In the midst of recession, there is concern about increasing fraud in Surat's diamond market
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. યુરોપિયન દેશોમાં હીરાની ડિમાન્ડ ઘટવાના પગલે સુરતના હીરાના કારખાનેદારોએ ઘંટીઓનો ધમધમાટ બંધ કરવાની ફરજ પડી છે. પેમેન્ટ સાયકલ ખોરવાઈ જતા કારખાનેદારો, વેપારી અને દલાલો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. અનેક રત્નકલાકારોની નોકરી છૂટી ગઈ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાંક લેભાગુ ધૂતારા પણ સક્રિય થયા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી હીરા ઉદ્યોગમાં છેતરપિંડીના કિસ્સા વધ્યા છે. તાજેતરમાં મહિધરપુરાના હીરા દલાલે 9 વેપારીઓને કરોડોમાં નવડાવ્યા હોવાનો બનાવ બન્યો છે.

મહિધરપુરા ખાતે આકાશ શાહ નામના હીરા દલાલે હીરાના નવ જેટલા વેપારીઓ પાસેથી 7.31 કરોડની કિમતના 80.05 કેરેટના હીરાનો માલ લઈને ગાયબ થઈ ગયો છે. આ હીરાનું વેપારીઓને પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

નાના વરાછા ખાતે હંસવિહાર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ઉમેશભાઈ મધુભાઈ ક્યાડા મહિધરપુરા હીરા બજારમાં હીરાની ઓફિસ ધરાવે છે. તેઓ હીરા બજારમાં તૈયાર હીરા લે-વેચનો વેપાર કરે છે. તેમના દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આકાશ પ્રફુલભાઈ શાહ (રહે. ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, અઠવાલાઈન્સ તથા મૂળ (બનાસકાંઠા) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આકાશે હીરા દલાલ તરીકે વચ્ચે રહીને સમયસર ચૂકવણું કરવાનો વિશ્વાસ કેળવી ઉમેશભાઈની ઓફિસમાંથી માર્ચ 2023થી એપ્રિલ 2023માં 39.55 કેરેટના તૈયાર હીરા જેની કિંમત 71.83 લાખ થાય છે તે હીરા લઈને ગાયબ થઈ ગયો હતો. આ પહેલા તે નાની કિંમતના હીરા લઈ ગયો હતો અને તેનું સમયસર પેમેન્ટ કરી ગયો હતો. બાદમાં માર્ચ 2023માં એક પાર્ટીને બતાવવા માટે આ હીરા લઈ ગયો હતો. પરંતુ સમય મર્યાદા પુરી થઈ જવા છતાં તેને પેમેન્ટ નહીં આપતા ઉમેશભાઈએ માર્કેટમાં તપાસ કરાવી તો ધ્યાનમાં આવ્યું કે આકાશે અનેક વેપારીઓ પાસેથી હીરા લઈને તેનું પેમેન્ટ નહીં ચૂકવ્યાનું ધ્યાને આવ્યું હતું. તેણે માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ 7.31 કરોડની કિંમતના 850.05 કેરેટ હીરાનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ડી.વી. ડાયમંડના નામે વેપાર કરતા વેપારી ભાવેશ કનાડિયા પાસેથી 24.73 લાખના, દેવી ડિયામના વેપારી નિલેશ પાનશેરીયા પાસેથી 37.08 લાખ, શિવાસ્થ ડાયમંડના વેપારી હરેશભાઈ વિરાણી પાસેથી 6.03 લાખના હીરા, ભોજલ જેમ્સના માલિક તેજસભાઈ સાવલીયા પાસેથી 2.96 કરોડ, ડેમોટ ડાયમંડના દેવાંગભાઈ બરવાળીયા પાસેથી 1.82 કરોડના હીરા, અક્ષય ડાયમંડના વેપારી પાસે જિગર મોદી પાસેથી 15.37 લાખના હીરા, વર્ષ ઇમ્પેક્ષના પ્રકાશભાઈ રાદડીયા પાસેથી 28.72 લાખના, રામદૂત એક્સપોર્ટના દિનેશ ચલોડીયા પાસેથી 36.18 લાખના હીરા, પંચમુખી જ્વેલર્સના હરેશભાઈ બુડાસણા પાસેથી 31.77 લાખના હીરા મળીને કુલ 7.31 કરોડની કિમતના 850.05 કેરેટ હીરા લઈ ગયો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC