ઈઝરાયેલમાં યુદ્ધ વચ્ચે સોનું ફરી બનશે સેફ ઈન્વેસ્ટમેન્ટનો આધાર

નિષ્ણાતો કહે છે કે વધતા જિયોપોલિટિકલ જોખમોને કારણે સોનાની ભારે ખરીદી જોવા મળી શકે છે અને સંભવતઃ યુએસ ટ્રેઝરીઝની માંગ વધી શકે છે.

Amid war in Israel, gold once again become safe investment base
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. બંને પક્ષો તરફથી બોમ્બ હુમલા કરવામાં આવી રહ્યાં છે. બંને દેશોમાં જાનમાલનું નુકસાનથી રહ્યું છે. આ સંઘર્ષે બીજા સંકટને જન્મ આપ્યો છે.  આ યુદ્ધ વચ્ચે નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

કારણ કે સોનાને માત્ર જ્વેલરી તરીકે જ પસંદ નથી કરવામાં આવતું પરંતુ તેને સુરક્ષિત રોકાણ તરીકે પણ ઘણું મહત્વ આપવામાં આવે છે. કોઈપણ આપત્તિ અથવા કટોકટીના સમયમાં સોનાને રોકાણ માટે સલામત માનવામાં આવે છે. વર્તમાન કટોકટી પછી પણ તેની કિંમતોમાં વૃદ્ધિની સંભાવના છે.

પેલેસ્ટિનિયન જૂથ હમાસે ગઈ તા. 7 ઓક્ટોબરની સવારે 5,000 રોકેટ ફાયર કરીને ઇઝરાયેલમાં ઘૂસીને નરસંહાર કર્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલ મિસાઈલો છોડી હમાસને જડબાતોબ જવાબ આપ્યો છે. બંને પક્ષે ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે અને લગભગ 4,000થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

બીજી તરફ, અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે અને ઇઝરાયેલના સમર્થનમાં સૈન્ય વિમાનો ખડકી દીધા છે. યુદ્ધ જેમ ઘેરું બનશે તેમ રોકાણકારો અન્ય ચીજોના બદલે સોના તરફ વળશે એવું નિષ્ણાતો માની રહ્યાં છે. કારણ કે રોકાણકારો મધ્ય પૂર્વમાં સંભવિત ભૌગોલિક રાજકીય ઉથલપાથલ અને ઘટનાઓ પર નજીકથી નજર રાખે છે.

નિષ્ણાતો કહે છે કે વધતાં જિયોપોલિટિકલ જોખમોને કારણે સોનાની ભારે ખરીદી જોવા મળી શકે છે અને સંભવતઃ યુએસ ટ્રેઝરીઝની માંગ વધી શકે છે. જેમાં મજબૂત વેચાણમાં વધારો થયો છે.  લોકોને તેમના પોર્ટફોલિયોમાં સોનાની જરૂર કેમ છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. સ્પાર્ટન કૅપિટલ સિક્યોરિટીઝના મુખ્ય બજાર અર્થશાસ્ત્રી પીટર કાર્ડિલોએ જણાવ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ સામે એક આદર્શ બચાવ છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે ડોલરને ફાયદો થશે. કાર્ડિલો અનુસાર જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ થાય છે ત્યારે ડોલર મજબૂત થાય છે.

ભારતમાં સોનાને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યાં લોકો તેને જ્વેલરી તરીકે પસંદ કરે છે, તો બીજી તરફ તેઓ તેને રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ પણ માને છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે પણ દુનિયાભરના શેરબજારો ડાઉન થાય છે કે અન્ય કોઈ આર્થિક સંકટ આવે છે ત્યારે સોનાની માંગ વધી જાય છે.

હવે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. તે તેની જરૂરિયાતના અડધા ભાગની આયાત કરે છે, જથ્થાની દ્રષ્ટિએ, વાર્ષિક આશરે 800-900 ટન સોનાની આયાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દેશમાં તેની કિંમતો પર પણ અસર પડી શકે છે.

રિપોર્ટ અનુસાર ઈઝરાયેલમાં યુદ્ધ બાદ સોના અને ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. બીજી તરફ, ભારતમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે અને માંગમાં વધારા સાથે તેની કિંમતોમાં પણ વધારો જોવા મળી શકે છે.

યુદ્ધમાં અન્ય દેશોની ભાગીદારીથી તણાવ વધશે?

ઇઝરાયેલની પરિસ્થિતિ અંગે, એનેક્સ વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રાયન જેકબસન કહે છે કે આ એક મોટી બજારની ક્ષણ છે કે નહીં તે સંઘર્ષ કેટલો સમય ચાલે છે અને અન્ય દેશો પણ તેમાં સામેલ થાય છે કે કેમ તેના પર નિર્ભર છે. તેણે કહ્યું કે હમાસના હુમલાની ઈરાન અને ઈરાનના લેબનીઝ સહયોગી હિઝબુલ્લા દ્વારા ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે ઈરાન ભલે તેલનું ઉત્પાદન વધારી રહ્યું હોય, પરંતુ તેલની કિંમતો પર તેની અસર જોવા મળી શકે છે. જેકબસેનના મતે, ઈરાનનું તેલ ઉત્પાદન વધી રહ્યું છે, પરંતુ તેઓ યુએસ સાથે પડદા પાછળ જે પ્રગતિ કરી રહ્યા છે તે ઈરાન હમાસના હુમલાના વખાણ અને ઉજવણીને કારણે નબળો પડી શકે છે. અહીં એ જોવાનું મહત્વનું રહેશે કે સાઉદી અરેબિયા કેવી પ્રતિક્રિયા આપે છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS