Tata Cliq Luxury strengthens jewellery portfolio with launch of Zoya-1
સૌજન્ય : ઝોયા - ફેસબુક
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

પ્રિમિયર લક્ઝરી લાઈફ સ્ટાઇલ પ્લેટફોર્મ Tata CLiQ Luxuryએ હાઉસ ઓફ ટાટાના એક પ્રિમિયર લક્ઝરી લાઇ સ્ટાઇલ પ્લેટફોર્મ ઝોયા સાથે હાથ મેળાવ્યા છે, જે એક ડાયમંડ બૂટિક છે. ઝોયા જ્વેલરી હવે Tata CLiQ Luxury Platform પર ઉપલબ્ધ થશે.

ઝોયા તેની અસાધારણ ક્રાફ્ટમેનશીપ અને અનન્ય ડિઝાઈન માટે જાણીતી છે, જે સૌંદર્યલક્ષી રીતે સમજદાર મહિલાઓ પહેરી શકે તેવી કલા પ્રદાન કરે છે. ઝોયા અને Tata CLiQ Luxury Platform વચ્ચેનો સહયોગ ટાટા CLiQ લક્ઝરીના ફાઈન જ્વેલરીના પોર્ટફોલિયોને મજબૂત બનાવે છે, જે ટાટા ગ્રુપની અંદર બે અગ્રણી લક્ઝરી બ્રાન્ડને એકસાથે લાવે છે.

પ્લેટફોર્મ પરના પોર્ટફોલિયોમાં બહુમુખી Aeterna અને Samav કલેક્શન સહિત ઝોયાના જ્લેવરી પીસની કાળજીપૂર્વક પસંદ કરેલી રેન્જનો સમાવેશ થાય છે. આ રેન્જમાં કાનની બુટ્ટી, વીંટી, બંગડીઓ, બ્રેસલેટ, પેન્ડન્ટ અને નેકલેસ હોય છે.

Tata CLiQ Luxuryના ચીફ બિઝનેસ ઑફિસર ગીતાંજલિ સક્સેનાએ લૉન્ચ પર આનંદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, “ઝોયાને તેમની ફાઇન જ્વેલરી કેટેગરીમાં ઉમેરવાથી તેમની પહેલેથી જ પ્રભાવશાળી પસંદગીમાં વધારો થશે. તેણીએ ઝોયાની વિશિષ્ટ સ્ટાઇલ અને ડીપ ડિઝાઇનની સ્ટોરીના પ્રશંસા કરી જે તેમની જ્વેલરીને કલાનું કામ બનાવે છે.”

ઝોયાના બિઝનેસ હેડ અમનપ્રીત આહલુવાલિયાએ હાઉસ ઓફ ટાટાની બે ગ્રાહકો માટેની ખાસ લક્ઝરી બ્રાન્ડ્સ માટે આ સહયોગને ખૂબ મહત્વની ક્ષણ તરીકે વર્ણવ્યું હતું.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS