જ્યારે ESG એટલે કે એન્વાયરમેન્ટ, સોશિયલ અને ગર્વનન્સની વાત આવે છે ત્યારે સૌ કોઈની નજર ન્યુયોર્ક શહેરમાં સ્થિત સ્માઈલિંગ રોક્સ પર અટકી જાય છે. લેબોરેટરીમાં ઉત્પાદિત ડાયમંડ જ્વેલરી કંપની ખરીદીની કુલ કિંમતના 3 ટકા રકમ બાયર્સની પસંદગીને અનુરૂપ દાન કરે છે. જેમાં ફર્સ્ટ રેસ્પોન્ડર્સ ચિલ્ડ્રન ફાઉન્ડેશ, ટ્રીઝ ટોર ધ ફ્યુચર, સ્માઈલ નેટવર્ક ઈન્ટરનેશનલ અને સ્પેસ ફોર જાયન્ટ્સ જેવી સંસ્થાઓ સામેલ છે. ખરીદદારની પસંદગી અનુરૂપ આ પૈકી કોઈ એક સંસ્થામાં દાન કરાય છે. તે પોઝિટિવ લક્ઝરી સંસ્થાના મેમ્બર છે. આ સંસ્થાનું ચિહ્ન બટરફ્લાઈ માર્ક છે. સમાજમાં સકારાત્મક અસર ઉભી કરવા માટે તેઓ એન્વાયરમેન્ટ ક્ષેત્રે દાન કરે છે. કંપનીએ 2030 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાનું લક્ષ્ય રાખ્યું છે.
3 cts સાથે 14k પીળા સોનામાં મોરનું બ્રોચ. t.w વાદળી, લીલો અને સફેદ લેબગ્રોન હીરા, જેમાં 0.35 સીટીનો સમાવેશ થાય છે. વાદળી પિઅર-આકારનો રત્ન, $8,899
સ્માઈલીંગ રોક્સ, વર્ષ 2019માં શરૂ થઈ હતી. લક્ઝરી ખરીદદારોને આકર્ષવા માટે કંપનીએ અનેક નવા ડિઝાઈનના કલેક્શન રજૂ કર્યા છે, જે સ્ટાઇલ સેટર બન્યા છે. માર્કેટમાં અને સમાજમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવાના ટાર્ગેટ સાથે કંપની કામ કરે છે.
સ્માઈલીંગ રોક્સ કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ ઝુલુ ઘેવરિયાએ કહ્યું કે, “અમારું લક્ષ્ય એવી બ્રાન્ડ રજૂ કરવાનો છે જેની પર ભરોસો કરી શકાય, જેનું સરળતાથી ઓડિટ કરી શકાય. જેના વ્યવહારો પારદર્શી હોય અને જે લક્ઝરી સેગમેન્ટમાં ઉમદા સર્વિસ પ્રોવાઈડ કરતું હોય. સ્માઈલીંગ રોક્સ કંપની લાસ વેગાસમાં શરૂ થનારા જેસીકે શોમાં પશુઓથી પ્રેરિત નવી ડિઝાઈન રજૂ કરી છે, જેમાં નવા પ્રકારના બ્રોચીઝ છે. આ ડિઝાઈનર કલેક્શનથી રિટેલર્સને નવી બ્રાન્ડમાં વિશ્વાસ ઉભો થશે અને તેઓના મનમાં બજારમાં સારી ઘરાકીની આશા જાગશે.”
સવાલ : સ્માઈલીંગ રોક્સ કઈ પોડક્ટ પર ફોક્સ કરે છે?
ઝુલુ ઘેવરિયા : જ્યારે અમે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારે અમારી પાસે ફેશન લાઇન અને બેઝિક્સ લાઇન કલેક્શન હતા. બીજા વર્ષમાં અમે બ્રાઇડલ કલેકશન લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ 2021 અને ’22માં અમારી સૌથી મોટું હિટ બ્રાઇડલ કલેક્શન રહ્યું હતું. તે વર્ષોમાં, અમારો 70% થી વધુ વ્યવસાય લગ્ન સમારંભનો હતો. હવે અમે બેઝિક્સથી લઈને હાઈ ફૅશનથી લઈને હૉટ કોતુર લાઇન સુધી બધું ઑફર કરીએ છીએ. અમારી પાસે $499 થી $300,000 સુધીની કિંમતનું કલેકશન છે.
0.84 સીટી સાથે 14k વ્હાઇટ ગોલ્ડમાં સ્પાર્કલ બંગડી. t.w., $6,999
સવાલ : હૌતે કોતુર લાઈનમાં એક વિસ્તૃત મોર બ્રોચ સામેલ છે, તેના વિશે વધુ માહિતી આપો.
ઝુલુ ઘેવરિયા : અમે લેબોરેટરીમાં ઉત્પાદિત થતા લેબગ્રોન ડાયમંડમાં અલગ અલગ રંગોની સંભાવના વાળું કલેક્શન લાવવા માંગતા હતા. અમે જ્વેલરી લવર્સને લેબ ડાયમંડના વિવિધ રંગોની શ્રેણી બતાવવા માગતા હતા. અમારા કલેક્શનમાં જે વાદળી, લીલા અને પીળા રંગના ડાયમંડ જોવા મળે છે. તે બધા લેબગ્રો0AA8 હીરા છે. લેબોરેટરીમાં ઉત્પાદિત હીરા સુંદર છે. અમારા આગામી કલેક્શનમાં દીપડો, સાપ, મગરથી પ્રેરિત ડિઝાઈનો છે. બધા એક ઓફ એ પ્રકારના ડાયમંડના ટુકડા છે. અમે નવા કલેક્શનના રજિસ્ટ્રેશનમાં હાલ વ્યસ્ત છીએ. અમારો આઈડિયા એ છે કે અમે એક એક કોમ્યુનિટી બનાવવા માંગીએ છીએ જે સ્માઈલિંગ રોક્સની જ્વેલરી માટે ક્રેઝી હોય.
સવાલ : ધ ફ્રેમ કલેક્શન વધુ સરળ છે. તેના વિશે જણાવો…
ઝુલુ ઘેવરિયા : ફ્રેમ કલેક્શનનો આઇડિયા આર્ટ પીસ બનાવવાનો છે. જેના કેન્દ્રમાં તમને માત્ર હીરા જ દેખાય છે. અમે તેને 1 થી 2 કેરેટના સેન્ટર સ્ટોન વડે રાઉન્ડ અને એમરલ્ડના આકારમાં બનાવ્યા છે. તે રોજ પહેરી શકાય તેવી અમેઝિંગ સ્ટાઈલની ઊંચી વૅલ્યુ ધરાવતું કલેક્શન છે. અમે તેનું ટેસ્ટિંગ લૉન્ચ સેન્ચુરીયર ખાતે કર્યું હતું.
2.25 cts સાથે 14k યલો ગોલ્ડમાં ફ્રેમ બ્રેસલેટ. t.w લેબગ્રોન હીરા, $5,999
જેસીકેમાં તેનું સમગ્ર કલેક્શન લૉન્ચ કરવામાં આવશે, જેમાં અનેક વિવિધ આકારના પિયર્સ અને ઓપેલ્સનો પણ સમાવેશ કરાયો છે. 14 કેરેટ યલો ગોલ્ડમાં બનેલા ધ ફ્રેમ પીસ કલેક્શનની રિટેલમાં કિંમત 1,999 ડોલર થી 5,000 ડોલર સુધીની રહેશે.
સવાલ : અને સ્પાર્કલ બેંગલ કલેક્શન?
ઝુલુ ઘેવરિયા : બંગડીઓ હવે રોજ પહેરાતું ઘરેણું બન્યું છે. અમે આ ટ્રેન્ડથી ઈન્સ્પાયર થયા છે. અમે સ્પાર્કલ કલેક્શનને બેંગલ આધારિત બનાવ્યું છે. આ સ્પાર્કલ કલેક્શનમાં બંગડીઓ જ છે. તે મહિલાઓની ઓળખનો એક ભાગ બની છે. આ સ્પાર્કલ કલેક્શન પણ જેસીકેમાં રજૂ કરવામાં આવશે.
2.64 cts સાથે 14k પીળા સોનામાં સ્પાર્કલ બંગડી. t.w લેબગ્રોન હીરા, $8,449
સવાલ : બધા હીરા ક્યાં ઉત્પન્ન થાય છે?
ઝુલુ ઘેવરિયા : સ્માઇલિંગ રોક્સ મેન્યુફેક્ચરીંગ કંપની છે. અમારી પાસે ભારતમાં સર્વિસ અને ડિમાન્ડ વધી રહી છે. અમારા ઉત્પાદન એકમો હોંગકોંગ અને ચીનમાં છે. સૌથી મહત્વની બાબત એ છે કે અમે પોઝિટિવ લક્ઝરીના મેમ્બર છીએ. ગ્રાહકો અમારા ESG ફ્રેમવર્કને સ્કેન કરી ચેક કરી શકે છે. અમે અમારી ESG જર્નીમાં ક્યાં ઊભા છીએ અને અમારી પાસે ક્યાં અભાવ છે તે તપાસી શકે છે. તેઓ અમારી કંપનીના દાવાઓ અને અમારા ટાર્ગેટ સુધી પહોંચવાની અમારી સફર જોઈ શકે છે. અમે 2030 સુધીમાં દરેક રીતે કાર્બન ન્યુટ્રલ થવાનું લક્ષ્ય રાખીએ છીએ.
સવાલ : શું ટકાઉપણું પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અંતિમ-ગ્રાહકો માટે કોઈ ફરક પાડે છે?
ઝુલુ ઘેવરિયા : આ ક્ષેત્રમાં પ્રામાણિક બનવા માટે આજે રિટેલ સેક્ટરમાં કોઈ ચોક્કસ પરિમાણ નથી. પરંતુ આપણી તે જવાબદારી છે. અમારી કંપની આ મામલાને જવાબદારી તરીકે જ જુએ છે. નવી પેઢી આપણે ઘણા પ્રશ્નો પૂછશે. ખાસ કરીને પર્યાવરણ અંગે. નવી પેઢી મૂલ્યાંકન અંગે એલર્ટ છે. રિટેલરો પણ આ બાબતે સભાન થયા છે. તેઓ પણ પ્રશ્નો પૂછશે. તેથી જ આપણે જોઈએ છીએ કે લેબોરેટરીમાં ઉત્પાદન કરાયેલા હીરા હવે લોકપ્રિય થઈ રહ્યા છે. ઉદ્યોગ શું વિચારી રહ્યો છે તે છતાં, ગ્રાહકો દરેકને કહે છે કે “મને આ ઉત્પાદનની જરૂર છે.” ગ્રાહક વિચારે છે કે આ એક વૈભવી વિકલ્પ છે. હું માનું છું કે થોડા વર્ષોમાં કોઈપણ રિટેલના વેચાણમાં લેબગ્રોન ડાયમંડ સૌથી મોટો હિસ્સો ધરાવતા હશે.
2 cts સાથે 14k પીળા સોનામાં ફ્રેમની બુટ્ટી. t.w લેબગ્રોન હીરા, $4,999
સવાલ : લેબમાં ઉત્પાદિત ડાયમંડની કિંમતની અસ્થિરતા વિશેની રિટેલર્સની ચિંતાનો સામનો કેવી રીતે કરશો?
ઝુલુ ઘેવરિયા : અમે 100% ગેરેન્ટેડ વળતર આપીએ છીએ. જો રિટેલર્સ ડાયમંડ પરત કરે છે, તો અમે તેમને ક્રેડિટ આપીએ છીએ. સારી વાત એ છે કે ગ્રાહકો કોઈપણ કિંમતે લેબગ્રોન ડાયમંડ માગે છે. રિટેલર્સ હાલ ખુશ છે. કારણ કે ગ્રાહકો અમારી લેબ ડાયમંડ જ્વેલરી ખરીદી રહ્યા છે. ઉદ્યોગ હજુ પણ રેપાપોર્ટ પ્રાઇસ લિસ્ટ સાથે સરખામણી કરી રહ્યું છે પરંતુ કદાચ તેઓ અલગ સેગમેન્ટ સાથે વેચાણ શરૂ કરશે.
સવાલ : સ્માઈલિંગ રોક્સ વિશે તમે ખરીદદારોને શું સંદેશ આપવા માંગશો
ઝુલુ ઘેવરિયા : અમે અમારી જાતને રિટેલરો માટે વન-સ્ટોપ સૉલ્યુશન તરીકે જોઈએ છીએ. અમે બ્રાઈડલ કેટેગરીમાં ખૂબ જ મજબૂત છીએ. અમારું કલેક્શન વિશાળ છે. ઉપરાંત, રિટેલર્સ કે જેઓ પરંપરાગત રીતે માત્ર ક્લાસિક લાઇન્સ વેચે છે, હવે અમે તેમને કેટલીક ફેશન લાઇન ઓફર કરી રહ્યા છીએ. મને લાગે છે કે તેઓ વધુ નવા કલેક્શન અને ડેઈલી ફેશનની જરૂરિયાત માટેના કલેક્શન માટે પૂછવા લાગ્યા છે. ત્યાં જ મને સ્માઇલિંગ રોક્સ માટે એક શ્રેષ્ઠ તક દેખાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM