ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી, સુરત સ્થિત STPL કંપનીએ તેની ભવ્ય, વૈશ્વિક ઓળખની સફળગાથામાં વધુ એક સોનેરી પીછું ઉમેર્યું છે. કંપનીને ‘‘ગ્લોબલ એચઆર એક્સેલન્સ એવોર્ડ’’ આપવામાં આવ્યો છે, જે માનવ સંસાધનના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. મુંબઈમાં વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા તાજેતરમાં યોજાયેલા ‘‘ગ્લોબલ એચઆર એક્સેલન્સ એવોર્ડ 2023’’માં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઇવેન્ટ વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ 2023ની 31મી આવૃત્તિનો ભાગ હતો, જેમાં 133 દેશોના 2000થી વધુ વૈશ્વિક નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
પ્રતિષ્ઠિત ‘‘ગ્લોબલ એચઆર એક્સેલન્સ એવોર્ડ’’ STPLને તેની સતત નવીન પદ્ધતિ અને પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટેની અનન્ય વ્યૂહરચનાના અમલીકરણ માટે આપવામાં આવ્યો છે. STPL ક્રાંતિકારી હાઇ-એન્ડ પ્રીસિઝન ટેકનોલોજી ઉદ્યોગમાં ટ્રેન્ડસેટર છે અને આ ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
STPL દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવીન માનવ સંસાધન પહેલોની ઇવેન્ટની માનદ જ્યુરીએ પ્રશંસા કરી અને સમગ્ર વિશ્વમાં ઘણા એચઆર વ્યાવસાયિકો માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે ઓળખાવી હતી.
STPLના ચૅરમૅન શ્રી ધીરજલાલ કોટડિયા દ્વારા નિર્ધારિત નૈતિક અને મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો, સમગ્ર કંપનીનું સતત માર્ગદર્શન કરે છે.
આ એવોર્ડ વિશે પ્રતિભાવ આપતાં, STPLના સીઇઓ, શ્રી રાહુલ ગાયવાલાએ જણાવ્યું હતું કે, ‘‘કંપની પોતાના કર્મચારીઓને જે રીતે મેનેજ કરે છે તથા તેમનામાં જે મૂલ્યો કેળવે છે તેનાથી લોકોને કંપની સાથે કામ કરવાનો સુખદ અનુભવ મળે છે. જ્યારે કંપનીના કર્મચારીઓ સતત પ્રેરણાદાયક વાતાવરણનો અનુભવ કરે ત્યારે કંપનીને તેમની પ્રતિભાનો સાચો લાભ મળે છે અને આ બધું જ લાંબા ગાળાની ટકાઉ વ્યવસાય વૃદ્ધિ હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.’’
આ એવોર્ડ સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાર્ગવ કોટડિયા દ્વારા સૌને મળતી સતત પ્રેરણા પણ દર્શાવે છે, જે લોકો-પ્રથમ નીતિને પ્રોત્સાહન આપે છે. યુવાન એમડીના પ્રોત્સાહનથી કંપનીના સૌ કર્મચારીઓને લાગે છે કે તેઓ સહજાનંદ ગ્રુપનો અનન્ય ભાગ છે.
વધુમાં, STPL ના માનવ સંસાધનના જનરલ મેનેજર શ્રી ત્રિનયન સૈકિયાએ એચઆર સંબંધિત સર્જનાત્મક પહેલો અને અનુરૂપ નીતિઓ રજૂ કરી છે, જે STPL ની પ્રેરણાદાયી કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે.
આ કાર્યક્રમમાં, વિશ્વભરની અગ્રણી હસ્તીઓ, જેમ કે રોટરી ઇન્ટરનેશનલના મુખ્ય માનવ સંસાધન અધિકારી ક્રિસ્ટોફર ન્યુબાઉર, નીના ઇ. વુડાર્ડ એન્ડ એસોસિએટ્સના પ્રમુખ નીના એલિઝાબેથ વુડાર્ડ, ડાયરેક્ટિવ કોમ્યુનિકેશન સાયકોલોજીના સ્થાપક આર્થર કાર્માઝી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સૌએ વિવિધતા, નેતૃત્વ અને લોકોના સંચાલનને પ્રોત્સાહન આપવા અંગે તેમના જ્ઞાન અને ઇન્સાઇટ્સ શેર કર્યાં હતાં.
STPL હંમેશા ટેક્નોલોજીકલ ઈનોવેશન્સમાં મોખરે રહી છે અને કંપનીએ વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવ્યું છે, પછી તે ડાયમંડ પ્રોસેસિંગ હોય, એડિટિવ મેન્યુફેક્ચરિંગ હોય, ઔદ્યોગિક લેસર હોય કે મેડિકલ ટેક્નોલૉજી હોય. STPL કંપની 5 ખંડોમાં ફેલાયેલ 30+ દેશોમાં પોતાના ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડે છે.
HR સંબંધિત આ પુરસ્કાર સાથે, ફરી એક વાર સ્પષ્ટ થયું છે કે STPL કંપની વ્યવસાયના વિકાસ સાથે લોકોના મૂલ્યોની સંસ્કૃતિને સંતુલિત કરવાનું ઉદાહરણ સ્થાપિત કરે છે. ગ્લોબલ એચઆર એક્સેલન્સ એવોર્ડથી માત્ર કંપનીની એચઆર ટીમની સફળતાને જ નહીં પરંતુ STPL પરિવારની સફળતાનું પણ સન્માન થયું છે. આ એવોર્ડ નવા કોર્પોરેટ ભારતની સંસ્કૃતિને દર્શાવે છે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM