બિનનફાકારક સંસ્થા ડાયમન્ડ્સ ડુ ગુડ (DDG)એ જેસીકે લાસ વેગાસના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ આયોજિત એક કાર્યક્રમમાં ‘ડૂઇંગ ગુડ ઇઝ ગુડ બિઝનેસ‘ સિદ્ધાંતને સાર્થક કરનારા ઇન્ડસ્ટ્રી લીડર્સનું સન્માન કર્યું હતું. આ સમારંભમાં બોત્સ્વાનાના ખનીજ સંસાધન અને ઊર્જાના માનનીય મંત્રી લેફોકો મોઆગી સહિત હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો, ડિઝાઇનર્સ, રિટેલરો અને મહાનુભાવો ભેગા થયા હતા.
ઇવેન્ટનું પ્રાથમિક ધ્યાન શૈક્ષણિક અને ઉદ્યોગસાહસિકતા માટે ભંડોળ ઊભું કરવાનું હતું. આ ફંડ ભેગુ કરવાનો હેતુ એ હતો કે વિશ્વભરમાં કુદરતી હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાનોને સશક્ત બનાવવામાં આવે. આ અનુદાનનો ઉદ્દેશ આગામી પેઢી માટે તકો પૂરી પાડવાનો, તેમની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
આ કાર્યક્રમમાં સંખ્યાબંધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેમના અસાધારણ યોગદાન માટે માન્યતા મેળવી હતી, જેમાં વેલેરી મેસિકાને તેમની નવીન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન્સ માટે DDG નો નેક્સ્ટજેન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે યુવાનોને વિશ્વ પર સકારાત્મક અસર કરવા પ્રેરણા આપે છે.
આ ઉપરાંત રોઝી બ્લુને DDG નો વિઝનરી એવોર્ડ અપાયો હતો. રોઝી બ્લુ તેમની કોર્પોરેટ નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં સામાજિક, પર્યાવરણીય, આર્થિક અને નૈતિક બાબતોને સમાવિષ્ટ કરે છે.
લોરેન વેસ્ટ કંપનીને ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં તેમની પ્રતિભા, દ્રઢતા અને નોંધપાત્ર સિદ્ધિઓ બદલ DDGનો પ્રેરણા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ડી બીયર્સને તેમની બિલ્ડીંગ ફોરએવર પહેલની માન્યતામાં DDG નો GOOD એવોર્ડ અપાયો હતો. આ કંપની કુદરતી હીરાના ગ્રુપમાં કાયમી હકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે.
ડી બીયર્સના સીઈઓ અલ કૂકે જણાવ્યું હતું કે, “મને ડી બીયર્સ વતી આ એવોર્ડ સ્વીકારતા આનંદ થાય છે.”
આ પુરસ્કારો મેળવનારા વિશ્વભરના નેચરલ ડાયમંડના ગ્રુપને આકર્ષિત કરવાના મહત્વને પ્રતિબિંબિત કરે છે, એમ DDGના સહ-સ્થાપક અને નાગરિક અધિકારના નેતા ડૉ. બેન્જામિન ચાવિસ, જુનિયર કહ્યું હતું.
અંતે DDGના પ્રમુખ અન્ના માર્ટિને કહ્યું કે આ પ્રતિબદ્ધતાને હવે પહેલા કરતાં વધુ સમર્થન આપી ગ્રાહકો સુધી પહોંચાડવાની જરૂર છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM