વિશ્વના કયા દેશોમાં રફ હીરાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

વિશ્વના કયા દેશોમાં રફ હીરાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે અને કિંમતની દ્રષ્ટિએ કયા દેશમાંથી મળી આવેલા રફ હીરા સૌથી વધુ મૂલ્ય ઉપજે છે.

Which countries in the world produce the most rough diamonds-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં કેટલાંક સમયથી યુરોપીયન દેશોમાં રશિયાના હીરા વિશે ઉહાપોહ સર્જાયો છે. રશિયાની અલરોસા ખાણમાંથી નીકળેલા રફ ડાયમંડના હીરા પર પ્રતિબંધ મૂકવા માટે યુરોપિયન દેશો બૂમો પાડી રહ્યાં છે.

એવી પણ વાતો છે કે રશિયાની અલરોસા ખાણ વિશ્વની સૌથી મોટી ખાણ છે. અહીં સૌથી વધુ માત્રામાં રફ હીરાનું ઉત્પાદન થાય છે. તો ચાલો જાણીએ કે વિશ્વમાં કેટલાં દેશોમાં રફનું ઉત્પાદન થાય છે અને તેમાં રશિયાનું સ્થાન ક્યાં છે.

શું તમને ખબર છે કે વિશ્વમાં ક્યાં હીરા મળે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના માત્ર 22 દેશોમાં જ રફ હીરાનું ઉત્પાદન થાય છે. જેને કટ થયા વિનાનાં કાચા અથવા કુદરતી હીરા તરીકે ઓળખવામાં આવે છે. આ હીરા તે 22 દેશોની ખાણોમાંથી મળી આવે છે.

સૈમ પાર્કરનો આ ચાર્ટ વજન અને મૂલ્યના આધાર પર કાચા હીરાના ઉત્પાદમાં દેશોનું સ્થાન દર્શાવે છે. આ કિમ્બર્લી પ્રોસેસ (આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન એસોસિએશન)ના ડેટાની સાથે દક્ષિણ આફ્રિકામાં કિંમતી ધાતુઓ અને હીરાના એક્સપર્ટ ડો. અશોક દમરુપુરશાદના અનુમાનનો ઉપયોગ કરે છે.

Which countries in the world produce the most rough diamonds-2

કાચા હીરાનું ઉત્પાદન, વજન અનુસાર

કાચા હીરાના ઉત્પાદનમાં રશિયા ટોચનું સ્થાન ધરાવે છે. રશિયા દુનિયામાં સૌથી વધારે રફ કુદરતી હીરાનું ઉત્પાદન ધરાવે છે. રશિયાએ 2022માં લગભગ 22 મિલિયન કેરેટનું ખાણકામ કર્યું હતું. જે પોતાના સાથી દેશોથી ઘણું વધારે છે.

આ યાદીમાં 24.8 મિલિયન કેરેટના રફ ઉત્પાદન સાથે બીજા સ્થાને રહેલા બોત્સવાના અને 16.2 મિલિયન કેરેટના ઉત્પાદન સાથે ત્રીજા સ્થાને રહેલા કેનેડા કરતા વધુ લીડ દર્શાવે છે કે હીરાના સોર્સિંગને શોધવામાં આવતી મુશ્કેલીઓને કારણે દેશનું હીરાનું ઉત્પાદન પ્રતિબંધોને ટાળી રહ્યું છે.

અહીં વિશ્વમાં રફ હીરાના ઉત્પાદનનું વર્ગીકરણ છે.

ક્રમ દેશ રફ ડાયમંડનું ઉત્પાદન (કેરેટમાં)
1રશિયા4,19,23,910
2બોત્સવાના2,47,52,967
3કેનેડા1,62,49,218
4ડીઆરસી99,08,998
5દ.આફ્રિકા 96,60,233
6અંગોલા 87,63,309
7ઝિમ્બાબ્વે 44,61,450
8નામ્બિયા 20,54,227
9લિસોથો 7,27,737
10સિયેરા લિયોન6,88,970
11તાન્ઝાનિયા3,75,533
12બ્રાઝિલ1,58,420
13ગિની1,28,771
14સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક1,18,044
15ગયાના83,382
16ઘાના82,500
17લાઇબેરિયા52,165
18કોટ ડી’આઇવોર3,904
19રિપબ્લિક ઓફ કોંગો3,534
20કેમરૂન2,431
21વેનેઝુએલા1,665
22માલી92
 કુલ12,02,01,460
નોંધ : દક્ષિણ આફ્રિકાના આંકડા અંદાજીત છે.

તેલ, સોનું , યુરેનિયમ જેવા અન્ય સંસાધનોની જેમ રફ હીરાનું ઉત્પાદન અસમાન રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. વજનાં જોઈએ તો ટોચના 10 રફ હીરાના ઉત્પાદક દેશો 2022માં ખનન કરાયેલા તમામ રફ હીરામાંથી 99.2 ટકાનો હિસ્સો ધરાવે છે.

દેશો પ્રમાણે ડાયમંડ માઈનિંગ

જોકે, ઉચ્ચ કેરેટની ખાણનો અર્થ એ નથી કે હીરાની વધુ સારી કિંમત હોય. કટ, કલર અને ક્લિયારીટી જેવા અન્ય પરિબળો પણ હીરાની કિંમતને પ્રભાવિત કરે છે.

અહીં 2022માં કિંમત (યુએસડી) દ્વારા હીરાના ઉત્પાદનનું બ્રેકડાઉન છે.

ક્રમ દેશ રફ ડાયમંડની કિંમત (યુએસડી)
1બોત્સવાના4,975M$
2રશિયા3,553M$
3અંગોલા1,965M$
4કેનેડા1,877M$
5દ. આફ્રિકા 1,538M$
6નામિબિયા 1,234M$
7ઝિમ્બાબ્વે 424M$
8લિસોથો 314M$
9સિયેરા લિયોન 143M$
10તાન્ઝાનિયા110M$
11ડીઆરસી65M$
12બ્રાઝિલ $30M
13લાઇબેરિયા$18M
14સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક$15M
15ગયાના$14M
16ગિની$6M
17ઘાના$3M
18કેમરૂન$0.25M
19રિપબ્લિક ઓફ કોંગો$0.20M
20કોટે ડી’આઇવોર$0.16M
21વેનેઝુએલા$0.10M
22માલી$0.06M
 કુલ16,290M$
નોંધ: દક્ષિણ આફ્રિકાના આંકડા અંદાજીત છે. વધુમાં, સંખ્યાઓ ગોળાકાર કરવામાં આવી છે અને તે કુલનો સરવાળો ન પણ હોઈ શકે.

આમ, ભલે બોત્સવાનાએ 2022માં રશિયાના હીરાના માત્ર 59 ટકા વજનનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ તેનું વેપાર મૂલ્ય લગભગ 5 બિલિયન ડોલર હતું, જે તે જ વર્ષ માટે રશિયા કરતા આશરે દોઢ ગણું વધારે હતું.

બીજું ઉદાહરણ અંગોલા છે, જે હીરના ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમે છે પરંતુ હીરાના મૂલ્યમાં તે ત્રીજું સ્થાન ધરાવે છે.

બંને દેશો (તેમજ દક્ષિણ આફ્રિકા, કેનેડા અને નામિબિયા) રત્ન ગુણવત્તાવાળા રફ હીરાનું ઉત્પાદન કરે છે. જેમ કે રશિયા અને ડીઆરસી જેવા દેશો જેમના હીરાનું ઉત્પાદન મુખ્યત્વે ઔદ્યોગિક ઉપયોગ માટે થાય છે.

2022માં કયા પ્રદેશોમાં સૌથી વધુ હીરાનું ઉત્પાદન થયું?

આશ્ચર્યજનક રીતે આફ્રિકામાં રફ હીરાનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. જે વજન દ્વારા ઉત્પાદનના 51 ટકા અને મૂલ્ય પ્રમાણે 66 ટકા હિસ્સો ધરાવે છે.

ક્રમ પ્રદેશ રફ ડાયમંડ ઉત્પાદનનો હિસ્સો (ટકા) રફ ડાયમંડ વેલ્યુનો હિસ્સો (ટકા)
1આફ્રિકા51.4%66.4%
2યુરોપ34.9%32.9%
3ઉ. અમેરિકા13.5%52.8%
4દ. અમેરિકા0.2%2.4%

જોકે, આફ્રિકામાં હીરાનું ખાણ કામ એ પ્રમાણમાં તાજેતરની ઘટના છે. જે 200 વર્ષથી ઓછી જૂની છે. 2000 વર્ષ પહેલાં ભારતમાં હીરાની શોધ કરવામાં આવી હતી અને તે કિંમતી હતી. જે પાછળથી ઈજિપ્તના રાજાઓ અને રોમન સામ્રાજ્યમાં પશ્ચિમમાં ફેલાયેલી હતી.

20મી સદીની શરૂઆત સુધીમાં હીરાનું ઉત્પાદન મોટા પાયે શરૂ થયું હતું. પ્રથમ દક્ષિણ આફ્રિકામાં અને દાયકાઓ પછી અન્ય આફ્રિકન દેશોમાં પણ હીરાનું ઉત્પાદન શરૂ થયું. હકીકતમાં 1889-1959 વચ્ચે આફ્રિકાએ વિશ્વના 98 ટકા હીરાનું ઉત્પાદન કર્યું હતું.

અને 20મી સદીના ઉત્તરાર્ધમાં બ્લડ ડાયમંડ શબ્દનો વિકાસ આફ્રિકન સંઘર્ષ વિસ્તારોમાં કરવામાં આવેલા હીરામાંથી થયો છે, જેનો ઉપયોગ બળવાખોરી અથવા ગુનાખોરીને ફંડિગ આપવા માટે થાય છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS