મંદીની અસર મોટા મોટા જ્વેલરી ગ્રુપના નફા પર જોવા મળી છે. કેનેડા ખાતે આવેલા જ્વેલર બર્ક્સ ગ્રુપના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં કંપનીએ વાર્ષિક અહેવાલ બહાર પાડી એ સ્વીકાર્યું કે કંપનીના વેચાણ તેના વાનકુંવર રિટેલ બિઝનેસના ફરી ઉભો કરવાની કપરી સ્થિતિ તથા ફુગાવાની અસરના લીધે સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમિયાન 10 ટકા જેટલું વેચાણ ઘટ્યું હતું.
ગઈ તા. 25મી માર્ચ 2023ના રોજ પુરા થતા 12 મહિનાના આવકના રિપોર્ટમાં કંપનીએ કહ્યું કે, આવક ઘટીને 163 મિલિયન CAD (124.1 મિલિયન) થઈ હતી. કંપનીએ આ અંગે જુનમાં એક રિપોર્ટ જાહેર કરતા કહ્યું હતું કે સ્ટોર ટુ સ્ટોર વેચાણની સરખામણી કરતા વીતેલા એક વર્ષના સમયગાળામાં વેચાણમાં નેગેટિવ – 2.9 ટકા વધારો જોવા મળ્યો હતો. બ્રાન્ડેડ જ્વેલરી અને ટાઈમપીસની માંગ તેમજ સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં વધારો થવાના લીધે કેટલાંક સ્ટોર્સમાં વેચાણને ફાયદો થયો છે. કંપનીએ સમજાવ્યું કે આંશિક રીતે આર્થિક અનિશ્ચિતતા અને ફુગાવાની અસર જોવા મળી છે.
આ સમયગાળા દરમિયાન બર્ક્સે RMBG રિટેલ વાનકુંવર બનાવવા માટે FWI સાથે સંયુક્ત સાહસમાં રોકાણ કર્યું, જે વાનકુવરમાં રિચાર્ડ મિલે બુટિકનું સંચાલન કરે છે. બર્ક્સે અગાઉ તેના વાનકુંવર ફ્લેગશિપ સ્ટોરને શ્રેય આપેલું વેચાણ હવે RMBGના ભાગ તરીકે ગણવામાં આવે છે.
બકર્સના સીઈઓ ક્રિસ્ટોફ બેડોસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2023 દરમિયાન સ્ટોર ટુ સ્ટોર સરખામણી કરતા વેચાણમાં વૃદ્ધિ અને અમારા સરેરાશ વેચાણ વ્યવહાર મૂલ્યમાં વધારો જોયો છે. હાલમાં બજાર પર ફુગાવાના દબાણ છે તેમજ બજારમાં ફેલાયેલી અનિશ્ચિતતાની ભાવના સહિત નોંધપાત્ર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં સ્થિતિ સાવ બગડી નથી. વેચાણમાં સામાન્ય વધારો જ જોવા મળ્યો છે.
ગ્રાહકો હવે સમજી વિચારીને ખર્ચ કરતા થયા હોવાથી ઈ-કોમર્સ પર ઘણી અસર પડી છે, જે મોટાભાગે નીચા અને મધ્યમ ભાવ-બિંદુ ગ્રાહકોને પૂરી પાડે છે, કંપનીએ ઉમેર્યું હતું.
કંપનીએ વર્ષ માટે CAD 7.4 ($5.7 મિલિયન) મિલિયનની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે અગાઉના વર્ષના CAD 1.3 મિલિયન ($979,676)ના નફાની સરખામણીમાં હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM