સોનાની ચિડિયા ભારતમાં હવે સોનાનો વરસાદ થશે

આંધ્રપ્રદેશમાં આવેલી દેશની પ્રથમ સૌથી મોટી ખાણમાં 2024થી સોનાનું ઉત્પાદન શરૂ થશે : હાલ દર મહિને 1 કિલો સોનાનું કાઢવામાં આવી રહ્યું છે

Sone ki Chidiya India will now have gold rain
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

એક જમાનામાં ભારતને સોનાની ચિડીયા કહેવામાં આવતું હતું. ભારતમાં એટલી બધી જાહોજલાલી હતી કે વિદેશીઓ તેનાથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. પહેલાં મુઘલો ત્યાર બાદ અંગ્રેજોએ ભારતને ખૂબ લૂંટ્યું હતું. સોનાની ચિડીયાને બેહાલ કરી નાંખી હતી. જોકે, હવે ભારત ફરી એકવાર આત્મનિર્ભર થઈ રહ્યું છે. ભારત હવે ફરી એકવાર સોનાની ચિડીયા બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. એ જ દિશામાં વધુ એક સીમાચિન્હ ભારતે હાંસલ કર્યું છે. ભારતની સૌથી મોટી સોનાની ખાણમાં હવે ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. તેનો અર્થ એ કે હવે ભારતમાં સોનાનો વરસાદ થશે.

આગામી વર્ષથી દેશની પ્રથમ મોટી ખાનગી સોનાની ખાણમાં ઉત્પાદન શરૂ થશે. આ ખાણ આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં છે અને તેનું સંચાલન પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ચૂક્યું છે. ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હનુમા પ્રસાદે જણાવ્યું હતું કે આ દેશની પ્રથમ મોટી ખાનગી સોનાની ખાણમાં સંપૂર્ણ પાયે ઉત્પાદન આવતા વર્ષના અંત સુધીમાં શરૂ થશે. હાલમાં, દર મહિને 1 કિલો સોનાનું ઉત્પાદન થઈ રહ્યું છે .

જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં પાયલોટ સ્કેલ ઓપરેશન ચાલી રહ્યું છે અને જ્યારે ઉત્પાદન પૂર્ણ ધોરણે શરૂ થશે, ત્યારે દર વર્ષે લગભગ 750 કિલો સોનું કાઢવામાં આવશે.

હાલમાં પાયલોટ ઓપરેશન હેઠળ આ ખાણમાંથી દર મહિને આશરે એક કિલો સોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એમડી પ્રસાદના જણાવ્યા અનુસાર, ભારતીય ખાણ (જોન્નાગીરી પ્રોજેક્ટ) માં નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને કામ ઓક્ટોબર-નવેમ્બર 2024ની આસપાસ સંપૂર્ણ રીતે શરૂ થશે. આ કામ માટે BSE પર પ્રથમ લિસ્ટેડ કંપની જોન્નાગીરી ખાણ હતી, જે 2013 માં આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં તુગ્ગલી મંડલમમાં જોન્નાગીરી, એરાગુડી અને પગદિરાઈ ગામોની નજીક આવેલી હતી. રિસર્ચ કાર્ય પૂર્ણ કરવામાં લગભગ 8 થી 10 વર્ષ લાગ્યાં હતા.

નોંધનીય છે કે ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ (DGML) શેરબજારના મુખ્ય લિસ્ટ  BSE પર લિસ્ટેડ પ્રથમ અને એકમાત્ર ગોલ્ડ એક્સ્પ્લોરેશન કંપની, જિયોમિસોર સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડમાં 40 ટકા હિસ્સો ધરાવે છે, જે જોન્નાગિરીમાં ખાનગી ક્ષેત્રની ખાણ છે. તેની પ્રથમ સોનાની ખાણ પર કામ કરી રહી છે. આમાં અત્યાર સુધીમાં કુલ 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

જોન્નાગીરી પરિયોજનાનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે

ભારતમાં લોકો સોના માટે ખૂબ જ શોખીન છે. તેને માત્ર જ્વેલરીમાં જ નહીં પણ સુરક્ષિત રોકાણ (ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ)ની દ્રષ્ટિએ પણ મોખરે રાખવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. જો કે દેશમાં સોનાની ઘણી ખાણો છે, પરંતુ આંધ્રપ્રદેશની આ સોનાની ખાણ દેશની પ્રથમ ખાનગી ખાણ (ભારતની પ્રથમ ખાનગી ગોલ ખાણ) છે. જે આગામી વર્ષ સુધીમાં સંપૂર્ણ કામ શરૂ કરવા માટે તૈયાર છે. હનુમા પ્રસાદે જણાવ્યું કે જોન્નાગીરી પ્રોજેક્ટ હેઠળ આ ભારતીય ખાણમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

ડેક્કન ગોલ્ડ માઇન્સ 2003માં શરૂ કરવામાં આવી હતી

અહેવાલ મુજબ, ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ (DGML), સોનાની શોધ સાથે સંબંધિત પ્રથમ લિસ્ટેડ કંપની, 2003 માં સંશોધન અને ખાણકામ ક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવતા પ્રમોટરો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ કંપની લાંબા સમયથી ભારતમાં અને વિદેશમાં સોનાની શોધ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સમાં સામેલ છે. આ કંપનીએ વર્ષ 2021માં વિસ્તરણ અને વૈવિધ્યકરણના ભાગરૂપે મર્જર અને એક્વિઝિશનની પ્રવૃત્તિઓ શરૂ કરી છે

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS