ડીટીસીએ રફ હીરાના ભાવમાં 10 ટકા સુધી વધારો કરતા સુરતના હીરા ઉત્પાદકોની ચિંતા વધી

ડીટીસીએ એલસી અને બ્રાઉનના રફનાં ભાવમાં 5 થી 10 ટકાનો ભાવ વધારો કર્યો : જાડા હીરાની માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી વ્હાઇટ અને સોલિટેર રફનાં ભાવો ઘટાડ્યાં

DTC hikes rough diamond prices by up to 10 percent, worries Surat diamond producers
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાની બેન્કોએ નોંધાવેલી નાદારીના લીધે વિશ્વમાં ઉભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે યુરોપિયન બજારોમાં હીરા અને ઝવેરાતના માર્કેટમાં મંદીનું વાતાવરણ છે ત્યારે વિશ્વની સૌથી મોટી રફ હીરાની માઈનીંગ કંપનીએ પડતાં પર પાટું માર્યું છે. પોલિશ્ડ ડાયમંડના ભાવો મળી રહ્યાં નથી અને બીજી તરફ ડીટીસીએ આજે રફ હીરાના ભાવમાં 5 થી 10 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકીને સુરતના હીરા ઉત્પાદકોનું ટેન્શન વધારી દીધું છે.

રશિયા-યુક્રેન યુદ્ધની આડમાં રફ ડાયમંડની અછતનો મુદ્દો ઊભો કરી જાન્યુઆરી 2023થી રફ ડાયમંડની કિંમતો વધી છે. બીજી તરફ પોલિશડનાં ભાવો ઊંચકાયા નથી. વૈશ્વિક મંદીને લીધે અમેરિકા સહિત યુરોપમાં નેચરલ ડાયમંડ અને જવેલરીનાં વેપારને અસર થઈ છે ત્યારે ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન (ડીટીસી)એ માર્ચ મહિનાની સાઈટમાં પણ ભાવો વધાર્યા છે. ડીટીસીએ એલસી અને બ્રાઉનના રફનાં ભાવમાં 5 થી 10 ટકાનો ભાવ વધારો કર્યો છે. જ્યારે જાડા હીરાની માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી વ્હાઇટ અને સોલિટેર રફનાં ભાવો ઘટ્યાં છે.

ગઈ તા. 27 માર્ચ થી 5 દિવસ માટે ડીટીસીની સાઇટ ખુલી હતી, જેમાં જુદા જુદા આર્ટિકલમાં 5 થી 10 ટકા ભાવો વધીને આવતાં નાના વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. ડીટીસીનાં ભાવ વધારાને લીધે સુરત મુંબઈની સેકન્ડરી માર્કેટમાં પણ રફનાં ભાવ વધશે. ચાલુ માસે હોંગકોંગમાં ઈન્ટરનેશનલ જેમ્સ એન્ડ જવેલરી શોને સારો પ્રતિસાદ મળતાં ડીટીસીએ ભાવ વધાર્યા છે. ઉદ્યોગની નજર હવે જીજેઇપીસી આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો પર મંડાઈ છે.

રફ હીરા માટેની સાઈટમાં કેટલાક આર્ટિકલમાં 2 ટકા ભાવો પણ વધ્યા છે. રફ ડાયમંડ સપ્લાયર્સ કંપનીએ જ્યાં નબળી ડિમાન્ડ છે એ જાડા હીરાની કિંમતોમાં ઘટાડી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચૅરમૅન વિજય માંગુકિયાએ કહ્યું હતું કે, ઓવર ઓલ રફ હીરાની કિમત ઘટી છે. ખાસ કરીને જાડા હીરાની કિમત ઘટી અને બ્રાઉન હીરાની કિમતનો વધારો કરી સુરતના હીરાવાળાનું ટેન્શન વધાર્યું.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS