાસ પણ કરી શક્યા ન હતા. માત્ર ધો.3 સુધી ભણેલા કેશવભાઇના માસીના દિકરા મુંબઇમાં હીરાના વ્યવસાય સાથે સંક‌ળાયેલા હતા. 1972માં માસીના દિકરા પાસે હીરા ઘસવાનું કામ શીખવા ગયા હતા.

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કંઇક કરવાની મહત્વકાંક્ષા સાથે યુવાને પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું હતું ત્યારે યુવાને પાછું વળીને નહીં જોયું અને એ નાનું કારખાનું આજે ગ્લો સ્ટારના નામથી મોટું વટવૃક્ષ બનીને હીરા ઉદ્યોગમાં ઝળહળી રહ્યું છે. આજે દેશ-વિદેશમાં હીરાનો કારોબાર અને 200 કરોડથી વધારેનું વાર્ષિક ટર્ન-ઓવર કરે છે.

કેશુભાઇએ ડાયમંડ સિટી સાથે વાત કરતાં કહ્યું હતું કે મારી સામે લોકો હસતાં કે આ જિંદગીમાં કાંઇ નો કરી શકે, પરંતુ એ બધાની વાત આજે ખોટી પડી છે. સુરતમાં જ્યારે પગ મૂક્યો અને હીરાનું કામ શીખવાનું શરૂ કર્યું ત્યારે વર્ષે દિવસે માત્ર 350 રૂપિયા પગાર મળતો હતો. એ પછી 1978માં હીરાની 2 ઘંટી શરૂ કરી પછી ભગવાનની મહેરબાનીથી પાછા વળીને જોયું નથી. જો કે તેમણે કહ્યું કે આ દરમ્યાન ઘણાં ઉતાર-ચઢાવ પણ આવ્યા. 2 વર્ષ સંસાર છોડીને આધ્યાત્મિકતાના માર્ગે પણ ગયો, પરંતુ ફરી સાંસારીક જિંદગીમાં પગલાં પાડ્યા. કેશુભાઇએ કહ્યું કે મારી જિંદગીમાં વિનોબા ભાવેના ભૂમિપુત્ર મેગેઝીનનો મોટો પ્રભાવ છે.

કેશુભાઇ મંદિરમાં જતા હોવાથી ત્યાં સાધુ-સંતોના પ્રવચનોથી તેઓ અંજાઇ ગયા અને ઘર-સંસાર છોડીને વડતાલના ત્યાગઆશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. કઇક તો કરી બતાવવાની મહત્વકાંક્ષા તેમનામાં જીવંત હતી. હવે તો મોટું સાહસ કરીને સમાજને બતાવવું જ છે એવા ઇરાદા સાથે તેઓએ બે વર્ષ બાદ ત્યાગઆશ્રમનો ત્યાગ કરીને ફરીથી સુરત આવ્યા અને મહીધરપુરામાં ઓળખીતાઓ પાસેથી ઉછીના રૂપિયા લઇને ત્રણ ઘંટીઓ સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેને તેઓએ નામ આપ્યું ગ્લો સ્ટાર, તે સમયનું નાનું કારખાનું આજે મોટું વટવૃક્ષ બની ગયું છે.

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળે, પાયો મજબૂત બને અને તેમના જીવન ધોરણમાં સુધાર આવે એવા ઉમદા આશયથી સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ કેશુભાઇ ગોટી દ્વારા શિક્ષણ અને સેવાના ભાવથી જન્મ આપનારી જનનીની સ્મૃતિમાં સેવા કાર્ય માટે બનાવેલા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી વિસ્તારોમાં 151 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે.

મુળ ભાવનગર હળીયાદ ગામના મહામુલા રતન સમાન કેશુભાઇ ગોટીએ જ્યારે પહેલી વાર આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ આદીવાસી પરીવારના જીવનમાં સુધાર લાવવા અને મદદ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. તેમણે મનોમન વિચાર્યુ કે જો આદીવાસી ગરીબ પરીવારને આર્થિક મદદ કરીએ તો થોડાં સમય માટે એમનું પેટ ભરી શકાય. પરંતુ જો એમના બાળકોને શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરી તેને પગભર કરવામાં આવે તો સમગ્ર પેઢીને ગરીબીમાંથી ઉગારી શકાય છે. પાયાની આ સમજણના સથવારે કેશુભાઈએ 151 શાળા, છાત્રાલયો-આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ લીધો છે. જેમાં તેમના 50 ટકા યોગદાન છતાં પણ કોઇ જગ્યાએ તેમના કે તેમના પરિવારના નામની તકતી લાગતી નથી.

આ પ્રકારે અત્યંત નિસ્વાર્થ ભાવથી સેવાના સંકલ્પને સિધ્ધ કરવા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના તરવરીયા અને સેવાભાવી યુવકોના પ્રચંડ પુરુષાર્થ દ્વારા ધરમપુર, વાસંદા, તાપી, નિઝર, ડેડિયાપાડા, નર્મદા, વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 88 આશ્રમ શાળાઓ બનાવી ગ્રામજનોને અર્પણ કરી ચુક્યા છે. એટલું જ નહી છેલ્લાં 15 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો – આશ્રમશાળામાં ભોજન, કપડાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરી સેવા કરવામાં આવે છે. આ સિવાય 151માંથી માત્ર 15 આશ્રમ-શાળાના દાતા શોધવાના બાકી છે. જ્યારે 136 આશ્રમ-શાળાના દાતાઓ મળી ગયેલ છે.

એક આશ્રમશાળાના નિર્માણ પાછળ અંદાજીત 25 થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જે પૈકી 50 ટકાનું દાન એકલા કેશુભાઈ આપે છે. જ્યારે બાકીની 50 ટકા રકમનું આર્થિક યોગદાન સમાજમાંથી એકત્ર કરાય છે. પોતાના સંઘર્ષમાંથી આ પહેલ કરવાની પ્રેરણા મળી છે, એવું સ્વીકારનારા કેશુભાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, વ્યારાથી લઈને દાહોદ સુધીના આદિવાસી ક્ષેત્રો ઉપરાંત ગુજરાતના સીમાડા વટાવી અન્ય રાજ્યોમાં પણ આશ્રમ શાળાઓ બનાવવાનું જંગી અભિયાન છેડ્યુ છે.

Vyakti-Vishesh-Keshubahi-Goti-368-Rajesh-Shah-2

કેશુભાઇ મંદિરમાં જતા હોવાથી ત્યાં સાધુ-સંતોના પ્રવચનોથી તેઓ અંજાઇ ગયા અને ઘર-સંસાર છોડીને વડતાલના ત્યાગઆશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. કઇક તો કરી બતાવવાની મહત્વકાંક્ષા તેમનામાં જીવંત હતી. હવે તો મોટું સાહસ કરીને સમાજને બતાવવું જ છે એવા ઇરાદા સાથે તેઓએ બે વર્ષ બાદ ત્યાગઆશ્રમનો ત્યાગ કરીને ફરીથી સુરત આવ્યા અને મહીધરપુરામાં ઓળખીતાઓ પાસેથી ઉછીના રૂપિયા લઇને ત્રણ ઘંટીઓ સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેને તેઓએ નામ આપ્યું ગ્લો સ્ટાર, તે સમયનું નાનું કારખાનું આજે મોટું વટવૃક્ષ બની ગયું છે.

ગુજરાતના સીમાડા વટાવી અન્ય રાજ્યોમાં પણ આશ્રમશાળાઓ બનાવવાનું અભિયાન

Vyakti-Vishesh-Keshubahi-Goti-368-Rajesh-Shah-3

કેશુભાઈએ ઓલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર બોર્ડર, મધ્યપ્રદેશ બોર્ડર, રાજસ્થાન બોર્ડર પર સ્કૂલ, જૂનાગઢમાં અનાથ અને વિકલાંગ બાળકો માટે સ્કૂલ બની ચૂકી છે. જેમનું લોકાર્પણ આગામી ટૂંક સમયમાં થનાર છે. સૌરાષ્ટ્રનાં ઉમરાળા ગામ અને વલ્લભીપુર તાલુકાના રતનપુર ગામ સર્વોદય સંસ્થા કચ્છનાં સરહદ પર રાપર ગામમાં પણ સ્કુલ બનાવવાનું કામ ચાલુ છે. સુરેન્દ્રનગરમાં,નળસરોવરમાં અગીયારાના બાળકોને ભણવવા પાઠડી અને ધરજી ગામમાં પણ સ્કુલ બનાવવાનું કામ ચાલુ છે. નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, ઓરિસ્સામાં પણ આશ્રમ શાળાઓ બનાવી ચુક્યા છે. અને હજુ પણ ઘણી જગ્યાએ આશ્રમ શાળા બનાવવાનું કામ ચાલુ છે.

અત્યંત સરળ સ્વભાવ ધરાવતા અને સુરતને કર્મભૂમિ બનાવનાર ગ્લોસ્ટાર કંપનીના માલિક કેશવભાઇ (કેશુભાઇ) હરીભાઇ ગોટી (ઉ.વ.62) નો જન્મ 1958 માં ભાવનગર જીલ્લાના હળીયાદ ગામમાં થયો છે. પરિવારની નાજૂક આર્થિક સ્થિતીના કારણે માત્ર ધો.3 સુધી ભણેલા કેશવ ભાઇના માસીના દિકરા મુંબઇમાં હીરા ના વ્યવસાય સાથે સંક‌ળાયેલા હતા.1972માં માસીના દિકરા પાસે હીરા ઘસવાનું કામ શીખ્યા હતા. તે સમયે કેશુભાઇની સાથે કુલ 7 જણા બોટાદથી 22 રૂપિયાની ટિકિટ લઇને બોરીવલી ઉતર્યા હતા. મુંબઇમાં કેશુભાઈના બે મામા રહેતા હતા. જેમાંથી એક મામાએ ચાર તકિયા આપ્યા તો બીજા મામાએ કપડાની જોડી આપી હતી. હળવદથી મુંબઈ આવવાની ટીકીટ પણ હીરાનું કામ શિખવાડનાર માસીના દિકરાએ કરી આપી હતી. આવી સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતી વચ્ચે તેઓએ માત્ર છ મહીનામાં મુંબઈમાં હીરા ઘસવાનું કામ શીખીને પછી સુરત આવીને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી શરૂ કરી હતી.

20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે હીરાની કંપનીનો માલિક છે. આજે તેનો દેશ-વિદેશમાં હીરાનો કારોબાર કરે છે.

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં તેમનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે તેમને નોકરીમાંથી કાઢી મુક્યાં હતા. આ વાતનું તેમને બહુ ખોટું લાગ્યું હતું. આ દરમિયાન કેશુભાઇ નિયમિત મંદિરમાં દર્શને જતા હોવાથી સાધુ-સંતોના પ્રવચનોથી અંજાઇને ઘર-સંસાર છોડીને વડતાલના ત્યાગ-આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ કઇક કરી બતાવવાની મહત્વકાંક્ષા તેમનામાં જીવંત હતી. હવે તો મોટું સાહસ કરીને આગળ વધવું છે એવા મક્કમ ઇરાદા સાથે તેઓએ બે વર્ષ બાદ આશ્રમનો ત્યાગ કરીને ફરીથી સુરત આવ્યા. ઉછીના રૂપિયા લઈને તેમણે મહીધરપુરામાં પોતાનું ત્રણ ઘંટીઓ સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી તેમણે પ્રગતિ કરવામાં કદી પાછું વળીને જોયું નથી. સાવ નાના પાયે શરૂ કરેલુ એ નાનું કારખાનું આજે ગ્લો સ્ટારના નામથી મોટું વટવૃક્ષ બનીને હીરાઉદ્યોગમાં ઝળહળી રહ્યું છે. 20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે હીરાની કંપનીનો માલિક છે. આજે તેનો દેશ-વિદેશમાં હીરાનો કારોબાર કરે છે.

કમાણીનો સમાજસેવા માટે સદ્દઉપયોગ

માણસ બે પાંદડે થાય એટલે મોજમજામાં નાણા વાપરે પરંતુ દીલના દાતાર અને આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇએ જુદો જ સંકલ્પ કર્યો. કારણ કે પોતે જે ગરીબાઇ જોઇ છે એવી દારુણ ગરીબીમાં જીવતા પરિવાર માટે કંઇક કરવાની ભાવના સતત એના મનમાં રમતી રહેતી હતી. ઓછું ભણેલા પણ વાંચનનો શોખ એટલે મહાપુરુષોના વિચારોમાથી સમાજસેવા કરવાની પ્રેરણા મળતી રહેતી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ મુશ્કેલ જીંદગી જીવતા આદીવાસીઓની જીવન શૈલીમાં સુધાર લાવી તેમને સમાજના પ્રવાહમાં જોડવાના શુભ સંકલ્પ કર્યો. જેને સાકાર કરવા કંઇક નક્કર કરવું જોઇએ એ વિચારથી પ્રેરાઈને તેમણે માતાના નામથી કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.

માતાના નામથી ટ્રસ્ટ બનાવવવાનો ઉદ્દેશ્ય : માતાના નામથી બનેલા ટ્રસ્ટ કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી કેશુભાઇ જરૂરિયાતમંદોની મદદ કરતા રહે છે. તે સુરત, વલ્લભીપુર, ડાંગમાં 25થી વધુ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સમાજ પાસેથી જે તેમણે મેળવ્યું છે તે તેને પાછું આપવાની ઇચ્છાના પગલે જ તેમણે ગરીબ ખેડૂતો માટે હોસ્ટેલ બનાવવાનો સંક્લ્પ લીધો છે. કેશુભાઇ ગોટી કહે છે કે, ‘હું ઘણા સમયથી ભુમિપુત્ર મેગેઝીન વાંચું છું. આ મેગેઝીનમાં એક વખત ખેડૂતો અને ભુમિહીન લોકોની સ્થિતી અંગે વાંચ્યું. તેમની સમસ્યાઓ ખરેખર ખુબ જ ભયાનક લાગી. હું બાળપણથી વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત રહ્યો છું.’ આ જ વિચારોના કારણે મને લાગ્યું કે આવા ગરીબો માટે કઇક કરવું જોઇએ. જેથી હોસ્ટેલ બનાવવાથી તેમની રહેવાની યોગ્ય વ્યવસ્થા થઇ શક્શે. આ ઉપરાંત હાલ તેઓ આદિવાસી વિસ્તારમાં બનેલી હોસ્ટેલોમાં રહીને અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક ભોજન પણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસે લાગી ગયા છે.

સમાજ સેવાની લાગણીથી તરબતર મુઠ્ઠી ઉંચેરા માનવી કેશુભાઈ પ્રસિધ્ધિની ભૂખ વિના કરે છે સેવાકાર્ય – બીજા શું કરે છે, તેની સામે ન જોતાં આપણી ફરજ શું છે તે જીવનમાં ઉતારનાર મહાન બને છે. આવા વિચારો ધરાવનાર કેશુભાઇ એ વસ્તુ દૃઢપણે માને છે કે સારા કર્મ કરવાથી સરવાળો થાય છે, પણ જ્યારે કોઇના અંતરથી આર્શીવાદ મળે ત્યારે એનો ગુણાકાર થાય છે જેને દુનિયા નસીબ કહે છે. પરમાત્મા ક્યારેય આપણું ભાગ્ય નથી લખતા. જીવનના દરેક સ્ટેજ પર આપણા વિચાર, આપણી વાણી તેમજ આપણે કરેલા કર્મ જ આપણું ભાગ્ય લખે છે. ભગવાન ખુદ ગીતામાં કહે છે કે, મનુષ્ય તું પોતે પણ ખુશ રહે અને બીજાઓની ખુશીઓનું પણ તું કારણ બન. બસ એ જ મારી ખરી પુજા છે. આજના યુગમાં કેશુભાઇને આધુનિક યુગના કેશવ કહેવા એ બિલ્કુલ કોઇ અતિશયોક્તિ નથી. જેમ શ્રીકૃષ્ણ ભગવાને ઇન્દ્રના ક્રોધથી બચાવવા ગોકુળના લોકોને છત પુરી પાડી હતી. એમ નામ પ્રમાણે કેશુભાઇ એ જરૂરિયાતમંદ આદિવાસી પરિવાર-ખેડૂતોને છત પુરી પાડવાનો સંકલ્પ કરીને અનોખા સેવા યજ્ઞનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું છે. સમાજ સેવાની લાગણીથી તરબતર મુઠ્ઠી ઉંચેરા આ માનવી કોઇપણ જાતની પ્રસિધ્ધિની ભૂખ કે નામની લાલસા વગર આદીવાસી બાળકોના ઉત્કર્ષ માટે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતાં કેશુભાઇ ગોટીની સેવાકીય કામગીરી સહુકોઇ માટે ગર્વ લેવા જેવી વાત છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS