હોંગકોંગમાં પ્રવાસીઓની સંખ્યા વધવા સાથે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં હોંગકોંગમાં રિટેલ સેલ્સમાં ગ્રોથ જોવા મળ્યો છે. જ્વેલરી, વોચીસ અને ગિફ્ટની કેટેગરીમાં આવક વાર્ષિક દરે 64 ટકા વધી 5.56 બિલિયન હોંગકોંગ ડોલર (713 મિલિયન ડોલર) થઈ છે. સરકાર તરફથી જુલાઈના પહેલાં સપ્તાહમાં જાહેર કરાયેલા સેન્સસ અને આંકડા અનુસાર તમામ પ્રકારની પ્રોડક્ટના રિટેલ સેલ્સનું વેચાણ 20 ટકા વધીને 33.12 બિલિયન હોંગકોંગ ડોલર (4.25 મિલિયન ડોલર) થયું છે.
પાછલા એક વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે, જ્યારે હોંગકોંગ હજુ પણ લોકડાઉન અને કોવિડ-19ના કડક પ્રતિબંધો અનુભવી રહ્યું હતું છતાં પોઝિટિવ કન્ઝ્યુમર ટ્રેન્ડના લીધે બજારને બુસ્ટ મળ્યું છે. આ સમયગાળા દરમિયાન ટુરિઝમ ખૂબ નીચું રહ્યું હતું. હોંગકોંગની વૈભવી આવકની મોટી ટકાવારી ટુરિઝમ ક્ષેત્રમાંથી આવે છે. મુખ્યત્વે ચીનથી જેઓ માલસામાન ખરીદવા માટે હોંગકોંગમાં આવે છે તેઓ તરફથી મોટી આવક થાય છે. હોંગકોંગે જાન્યુઆરીમાં ચીન સાથેની તેની બોર્ડર ખોલી હતી.
હોંગકોંગમાં 2023 ના પ્રથમ છ મહિનામાં જ્વેલરી, વોચીસ, મૂલ્યવાન ભેટોની કેટેગરીમાં આવક વાર્ષિક ધોરણે 74% વધીને HKD 30.41 બિલિયન ($3.9 બિલિયન) થઈ છે. આ સમયગાળા માટે હોંગકોંગનું કુલ રિટેલ સેલ્સ 21% વધીને HKD 205.08 બિલિયન ($26.31 બિલિયન) થયું છે.
હોંગકોંગના એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇનબાઉન્ડ ટુરિઝમની રિક્વરી અને પોઝિટિવ યુઝર્સ સેન્ટિમેન્ટને કારણે બજારમાં સુધારો થયો છે. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે જૂનમાં કુલ રિટેલ સેલ્સનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધ્યું છે. રિટેલ સેલ્સ માટેનો અંદાજ પોઝિટિવ રહ્યો છે. જ્યારે આવનારા મહિનાઓમાં ટુરીસ્ટની સંખ્યામાં વધુ વધારો થાય તેવી આશા વચ્ચે લેબર માર્કેટની સ્થિતિ પણ સુધરી છે. આર્થિક રિક્વરીની ગતિને વેગ આપવા સરકારના વિવિધ પગલાં, જેમ કે વપરાશ વાઉચરની વહેંચણી, સ્થાનિક વપરાશની માંગને ટેકો આપવો જોઈએ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM