WFDB ફ્રેન્ચ સરકારના  લેબ-ગ્રોનને ડાયમંડ તરીકેના સંબોધન પરના પ્રતિબંધને આવકાર્યું

નિર્ણયનો અર્થ એ છે કે ફ્રાન્સમાં "લેબ-ગ્રોન" અથવા "કલ્ટિવેટેડ ડાયમંડ" શબ્દનો ઉપયોગ કાયદેસર રહેશે નહીં. : વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સીસ

WFDB welcomes French governments ban on addressing Lab-Grown as Diamond
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સીસ (WFDB) એ બિન-કુદરતી હીરા માટે “સિન્થેટીક” સિવાયની તમામ પરિભાષાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય માટે ફ્રેન્ચ અર્થતંત્ર અને નાણાં મંત્રાલયની પ્રશંસા કરી છે. ફેડરેશને કહ્યું કે, નિર્ણયનો અર્થ એ છે કે ફ્રાન્સમાં “લેબ-ગ્રોન” અથવા “કલ્ટિવેટેડ ડાયમંડ” શબ્દનો ઉપયોગ કાયદેસર રહેશે નહીં.

WFDB ના પ્રમુખ યોરામ દ્વાશે કહ્યું, અમે કુદરતી હીરા સિવાયના તમામ પથ્થરોને “કૃત્રિમ” કહેવાનો આગ્રહ રાખવાના ફ્રેન્ચ સરકારના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ. કુદરતી હીરાના સ્વાભાવિક મૂલ્યની પુષ્ટિ કરવા અને ઉપભોક્તાનો વિશ્વાસ વધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

WFDB એ 2023 નાતાલની રજા પહેલા કુદરતી હીરા માટેના તેમના માર્કેટિંગ અભિયાન પર ડી બીઅર્સની પ્રશંસા કરી. WFDB નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) સાથે પણ નેચરલ હીરા ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે ભાગીદારી કરી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS