DIAMOND CITY NEWS, SURAT
546 ડોલર સુધીની કિંમત ધરાવતી ઘડિયાળોના વેચાણમાં 2.7 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે 3276 ડોલરની ઘડિયાળોમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. 3000 સ્વિસ ફ્રેન્કથી વધુની કિંમત ધરાવતી ઘડિયાળોના શિપમેન્ટમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. પહેલાં ત્રિમાસિક ક્વાર્ટરમાં નિકાસ વાર્ષિક 12 ટકાના દરે વધીને 7.08 બિલિયન ડોલર થઈ.
કોરોના મહામારીના લીધે બે વર્ષ કરતા વધુ સમયથી ચીન અને હોંગકોંગમાં લક્ઝુરીયસ માર્કેટ સુસ્ત રહ્યું હતું. છેલ્લે ચાઈનીઝ ન્યૂ ઇયર પહેલાં પણ ચીનમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચકતા સ્થિતિ બગડે તેમ લાગતું હતું, પરંતુ યેનકેન પ્રકારે ચીનમાં બજારો સુધર્યા. ખાસ કરીને હોંગકોંગમાં લક્ઝુરીયસ આઈટમોના બજારમાં ખૂબ જ સારો સુધારો જોવા મળ્યો હતો, જેનો લાભ અનેક લક્ઝુરીયસ આઈટમની આયાત નિકાસને મળ્યો છે.
હોંગકોંગ અને ચીનના બજારો ફરી ખુલવાના કારણે માર્ચ મહિનામાં સ્વિસ વોચીસની નિકાસમાં સુખદ વધારો નોંધાયો છે. ફૅડરેશન ઓફ ધ સ્વિસ વોચ ઇન્ડ્સ્ટ્રીના અહેવાલ અનુસાર કુલ શિપમેન્ટમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે 2.39 બિલિયન સુધી પહોંચી ગયો છે. હોંગકોંગના વેપારીઓ તરફથી મળતા ઓર્ડર્સમાં 62 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 289.6 મિલિયન ડોલરના ઓર્ડર ચાલુ સિઝનમાં મળ્યા છે, જ્યારે ચીનમાં પણ આ રેશિયો 14 ટકાના દરે વધી 283 મિલિયન ડોલર પર પહોંચ્યો છે. અમેરિકામાં નિકાસ 8 ટકા વધી 397.7 મિલિયન થઈ છે, જે પાછલા બે વર્ષથી સતત સકારાત્મક સુધારો દર્શાવે છે. જોકે, વૃદ્ધિ દર તેની ઝડપ ગુમાવી રહ્યું હોવાનું પણ જણાઈ રહ્યું છે.
ફૅડરેશને કહ્યું કે, વર્ષના પ્રારંભથી જ જોવા મળ્યું છે કે વોચીસની નિકાસમાં સતત વૃદ્ધિ માર્ચમાં વધુ મજબૂત નહી છે. અમેરિકામાં નિકાસ પાછલા 27 મહિનાઓથી સ્થિર છે. જે ઊંચાઈ પરથી ઝડપ ઓછી કરી રહ્યા છે. બીજી તરફ હોંગકોંગમાં બજારો ફરી શરૂ થયા તેનો સ્પષ્ટ રૂપે લાભ થયો છે. પહેલાં ત્રિમાસિક ક્વાર્ટરમાં તેજી જોવા મળી છે. ચીનના બજારોમાં પણ વર્ષના પ્રારંભથી જ સારો સુધારો જોવા મળ્યો છે.
218 ડોલરથી ઓછી કિંમતવાળી ઘડિયાળોની નિકાસમાં 39 ટકાનો વધારો નોંધાયો છે. ઓછી કિંમતવાળી ઘડિયાળોની નિકાસમાં ઘટાડા બાદ હવે ફરી સુધારો છે. 546 ડોલર સુધીની કિંમત ધરાવતી ઘડિયાળોના વેચાણમાં 2.7 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે 3276 ડોલરની ઘડિયાળોમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. 3000 સ્વિસ ફ્રેન્કથી વધુની કિંમત ધરાવતી ઘડિયાળોના શિપમેન્ટમાં 13 ટકાનો વધારો નોંધાયો છે.
પહેલાં ત્રિમાસિક ક્વાર્ટરમાં નિકાસ વાર્ષિક 12 ટકાના દરે વધીને 7.08 બિલિયન ડોલર થઈ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM