જેમફિલ્ડસ તેના મોન્ટેપુએઝ ખાતાના પ્લાન્ટનું વિસ્તરણ કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ મોઝામ્બિક રૂબીની ખાણની તેની 75 ટકા માલિકીના મોન્ટેપુએઝ ખાતાના બીજા પ્રોસેસિંગ પ્લાન્ટના બાંધકામ માટે 70 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
આફ્રિકાની કન્સલમેટ લિમિટેડ કંપની આ પ્લાન્ટનું બાંધકામ કરશે. આ પ્લાન્ટના નિર્માણ બાદ મોન્ટેપુએઝથી ત્રણ ગણું એટલે કે 600 ટન પ્રતિ કલાકના દરે ઉત્પાદન વધશે. તેમજ કંપનીને તેની સાઈઝના સ્ટોકપાઈલ પ્રોસેસ માટે સક્ષમ બનાવશે.
બીજો પ્લાન્ટ બજારમાં રૂબીના કદ અને રંગની વિવિધતા વધારવામાં મદદરૂપ બનશે. તેમજ મોન્ટેપુએઝના એક્સ્પ્લોટેશનના વિસ્તરણ માટે મંજૂરી આપશે.
જેમફિલ્ડ્સ કંપનીએ આ બાબતે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ખર્ચના આશરે 30 ટકા 2023માં ઘટશે અને તે પછીના વર્ષમાં બાકીનો ખર્ચ ઘટશે. બીજા પ્લાન્ટમાં 2025માં ઉત્પાદન શરૂ થશે.
મોન્ટેપુએઝ રૂબી માઈનીંગના જનરલ મેનેજર પ્રહલાદ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, આ ઈન્વેસ્ટમેન્ટ જેમફિલ્ડ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે.
કાબી ડેલગાડો પ્રાંતમાં આવેલી મોન્ટેપુએઝ ખાણ તાજેતરના વર્ષોમાં જેહાદી બળવાનો સામનો કરી રહી છે. ગત ફેબ્રુઆરીમાં મોન્ટેપુએઝથી 15 કિ.મી. દૂર નૈરોટોમાં હુમલો થયો હતો. ત્યાર બાદ મોન્ટેપુએઝના સ્ટાફે હિજરત કરી હતી.
જેહાદી હુમલાના લીધેમાર્ચ 2021માં લગભગ 60,000 લોકો કાબો ડેલગાડો છોડી ભાગી ગયા હતા અને મોન્ટેપુએઝની નજીક આવ્યા હતા. મોન્ટેપુએઝથી લગભગ 150 કિ.મી. દૂર આવેલા પાલમાના દરિયા કિનારાના ગેસ ટાઉન જેહાદીઓએ કબ્જે લીધા હતા.
જૂન મહિનામાં કાબો ડેલગાડોમાં પણ અંકુબાબે નજીક હુમલા થયા હતા. પરંતુ એમઆરએમ ના ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ લગભગ 65 કિલોમીટર તે ઘટના બની હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM