ઘડિયાળના એક શોખીન હાઈ-એન્ડ જ્વેલર શ્રેવ એન્ડ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે, એવો આક્ષેપ છે કે કંપનીએ તેને ખરેખર જોઈતા પેટેક ફિલિપને ખરીદવાને બદલે તેમને 220,000 ડોલરના “purchase history” ખરીદવા માટે દબાણ કર્યું હતું.
SiliconValley.com દ્વારા જોવામાં આવેલા કોર્ટના દસ્તાવેજોમાં અલી રેઝાઇએ દાવો કર્યો છે કે તે જાણતા હતા કે તે શ્રેવ એન્ડ કંપની ખરેખર ક્યારેય ઘડિયાળ સપ્લાય કરી શકશે નહીં.
કંપની, જે 1887 થી પટેક ફિલિપનું વેચાણ કરી રહી છે, તે તેના ડીલરનો દરજ્જો ગુમાવી રહી હતી અને તેથી 109,000 ડોલરની કિંમતની તેને જોઈતી ગોલ્ડ 5980/1R-001 ઘડિયાળ સપ્લાય કરવામાં અસમર્થ હશે એવું દસ્તાવેજમાં જણાવવમાં આવ્યું છે.
18-મહિનાના સમયગાળામાં રેઝાઈએ “purchase history” માટે 71,000 ડોલર, 50,000 ડોલર અને 47,000 ડોલરમાં અન્ય ત્રણ પેટેક ફિલિપ ઘડિયાળો તેમજ 53,000 ડોલરનો સોના અને હીરાનો હાર ખરીદ્યો હતો.
સાન ફ્રાન્સિસ્કો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં તેણે છેતરપિંડી, ખોટા વચન, કરારનો ભંગ અને ઇરાદાપૂર્વક અને બેદરકારીપૂર્વક ખોટી રજૂઆતનો આરોપ મૂક્યો છે. રેઝઇએ ઓછામાં ઓછા 500,000 નુકસાનીની માંગણી કરેલી છે.
SiliconValley.comએ જણાવ્યું હતું કે 1992માં શ્રેવ એન્ડ કંપનીને ખરીદનાર કંપની શિફમેન જ્વેલર્સે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM