DIAMOND CITY NEWS, SURAT
વુમેન્સ ડે હર વર્ષે ૮ માર્ચે મનાવાય છે અને બ્રાન્ડ માટે પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટેનું આ એક કારણ છે. અલગ અલગ બ્રાન્ડ આ દિવસે સ્ત્રીને સ્પેશ્યલ ફીલ કરાવવાના નુસ્ખાઓ ગોતે છે. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શું સ્થાન આપ્યું છે તે આપણે જાણીએ છીએ, તેને આપણે પૂજ્ય માની છે, દેવી તરીકે તેની પૂજા કરીએ છીએ તેથી ખરી રીતે જોતા ૩૬૫ દિવસ સ્ત્રીના છે અને ૩૬૫ દિવસ તેને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. આ આખો અલગ વિષય છે અને આપણે આપણા બ્રાન્ડના વિષયને વળગી રહી તેને ન્યાય આપીએ.
મહિલાઓ દ્વારા સિદ્ધિઓની ઉજવણી કરવા, મહિલાઓના વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા જેવા વિષયો પર બ્રાન્ડ વાત કરે છે. પણ સૌથી વધુ વાત સ્ત્રી સમાનતા પર થાય છે. ઘણી બ્રાન્ડ આને સોશ્યિલ મેસેજ તરીકે જોવે છે તો ઘણી બ્રાન્ડ પોતાના પ્રોડક્ટની સાથે લિંક કરે છે. મજાની વાત એ છે કે, આ સમય દરમ્યાન અમુક બ્રાન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવે છે જે લોકોને ઇમોશનલી ટચ કરી જાય છે.
આજે જ્યારે આપણે વુમેન્સ ડેના કેમ્પેઇન જોઈએ તો મોટાભાગે એક જ તાલમાં ચાલતા લાગે અને તે એટલે ઇક્વાલીટી અર્થાત્ સ્ત્રી પુરુષ સમાનતા. એમ નહિ કહું કે સંપૂર્ણપણે આ બદલાવ આજે સમાજમાં આવી ગયો છે પણ આની ધારી અસર આજે આપણે સમાજમાં જોઈ શકીએ છીએ. આજે, સ્ત્રીઓ ભણતરમાં, જોબ્સમા, કરિયરમાં, સમાજમાં, રાજકારણમાં મહત્વનો ભાગ ભજવે છે. આ એક મોટો બદલાવ ધ્યાનમાં રાખવો જરૂરી છે. બ્રાન્ડ માટે આ દિવસ એક મોટી તક છે તો સમાનતા ઉપરાંત નવા વિષયો સ્ત્રીને લગતા ગોતી તેની વાત કરવાની જેના થકી તેઓની બ્રાન્ડ લોકોથી અલગ તરી આવે. ઉદાહરણ તરીકે, આજની સ્ત્રીને લાગે છે કે માતા બનવાથી પોતે પોતાના કરિયરનું બલિદાન આપવું પડે છે અથવા માસિક કે મેનોપોઝ જે સ્ત્રીના જીવનનો ભાગ છે અથવા ઘર અને ઓફિસ બંને તે સહજતાથી સંભાળી શકે છે, લગ્ન ક્યારે કરવા કે પછી પોતાની જિંદગી કઇ રીતે જીવવી તેનો હક વગેરે જેવા વિષયો પર પણ વાત થઇ શકે. અમુક બ્રાન્ડ્સે આ વિષયોને ટચ કરવાની કોશિશ કરી છે પણ મોટે ભાગે વાર્તા સમાનતા પર આવીને અટકી જાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીના જીવનનું આદર્શ બની શકે જેવી વાતો બ્રાન્ડ્સને અલગતા પ્રદાન કરી શકે.
પ્રશ્ન તે થાય કે મેન્સ ડે કે પછી ફાધર્સ ડે નહિવત્ રીતે મનાવાય છે; જ્યારે વુમેન્સ ડે અને મધર્સ ડે ને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળે છે. આનું કારણ સ્ત્રીને હરેક સમાજમાં પુરુષ સમોવડીયું સ્થાન નથી એવી માન્યતા જે એક ઈમોશન લોકોમાં જાગૃત કરે છે અને માનો કે ન માનો તમારા ઘરની હરેક ખરીદીમાં તેનો મત ઘણો અગત્યનો છે. તો શું બ્રાન્ડ્સ આવા ટાર્ગેટ સેગ્મેન્ટને પેમ્પર નહિ કરે, જે તેને તેના પ્રોડક્ટ ખરીદીમાં અનાયાસે મદદ કરે છે. કોઈ પણ બ્રાન્ડ માટે સ્ત્રી એક પોટેન્શિઅલ બાયર છે, જેને કન્વિન્સ કરવી ધારીયે તેટલું આસાન કામ નથી. આજે તે જમાનો નથી જ્યારે એમ કહેતા કે. “ઍક ઢોર ગમાણમાં બાંધ્યુ છે અને બીજું ઘરમાં”. આ બદલાવને જાણવાનો પ્રયત્ન કરીએ. આજની સ્ત્રીને પોતાનો ઑપીનિયન છે, આઇડેંટિટી છે, પ્રોફેશન / કરિયર છે, સ્વતંત્ર વિચાર ધારા છે અને તેથી તે પણ સાચા-ખોટાની પરખ રાખે છે, શું જોઈએ અને શા માટે જોઈએ તેના બારામાં તે નિશ્ચિત પણ છે. ફેમિલી ગોલ્સ અને માઇલ્સ્ટોન્સની સાથે સાથે પોતાના પર્સનલ ગોલ્સ અને માઇલ્સ્ટોન્સને પણ પ્રાધાન્યતા આપે છે. ફેમિલીને કોમ્પ્રોમાઇઝ ના કરતા તે કરિયર અને ઘર બંને સારી રીતે બૅલેન્સ કરે છે.
આજની આ સ્ત્રી કોઈ પણ ચીજનું આંધળું અનુકરણ નથી કરતી; પછી તે પોતાના બાળકે કયા ટ્યૂશન ટીચર પાસે જવું કે કયા સાબુથી નાહવું તેની બધી માહિતી ડીટેલમાં મેળવી પછી જ અંતિમ નિર્ણય લેશે. ફક્ત માહિતી ના મેળવતા તેનો રીલાયેબલ સોર્સ જાણી અને નક્કી કરશે.
લગ્ન કર્યા કે તરત માતા બની જવામાં તે નથી માનતી. ડિલેડ પ્રેગ્નેન્સી કાંતો ક્યારે બાળક પ્લાન કરવું તેના માટે પણ તે ક્લીયર છે. તેમાં તેનો સ્વાર્થ પણ કદાચ હશે પરંતુ તેનાથી આગળ તે પોતાને અને પોતાના બાળકોને બેસ્ટ લાઈફ આપવા માંગે છે. પોતે પ્રૉપર્લી મેચ્યોર્ડ થયા પછી આ નિર્ણય લેવા માંગે છે. બીજું કારણ આજની સ્ત્રી માટે જીવન ફક્ત બાળકો ઉછેરવા માટે નથી પણ પોતાની જિંદગી જીવવા માટે, નવા અનુભવો લેવા માટે અને કશૂક અચીવ કરવા માટે છે તેની ક્લીયર અંડરસ્ટૅંડિંગ તેના પ્લાનીંગમાં મહત્વનો ભાગ ભજવે છે.
એક સમય એવો હતો કે સ્ત્રી પોતાના પતી સાથે પણ અમુક વાતો શેર કરતા શરમાતી, આજે આવી વાતોને આપણે ઑપન્લી ડિસકસ કરતા જોઈએ છીએ જેના થકી પતી-પત્નીમાં એક અંડરસ્ટૅંડિંગ લેવલ ઊભું થયેલું જોઈ શકીએ છીએ.
આપણે માનિએ કે નહી સ્ત્રી “અ લેડી ઓફ ઘી હાઉસ ઇસ મચ મોર પાવરફુલ ધેન એનીવન એલ્સ ઈન ઘી હાઉસ”. ઘરની લગભગ બધી જ ખરીદીમાં તે મહત્વનો ભાગ ભજવે છે; પછી તે દાળ-ચોખા હોય, ઘર ક્યાં ખરીદવું, ઘરમાં દીવાલો પર કયો રંગ કરવો, વૅકેશનમાં ક્યાં ફરવા જવું અને કદાચ કાર કઈ ખરીદવી તે પુરુષ નક્કી કરતો હશે પણ કારના કલરની પસંદગીમાં તેનો નિર્ણય અંતિમ હશે.
જ્યારે આવી પર્સનાલિટી એક સ્ટ્રૉંગ બાયર તરીકે પ્રસ્થાપિત થતી હોય ત્યારે બ્રાન્ડસ્ માટે તેનો ડીટેલમાં અભ્યાસ આવશ્યક થઈ જાય છે. આજની આ લેડી ઓફ ઘી હાઉસને આજે આપણે રિયલ સેન્સમાં મલ્ટીટાસ્કિંગ કરતા જોઈએ છીએ.
સ્ત્રી ઘરના ઘણા બધા કામો કરે છે અને લોકોને સાચવે છે તેથી તે મલ્ટીટાસ્કર નથી પરંતુ આજે તે તેના જીવનમાં વિવિધ રોલો ભજવે છે અને તેની મલ્ટી ડાઇમેન્શનલ પર્સનાલિટી તેને મલ્ટીટાસ્કર બનાવે છે. બદલતાં કાળ સાથે બદલતી આજની સ્ત્રીએ ઘણી નવી કેટેગરી, પ્રૉડક્ટ લાઇન ઊભી કરવામાં સિંહ ફાળો આપ્યો છે. ઉપરાંત તે પોતે એક પોટેન્શિયલ બાયર અને ડિસિઝન મેકર છે તે બ્રાન્ડ સમક્ષ પ્રસ્થાપિત કરી મેસેજ આપે છે કે હુઝ ઘી બોસ વ્હેન ઈટ કમ્સ ટૂ બાય એનીથીંગ. આવા બીજા ઘણા આજની સ્ત્રીની પર્સનાલિટીના પાસાઓ હશે જે બ્રાન્ડસ્ રિસર્ચ દ્વારા આઇડેંટિફાઈ કરી પોતાના કમ્યૂનિકેશનમાં ઉપયોગમાં લઇ શકાય. આવી મલ્ટીટાસ્કર સ્ત્રીનો અભ્યાસ બ્રાન્ડસ્ માટે ક્રિટિકલ હોય છે અને તેથી તેનું રેગ્યુલર રિસર્ચ કરવું પડે છે. આમ, ઉપરની વાતોને, સ્ત્રીના બદલતાં રોલને સમજી બ્રાન્ડે વુમેન્સ ડેના કેમ્પેઇનમાં સ્ટીરીઓટાઈપ એડ્સ આપવાનું બંધ કરી નવી વાત લાવવી પડશે, કારણ સમાજ અને સ્ત્રી બંને ઘણા આગળ નીકળી ગયા છે. બીજી વાત, સ્ત્રીને પેમ્પર કરવા ડિસ્કાઉન્ટ સેલ રાખો પણ તે એવી રીતે પ્લાન અને પ્રમોટ કરો કે તેને લાગે કે આ સેલ્સ ટેકટિક નહિ પણ ખરેખર તેના માનમાં પ્લાન કર્યું છે.
અંતે સૌથી મહત્વનું, સ્ત્રી વિશેના કેમ્પેઇન ફક્ત વુમેન્સ ડે સુધી સીમિત ન રાખતા તેને રેગ્યુલર ઈન્ટરવલ પર પ્લાન કરતા રહો. આનો સૌથી મોટો ફાયદો તે થશે કે કન્ઝ્યુમર ખાસ કરીને સ્ત્રી કન્ઝ્યુમર તમને તકવાદી ન સમજતા તમે ખરેખર સ્ત્રીને માન આપવા વાળી બ્રાન્ડ છો તેની છાપ પોતાના મનમાં સ્થિર કરશે અને કહેશે કે યુ હેવ મેડ હર વુમેન્સ ડે સ્પેશ્યલ.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel