સુરતના હીરા બજારમાં બદલો મારી છેતરપિંડી કરવાના કિસ્સાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. ઠગ દલાલોની ટોળકી હીરાના પડીકામાં ગુટકા, ખાંડ જેવી ચીજવસ્તુઓ મુકી હીરાના વેપારીઓને છેતરી રહ્યાં છે. આવો જ એક બનાવ તાજેતરમાં બન્યો છે. જોકે, હીરાના વેપારીની ચપળતાના લીધે ઠગ ઝડપાઈ ગયા હતા.
મોટા વરાછા અબ્રામા વિસ્તારમાં રહેતા અને મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા 46 વર્ષીય હીરા વેપારી સાથે રૂપિયા ૭.૪૭ લાખની છેતરપિંડી થઈ છે. રીઢા હીરા દલાલે હીરાનો માલ વેચાણ કરવાને બહાને વેપારી પાસેથી લઈ ગયા બાદ તેના સાગરીત સાથે મળી પેકેટમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મુકી પેકેટને સીલ બંધ કરી પરત વેપારીને આપ્યા હતા. જોકે વેપારીને પેકેટ ઉપર શંકા જતા તેની હાજરીમાં જ પેકેટ ખોલતા તેની પોલ ખુલી જવા પામી હતી. આ ટોળકીએ આ રીતે અગાઉ પણ હીરા વેપારી સાથે છેતરપિંડી કરી છે.
બનાવની વિગત એવી છે કે મોટા વરાછા અબ્રામા રોડ ગોકુલધામ બંગ્લાની સામે અમૃત રેસીડેન્સીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની નિલેશ મોહનભાઈ ભાયાણી (ઉ.વ.46) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા મીનીબજાર ડાયમંડ વર્લ્ડની સામે સહયોગ ચેમ્બર્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવે છે. નિલેશભાઈ પાસેથી ગત તા. 25 એપ્રિલના રોજ હીરા દલાલ પ્રદીપ માધવજી ધામેલીયા (રહે, સત્યમ સોસાયટી ધોળકીયા ગાર્ડન પાસે કતારગામ)એ હીરા વેચાણ કરવાને બહાને રૂપિયા 3,43,830ની મત્તાનો હીરાનો માલ લઈ ગયો હતો અને તેના સાગરીત કિરણ કોઠારી (રહે, હીરા બજાર મહિધરપુરા) સાથે મળી પેકેટમાંથી ઓરીજનલ હીરાઓ કાઢી તેના બદલામાં ખાંડ મુકી પેકેટને સીલ કરી ગત તા. 5મી મે ના રોજ પરત આપી ગયો હતો
જોકે નિલેશભાઈને શંકા જતા તેઓએ મુકેશ રવજી ભીકડીયાની હાજરીમાં જ હીરા દલાલ પ્રદીપ ધામેલીયા પાસે હીરાનું પેકેટ ખોલાવતા તેનું ભોપાળું બહાર આવી ગયું હતું. બનાવ અંગે નિલેશ ભાયાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ સામે અગાઉ પણ આ જ રીતે હીરા વેપારી સાથે ઠગાઈ કરી હતી જેમાં હીરાના બદલામાં વિમલ ગુટકાના ટુકડાઓ મુકી વેપારીને છેતર્યો હતો. જે ગુનામાં આરોપીઓ લાજપોર જેલમાં હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
અગાઉ મહીધરપુરાના વેપારીના પડીકામાં ગુટકા મુકી છેતરપિંડી કરાઈ હતી
આ અગાઉ પણ હીરાના પડીકામાં અન્ય ચીજવસ્તુ મુકી છેતરપિંડીના બનાવ બન્યા છે. અડાજણ દિપા કોમ્પ્લેક્ષ સોસાયટી અરિહંત વિલા બિલ્ડિંગમાં રહેતા રૂભષ ચંપકભાઈ વોરા (ઉ.વ.32) મહિધરપુરા જદાખાડી કનકશાંતિ બિલ્ડિંગમાં ભાગીદારીમાં હીરાની ઓફિસ ચલાવી હીરાની લે-વેચનો ધંધો કરે છે. રૂષભભાઈની ઓફિસમાં છેલ્લાં ચાર મહિનાથી દૂરના સંબંધી રાહીલ મિતેશ માંજની (રહે, આનંદવિલા એપાર્ટમેન્ટ દીપા કોમ્પ્લેક્ષ અડાજણ પાટીયા) હીરા દલાલ તરીકે કામ કરે છે. રાહીલએ તેના મિત્ર ડાયમંડ જવેલરીનું કામ કરે છે અને તેને હીરાના જરૂરીયાત મોટા પ્રમાણમાં રહે છે. રાહીલએ પેમેન્ટની જવાબદારી પણ લીધી હતી અને 0.75 ટકા દલાલીની વાત કરી હતી.
રૂષભભાઈએ માર્કટમાં તપાસ કરતા રાહીલ વેપારીઓને સમયસર પેમેન્ટ ચૂકવતો હોવાનું રેફરન્સ મળતા તેના ઉપર વિશ્વાસ તે દલાલ તરીકે વચ્ચે પાડી વેપાર ચાલુ કર્યો હતો. શરુઆતમાં રાહીલ માંજનીએ હીરાના માલનું સમયસર પેમેન્ટ ચૂકવી આપતો હતો ત્યારબાદ ગત તા. 13 ફેબ્રુઆરી અને 6 માર્ચના રોજ રૂપિયા વ્હાઈટ પોલીશ રાઉન્ડ નેચરલ ક્વોલીટીના કુલ 127.79 કેરેટ તૈયાર હીરા જેની કિંમત રૂપિયા 32,04,442 થાય છે જે હીરાના અલગ અલગ કેરેટના સાત પાર્સલ ઓફિસથી વેપારીને બતાવાને માટે લઈ જવાનું કહી લીધા હતા અને ટોકન પેટે રૂપિયા 2 લાખ આપ્યા હતા અને તમામ પાર્સલના ત્રણ પાર્સલ બનાવી સહી કરી સીલબંધ રીતે પરત આપ્યા હતા.
સાત દિવસ થવા છતાં રાહીલ પાર્સલ લેવા આવ્યો ન હતો કે પેમેન્ટ પણ કરતો ન હતો અને ફોન કરતા પાર્સલનું સીલ તોડતા નહીં તેમ કરી બીજા દસેક દિવસ કાઢી નાંખતા તેના ઉપર શંકા ગઈ હતી અને પાર્સલ તેના ઘરે લઈ જઈ તેની અને માતા પિતાની હાજરીમાં ખોલતા પાર્સલમાંથી ઓરીજનલ હીરાના બદલે વિમલ ગુટખાના ટુકડા નીકળ્યા હતા.
રૂભષે પુછાતાં રાહીલે તેની પાસે કોઈ હીરા નથી વેપારીને જોવા માટે આપ્યા હતા. ઓરીજનલ હીરા ક્યાં છે કોણે બદલેલા છે તેની ખબર નથી એમ કહી ઘરમાંથી કાઢી મુક્યા હતા. રાહીલ માંજનીએ પાર્સલમાંથી ઓરીજનલ હીરા કાઢી રૂપિયા 30,04,442ની છેતરપિંડી કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM