અમેરિકામાં નિકળેલી ડિમાન્ડ અને નવા હસ્તાંતરણને કારણે Watches of Switzerlandનું વેચાણ વધ્યું

Watches of Switzerlandએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી ઘડિયાળ બ્રાન્ડની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અગ્રણી રિટેલર છે.

Watches of Switzerland sales increased due to demand and new acquisition in America
ફોટો : ન્યુ યોર્કના સોહોમાં સ્વિટ્ઝર્લેન્ડ સ્ટોરની ઘડિયાળો. (Watches of Switzerland)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકામાં નિકળેલી મજબુત ડિમાન્ડ અને 19 અર્નેસ્ટ જોન્સ વોચીસ શોરૂમના સંપાદન વચ્ચે નાણાંકિય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં Watches of Switzerlandની આવકમાં વધારો થયો છે.

Watches of Switzerlandએ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી ઘડિયાળ બ્રાન્ડની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અગ્રણી રિટેલર છે જેમાં Rolex, Patek Philippe, Audemars Piguet, Omega, Cartier, TAG Heuer, Breitling, Tudor, Blancpain, Vacheron Constantin, Panerai, IWC છે. Jaeger-LeCoultre, Piaget, Hublot, Zenith, Breguetનો સમાવેશ થાય છે.

યુકે સ્થિત કંપનીએ તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે 29 ઓક્ટોબરે પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં ગ્રુપનું વેચાણ વાર્ષિક ધોરણે 1 ટકા વધીને 379 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (472.3 મિલિયન ડોલર) થયું છે. અમેરિકમાં આવક 4 ટકા વધીને 165 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (205.6 મિલિયન ડોલર) થઈ કારણ કે ગ્રાહકોની ફરી માંગ નિકળી અને કંપનીએ છ નવા ઘડિયાળ બુટિક ખોલ્યા.UK અને યુરોપમાં વેચાણ 214 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ ( 266.7 મિલિયન ડોલર) પર સ્થિર રહ્યું હતું.

Watches of Switzerlandને સિગ્નેટ જ્વેલર્સ પાસેથી 19 અર્નેસ્ટ જોન્સ લક્ઝરી વૉચ સ્ટોર્સની ખરીદીથી પણ ફાયદો થયો. તેમાં 14 મલ્ટી-બ્રાન્ડ શોરૂમનો સમાવેશ થાય છે, જેને ગોલ્ડસ્મિથ અથવા મેપિન એન્ડ વેબ અને પાંચ મોનો-બ્રાન્ડ બુટિક તરીકે રિબ્રાન્ડ કરવામાં આવશે. નવા હસ્તાંતરણ સ્વિટ્ઝર્લૅન્ડના અન્ય ઉચ્ચ-ટર્નઓવર સ્ટોર્સની ઘડિયાળના કામચલાઉ બંધને સરભર કરે છે, જે તે સમયગાળા દરમિયાન અપગ્રેડ થઇ રહ્યા હતા.

Watches of Switzerlandના CEO Brian Duffyએ કહ્યું કે, અમે અમેરિકામાં અમારી મજબુત ગતિ જાળવી રાખી છે. ગોલ્ડસ્મિથ અને મેપિન એન્ડ વેબ શોરૂમ અપગ્રેડ કરવા માટે બંધ થવાની અસર હોવા છતાં UKમાં સારું પ્રદર્શન રહ્યું. આ સમયગાળા દરમિયાન અમે UK, US અને યુરોપમાં અમારા લક્ઝરી શોરૂમના નેટવર્કને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઑક્ટોબર 2023માં, અમે UKમાં અર્નેસ્ટ જોન્સ પાસેથી 19 લક્ઝરી શોરૂમ હસ્તગત કરવા સંમત થયા હતા.

વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, લક્ઝરી ઘડિયાળનું વેચાણ 670 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (834.9 મિલિયન ડોલર) પર સ્થિર હતું, જે એકંદર આવકના 88 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીએ કહ્યું કે,જ્વેલરીનું વેચાણ વાર્ષિક ધોરણે 17 ટકા ઘટીને 47 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ(58.6 મિલિયન ડોલર) થયું હતું, જે નબળું કન્ઝ્યુમર સેન્ટીમેન્ટ અને અમેરિકામાં પુનઃસ્થાપનને સંપૂર્ણ કિંમતના વેચાણમાં પ્રતિબિંબિત કરે છે. ગ્રુપની આવક 761 મિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ પર સ્થિર હતી.

Watches of Switzerlandએ 1.65 બિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડથી 1.7 બિલિયન ગ્રેટ બ્રિટન પાઉન્ડ (2.06 બિલિયન ડોલરથી $2.12 બિલિયન ડોલર)ની વાર્ષિક વેચાણની આગાહી જાળવી રાખી છે. નાણાકીય વર્ષ એપ્રિલ 2024 સુધી ચાલે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS