વેન્ચર કેપિટલિસ્ટ વાણી કોલાએ કહ્યું કે, સોનું રોકાણનો સારો વિકલ્પ નથી

ઇક્વિટીએ હંમેશા સોના કરતાં વધુ વળતર આપ્યું છે. ઇક્વિટી પર સરેરાશ વાર્ષિક વળતર 11-14% છે, જ્યારે સોના પર સરેરાશ વાર્ષિક વળતર 6% છે

Venture capitalist Vani Kola said that gold is not a good investment option
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ભારતમાં લોકો સોના માટે ખૂબ જ ક્રેઝી હોવા છતાં વેન્ચર કેપિટાલિસ્ટ વાણી કોલા સોનામાં રોકાણ કરવામાં માનતા નથી. તેમની પાસે વધારે સોનાના દાગીના નથી અને તેમને લાગતું નથી કે સોનામાં રોકાણ કરવું યોગ્ય છે. તેમનું માનવું છે કે સોના કરતાં રોકાણના વધુ સારા અન્ય વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે.

કલારી કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક વાણી કોલા માનતા નથી કે સોનું સારું રોકાણ છે. તેઓ માને છે કે અન્ય રોકાણના વિકલ્પો છે જે વધુ નફાકારક અને ઓછા જોખમી છે. તેમને સોનું સ્ટોર કરવાની અને સુરક્ષિત રાખવાની ઝંઝટ પણ પસંદ નથી.

કોલાએ એક પોસ્ટમાં લખ્યું છે કે, ભારતીયો પાસે અંદાજીત 25,000 ટન સોનું છે. દક્ષિણ આફ્રિકા સોનાની ખાણકામમાં વિશ્વમાં અગ્રેસર છે, દર વર્ષે આશરે 2,500 ટન સોનાનું ઉત્પાદન કરે છે. તેમણે પોસ્ટમાં લખ્યું ભારતીયો સોનાને મૂલ્યવાન સંપત્તિ માને છે જેથી તેઓ તેની મદદથી ભવિષ્યમાં કોઈપણ પડકારનો સામનો કરી શકે.

કોલા લખે છે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. ખાસ કરીને જૂની પેઢીના લોકો એવું માને છે કે સોનું સંકટ સમયની સાંકળ છે. જૂની પેઢીના લોકો ઘણીવાર તેમનું સોનું બેંકોના સેફ્ટી ડિપોઝીટ બોક્સમાં રાખે છે. ભારતમાં સોના પ્રત્યેનો પ્રેમ એ હકીકત દ્વારા સાબિત થાય છે કે અહીં સોનું ખરીદવા માટે તહેવાર ઉજવવામાં આવે છે.

તેમણે પોસ્ટમાં લખ્યું છે કે દરેક દેશની સેન્ટ્રલ બેંક સોનાને સુરક્ષિત રોકાણ તરીકે સંગ્રહિત કરે છે. ભારત પાસે લગભગ 800 ટન સોનાનો ભંડાર છે, જ્યારે અમેરિકા પાસે લગભગ 8000 ટન છે. દરેક દેશના ચલણનું મૂલ્ય તેના સોનાના ભંડાર સાથે જોડાયેલું છે.

કોલાનું માનવું છે કે ઇક્વિટીએ હંમેશા સોના કરતાં વધુ વળતર આપ્યું છે. ઇક્વિટી પર સરેરાશ વાર્ષિક વળતર 11-14% છે, જ્યારે સોના પર સરેરાશ વાર્ષિક વળતર 6% છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS