વર્લ્ડ ફૅડરેશન ઓફ ડાયમંડ બુર્સીસ (WFDB)ના પ્રમુખ યોરામ દ્વાશે સમગ્ર ટ્રેડને નેચરલ ડાયમંડ માટે ચાલી રહેલા માર્કેટિંગ ઝુંબેશને નાણા આપવામાં મદદ કરવા અપીલ કરી છે, જેમાં ડાયમંડ પ્રોડ્યુસીંગ દેશો દ્વારા ચૂકવવામાં આવનાર સૌથી મોટો હિસ્સો છે.
તાજેતરમાં WFDB દ્વારા પ્રકાશિત એક ઓપન લેટરમાં દ્વાશે જણાવ્યું હતું કે, પાછલા 20 વર્ષોમાં કોઈપણ મોટા વ્યાપક માર્કેટિંગ ઝુંબેશના અભાવને કારણે યુવા ગ્રાહકો અગાઉની પેઢીઓ કરતાં નેચરલ ડાયમંડ વિશે અલગ મંતવ્યો ધરાવે છે. તેમણે કહ્યું કે, યુવા પેઢી ડાયમંડને શાશ્વત પ્રેમના પ્રતીક તરીકે જોતી નથી, પરંતુ તેઓ માનવ અધિકારોને કેવી રીતે અસર કરે છે તે વિશે વધુ ચિંતિત છે.
WFDBના પ્રમુખ યોરામ દ્વાશે અપીલ કરતા કહ્યું હતું કે, હવે ફેરફાર કરવાનો સમય છે; હવે આપણે મોટા પ્રમોશનલ ઝુંબેશમાં રોકાણ કરવાની જરૂર છે જે નેચરલ ડાયમંડની માંગ પેદા કરશે. ડી બીયર્સ અને નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) બંને મોટા રિટેલરો સાથે ઝુંબેશ પર લાખો ડોલર ખર્ચી રહ્યાં છે અને તે ખૂબ જ સકારાત્મક છે.
પરંતુ મને ચિંતા છે કે, તે ખૂબ ઓછું, ખૂબ મોડું થઈ ગયું છે. સફળ થવા માટે, સમગ્ર વર્ષ દરમિયાન ઝુંબેશનું સંકલન અને સુસંગત હોવું જરૂરી છે.
WFDB આગામી સપ્તાહોમાં ઉદ્યોગ-વ્યાપી ચર્ચાઓ શરૂ કરશે. ઉત્પાદક દેશો, ખાણકામ કંપનીઓ, ઉત્પાદકો, વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ સહિતના હિતધારકોને પુનરુત્થાન વ્યૂહરચના માટે સહયોગ અને યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ સુનિશ્ચિત કરીને કે મહત્ત્વની હોલિડે સિઝન નજીક આવવા સમયે ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિર્સ્પધા બની રહે.
તેમણે કહ્યું કે, આપણે હીરા ઉદ્યોગને માર્કેટિંગ ખર્ચના તંદુરસ્ત સ્તરે પાછા લાવવાની જરૂર છે, આ ઉપરાંત, આપણે હીરાને સતત લોકોની નજરમાં રાખવાની જરૂર છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube