રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ નવા નિયમો હેઠળ 300,000 કેરેટ ડાયમંડનો સ્ટોક કરી દીધો છે જે માઇનર્સને કોમોડિટીઝ ઉપયોગ સામે તેમની અડધી રોયલ્ટી ચૂકવવા દબાણ કરે છે. રાજ્ય સંચાલિત સન્ડે મેઇલના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે.
સેન્ટ્રલ બેંકના ગવર્નર John Mangudyaએ પણ હરારે સ્થિત અખબારને જણાવ્યું હતું કે, સોનાનો ભંડાર લગભગ 350 કિલો અથવા US ડોલરમાં લગભગ 20 મિલિયન ડોલર છે. ડાયમંડના સ્ટોકનું મૂલ્ય નક્કી કરવું મુશ્કેલ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઝિમ્બાબ્વેએ ગયા વર્ષે નિયમો દાખલ કર્યા હતા જેમાં માઇનર્સે તેમની અડધી રોયલ્ટી સરકારને કોમોડિટીઝ પ્રકારે અને બાકીની અડધી રોયલ્ટી રોકડમા ચુકવવી પડશે. કારણ કે દક્ષિણ આફ્રિકન દેશ તેના ખનિજ ભંડાર બનાવવા માંગે છે.
ઝિમ્બાબ્વે કોન્સોલિડેટેડ ડાયમંડ કંપની લિ., અને મુરોવા ડાયમંડ લિ., જે રિયો ઝિમ લિ.ની માલિકીની છે, દેશમાં કાર્યરત એકમાત્ર હીરાની કંપનીઓ છે.
માઇનીંગ કંપનીઓ જે ઝિમ્બાબ્વેમાં ઓપરેટ કરે છે તેમાં ઇમ્પાલા પ્લૅટિનમ લિમિટેડ, એંગ્લો અમેરિકન પ્લૅટિનમ લિમિટેડ અને સિબાન્યે ગોલ્ડ લિમિટેડના એકમોનો સમાવેશ થાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM