વર્લ્ડ જવેલરી કન્ફેડરેશન (CIBJO) અને તુર્કી જવેલરી એક્સ્પોટર્સ એસોસિયેશને MoU પર હસ્તાક્ષર કર્યા

CIBJOની પસંદગીની બ્લુ બુક્સ અને દસ્તાવેજો તુર્કી ભાષામાં અનુવાદ કરવા માટે પણ બંને સંસ્થાઓએ સમંતિ દર્શાવી છે.

World Jewellery Confederation (CIBJO) and Turkish Jewellery Exporters Association signed MoU
21મી જાન્યુઆરી, 2023ના રોજ વિસેન્ઝામાં સંગઠનો વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરી રહેલા વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન (CIBJO)ના પ્રમુખ ગેટનો કેવેલેરી (જમણે) અને ટર્કિશ જ્વેલરી એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બુરાક યાકિન.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન (CIBJO) અને તુર્કી જ્વેલરી એક્સપોર્ટર્સ એસોસિએશન (TJEA) ના પ્રમુખોએ જવેલરી ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે હસ્તાક્ષર કર્યા છે. જેમાં બંને સંસ્થાઓએ તુર્કી અને આંતરરાષ્ટ્રીય જ્વેલરી, જેમસ્ટોન અને કિંમતી ધાતુના ઉદ્યોગના વિકાસમાં કટીબધ્ધતા દાખવવા સંમતિ આપી છે.

કરાર મુજબ, CIBJO અને TJEA તુર્કીમાં જેમ સ્ટોન, કિંમતી ધાતુઓ અને જ્વેલરી ક્ષેત્રના સભ્યોને ઇથિકલ બિઝનેસ પ્રેકટીસ (નૈતિક વ્યાપાર વ્યવહાર), રિસ્પોન્સીબલ સોર્સિંગ, સસ્ટેનિબિલીટી (ટકાઉપણું) કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR) અને સુમેળભર્યા ધોરણો અને નામકરણના સિદ્ધાંતો વિશે શિક્ષિત કરવા માટે કાર્યક્રમો વિકસાવશે.

આ CIBJO બ્લુ બુક સીરિઝ પર આધારિત હશે, જેમાં ડાયમંડ્સ, કલર જેમસ્ટોન, મોતી, કોરલ, કિંમતી ધાતુઓ, જેમ લેબનું સંચાલન, જવાબદાર સોર્સિંગના સિદ્ધાંતો અને CIBJO લેબોરેટરી ગ્રોન ડાયમંડ ગાઇડ સહિત અન્ય માર્ગદર્શન દસ્તાવેજોનો સમાવેશ થાય છે. TJEA દ્વારા આયોજિત કાર્યક્રમોમાં આવા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

આ કરારના માળખા હેઠળ શૈક્ષણિક કાર્યક્રમોમાં સેમિનાર, વર્કશોપ અને કોન્ફરન્સનો સમાવેશ થઈ શકે છે અને આ કાર્યક્રમોના સ્નાતકોને CIBJO ના સત્તાવાર સીલ ધરાવતા ડિપ્લોમા પ્રાપ્ત થશે.

CIJBOની પસંદગીની બ્લુ બુક્સ અને દસ્તાવેજો તુર્કી ભાષામાં અનુવાદ કરવા માટે પણ બંને સંસ્થાઓએ સમંતિ દર્શાવી છે. આ અનુવાદને તુર્કીમાં વિતરણ કરાશે અને CIBJOની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તુર્કી જવેલરી એક્સપોર્ટર્સ એસોસિયેશનના પ્રમુખ બુરાક યાકિને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કરાર તુર્કી જ્વેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જે ટોપ-10 જ્વેલરી નિકાસકાર અને જ્વેલરી માર્કેટ બંને છે. યાકિને કહ્યુ કે, આપણા જેવા વૈશ્વિક સ્તરે એકબીજા સાથે જોડાયેલા ઉદ્યોગમાં, અન્ય દેશોમાં સહકાર્યકરો સાથે સંબંધો જાળવી રાખવાનું સર્વોચ્ચ મહત્વ છે.

યાકિને કહ્યું કે સંવાદ અને સાથે મળીને કામ કરવા માટે આપણે ઓપરેટીંગ પ્રિન્સીપલ્સ, ટેકનોલોજી અને નિતીમત્તાના ધોરણો માટે સંમત થવું પડશે. TJEAના પ્રમુખે કહ્યું કે, CIBJO એ એક જ મંચ છે જ્યાં આ બધાને તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ દ્વારા સંબોધવામાં આવે છે, અને તુર્કીના વાતાવરણમાં જે શીખવામાં આવે છે તેને અનુકૂલિત કરવામાં સક્ષમ થવાનો અમને આનંદ થાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારો અવાજ સાંભળવામાં આવે છે.

CIBJOના પ્રમુખ ડૉ. કેવેલિયરીએ જણાવ્યું હતું કે, તુર્કી એ આપણા ઉદ્યોગ માટે આજે લિંચપિન છે. માત્ર જ્વેલરીના મુખ્ય ઉત્પાદક અને ગ્રાહક તરીકે જ નહીં, પણ મધ્ય એશિયા, પૂર્વીય યુરોપ, બાલ્કન્સ અને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રના વિકસતા બજારોના પ્રવેશદ્વાર તરીકે પણ છે.

વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન (CIBJO) આશા રાખે છે કે આ મહત્વપૂર્ણ કરાર માત્ર તુર્કી ઉદ્યોગના ગ્રોથ અને ડેવલપમેન્ટને જ સપોર્ટ નહી કરશે પરંતુ, આપણે જે કામ કરીએ છીએ તેમાં પણ ઇન્વોલ્વમેન્ટ વધશે. તેના સમગ્ર પ્રદેશમાં વાઇબ્રન્ટ અને ઇથિકિલ જ્વેલરી ટ્રેડના વિસ્તરણને પણ સમર્થન આપે છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS